બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / વિશ્વ / 90 year old retail worker retires from 74 years job at without any leave

ના હોય / અદ્ભુત! આ મહિલાએ 74 વર્ષ સુધી નોકરી કરી પણ એકેય રજા ન લીધી, 90ની ઉંમરે થયા રિટાયર

Manisha Jogi

Last Updated: 06:56 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેલ્બા મેબેન નામની આ મહિલાએ 7 દાયકા સુધી કામ કર્યું છે, પરંતુ એક પણ રજા લીધી નહોતી. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં 74 વર્ષ સુધી સતત કામ કર્યા પછી મહિલા 90 વર્ષે નિવૃત્ત થઈ છે.

  • 17 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરી
  • એક પણ રજા લીધા વગર કરી નોકરી
  • 74 વર્ષ સુધી કામ કર્યા પછી 90 વર્ષે નિવૃત્ત

અમેરિકાના ટેક્સાસમાં આવેલ એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં 74 વર્ષ સુધી સતત કામ કર્યા પછી મહિલા 90 વર્ષે નિવૃત્ત થઈ છે. મેલ્બા મેબેન નામની આ મહિલાએ 7 દાયકા સુધી કામ કર્યું છે, પરંતુ એક પણ રજા લીધી નહોતી. 

17 વર્ષની ઉંમરે નોકરી શરૂ કરી
મેલ્બા મેબેને વર્ષ 1956માં ડિલાર્ડના રિટેઈલ સ્ટોરમાં કામ શરૂ કર્યું હતું અને ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. અગાઉ લિફ્ટ ગર્લ તરીકે કરિઅરની શરૂઆત કરી હતી. ત્યાર પછી કોસ્મેટીક ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. કરિઅરમાં પ્રભાવશાળી કામ કર્યા પછી 90 વર્ષની ઉંમરે રિટાયર થતા આ મહિલાને સમ્માનિત કરવામાં આવી છે. 

74 વર્ષમાં એક પણ રજા લીધી નથી
સ્ટોરના ક્લાયન્ટ અને કર્મીઓ અનુસાર આ મહિલા ખૂબ પોઝિટીવ એટ્ટીટ્યુડથી સર્વિસ આપી રહી છે. 90 વર્ષ થવા છતાં એક પણ સિક લીવ લીધી નથી. સ્ટોર મેનેજર જેમ્સ સૈન્ઝે જણાવ્યું છે કે, મેલ્બાએ તમામ વસ્તુ અને તમામ ગ્રાહકની સેવાની ગુણવત્તાનું ધ્યાન રાખતી હતી. સમગ્ર કરિઅર દરમિયાન અનેક લોકોને તાલીમ આપી છે, જેથી તેઓ આગળ વધી શકે. 

મેલ્બા એક સારી શીખ આપીને જશે
સ્ટોર મેનેજરે વધુમાં જણાવ્યું છે કે, શું 90 વર્ષ સુધી કોઈપણ વ્યક્તિએ મેલ્બાની જેમ કામ કર્યું હશે? મેલ્બા જીવનભરની શીખ આપીને જશે. તેમના મિલનસાર સ્વભાવને કારણે મેલ્બા ખૂબ જ ઝડપથી મિત્રો બનાવી લેતી હતી. 

મેલ્બાના પુત્રનું નિવેદન
મેલ્બાએ રિટાયરમેન્ટ સમયે જણાવ્યું કે, ‘જે મહિલાઓને ખાવુ, હસવું અને વાતચીત કરવી પસંદ છે, તે મહિલાઓ સાથે કામ કરીને ખરેખર ખુશી થઈ છે.’ મેલ્બાના પુત્ર ટેરી મેબેને જણાવ્યું કે, તેમની માતા પર કામ પર જતી હતી, તેની ખૂબ જ સારી યાદો છે. તેમના વર્ક એથિક્સથી મને ખૂબ જ પ્રેરણા મળી છે. 

10 વાગ્યે સ્ટોર ખુલતો હતો, પરંતુ 9 વાગ્યે પહોંચી જતી હતી
મેલ્બાના પુત્ર ટેરી મેબેન વધુમાં જણાવે છે કે, ‘હું મારી મમ્મી સાથે સ્ટોરની આસપાસ ફરતો હતો, તેઓ ડિલાર્ડમાં મોટા થયા છે. સ્ટોર 10 વાગ્યે ખુલતો હતો, પરંતુ પાર્કિંગની જગ્યા મેળવવા માટે મમ્મી 9 વાગ્યે પહોંચી જતી હતી. 9:15 સુધીમાં સ્ટોર પર આવનાર પહેલી વ્યક્તિ નથી અને તેમનું કાઉન્ટર હંમેશા તૈયાર રહેતું હતું. બપોરનું જમવાનું જમીને 25 મિનિટમાં જમીને સ્ટોર પર આવી જતી હતી અને સમયસર ઘરે પણ આવી જતી હતી. તેમનો તમામ દિવસ આ રીતે જ પસાર થયો છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ