બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 9 Tathya Patel, who made the family cry, will now be called with prisoner number 8683, father also got prisoner number, both will eat the air of jail.

અમદાવાદ / 9 પરિવારને રડતાં કરનાર તથ્ય પટેલને હવે કેદી નંબર 8683થી બોલાવાશે, બાપને પણ કેદી નંબર ફળવાયો, બંને જેલની હવા ખાશે

Vishal Khamar

Last Updated: 07:18 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસ દ્વારા રિમાન્ડ પૂર્ણ થતા તથ્ય પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્ય પટેલને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો છે. હવે કેદી નંબર-8683 થી બોલાવવામાં આવશે.

  • ઇસ્કોન બ્રિજ અકસ્માતનો મામલો
  • રિમાન્ડ પૂર્ણ થતા તથ્ય પટેલને જેલ હવાલે કરાવામાં આવ્યો 
  • તથ્ય પટેલને હવે કેદી નંબર- 8683 થી બોલાવવામાં આવશે 
  • પ્રજ્ઞેશ પટેલને પણ કેદ નંબર- 8626 થી બોલાવવામાં આવશે

 ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 3 દિવસની રિમાન્ડ પુર્ણ થતાં પોલીસે તથ્યને ગ્રામ્યકોર્ટમાં રજુ કર્યો. જો કે પોલીસે રિમાન્ડ ન માગતાં ગ્રામ્યકોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક જાપ્તામાં રાખવામાં આવશે. ચુકાદા સાથે જ જેલતંત્રએ તથ્ય પટેલને કેદી નંબર - 8683 નંબર ફાળવ્યો. તો બીજી બાજુ તથ્યના બળાત્કારી પિતાને પણ જેલહવાલે કરવામાં આવ્યો છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કેદી જેલમાં કેદી નંબર - 8626થી ઓળખવામાં આવશે. મહત્વનું છેકે અકસ્માત બાદ તથ્યના બળાત્કારી પિતા પ્રજ્ઞેશે પુત્રને જેલથી બચાવવા લાખ ધમપછાડા કર્યા હતા. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં બાપ બેટાને જેલ હવાલે કર્યા છે. 

3 યુવતી સહિત 6 લોકોની અટકાયત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે.
ઇસ્કોન અકસ્માતને લઈ તપાસ કમિટીની રચના કરાઈ છે
અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.


શું હતી સમગ્ર ઘટના ? 
19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ