બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 8 revived by two successful organ donations at Civil Hospital in just five hours

અંગદાનનો સેવાયજ્ઞ / અકલ્પનિય સિધ્ધી: માત્ર પાંચ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન, યુ.એન.માં બે સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

Kishor

Last Updated: 07:44 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત પાંચ કલાકના ટુંકા ગાળામાં ૨ સફળ અંગદાન થયા છે. જે અંગદાનની અકલ્પનિય સિધ્ધી ગણી શકાય છે.

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની અકલ્પનિય સિધ્ધી
  • માત્ર પાંચ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં બે સફળ અંગદાન દ્વારા 8ને નવજીવન
  • અંગદાનમાં મળેલા 2 હ્રદય, ચાર કિડની અને બે લીવરના દાને આઠ પરિવારોનું નવું જીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જરૂરિયાતમંદ અને પીડિતને નવજીવન આપવાનો કર્મયજ્ઞ બન્યો છે. ૨૩ મી ઓગષ્ટે સમગ્ર દેશ માટે ગૌરવવંતી બાબત એવી ચંદ્રયાન-3 ની સફળતા આ તારીખને ઇતિહાસના પાનામાં અમર કરી ગઇ. તેવી જ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ ઓગષ્ટની વહેલી સવારે અંગદાન ક્ષેત્રે અકલ્પનિય અને અસાધારણ સિધ્ધી નોંધાઇ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત પાંચ કલાકના ટુંકા ગાળામાં ૨ સફળ અંગદાન થયા છે. આ બે અંગદાન થી ૮ લોકોને નવજીવન મળ્યું છે. 

8 revived by two successful organ donations at Civil Hospital in just five hours

 કિડની અને એક લીવરનું દાન મળ્યું
સિવિલ હોસ્પિટલના ૧૨૭ માં અંગદાનમાં ૪૭ વર્ષના મહિલા દર્દીને ચક્કર આવતા ઢડી પડ્યા હતા. જેથી તેમને સધન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જેમના રીટ્રાઇવલમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. આ ઐતિહાસિક ક્ષણમાં ૩૨ વર્ષના બ્રેઇનડેડ સુખદેવ પ્રજાપતિનું અંગદાન પણ સામેલ થયું છે. જેઓ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમના રીટ્રાઇવલમાં હ્રદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. 

8 revived by two successful organ donations at Civil Hospital in just five hours

સરકારી હોસ્પિટલમા જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે

આ આઠેય અંગો સિવિલ મેડિસીટીની યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ અને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યની સરકારી હોસ્પિટલમાં જ રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટની વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે. જેના પરિમાણે  આજે અંગદાનમાં મળેલા આઠેય અંગો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારી હોસ્પિટલમા જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવવાના છે.

પાંચ કલાકમાં થયેલા બે અંગદાન 

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, યુ.એન. મહેતાના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા, SOTTO ના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ આ અંગદાન અને પ્રત્યારોપણના કિસ્સાને ઐતિહાસિક અને અવિસ્મરણીય ગણાવ્યા હતા.  આ પાંચ કલાકમાં થયેલા બે અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં થયેલ અંગદાનની સંખ્યા કુલ ૧૨૮ પહોંચી છે. જેણે ૪૧૩ જરૂરિયાતમંદોને નવજીવન આપ્યું છે. આ ૧૨૮ અંગદાતાઓ દ્વારા મળેલા અંગોમાં ૩૭ હ્રદય, ૨૨૪ કિડની, ૧૧૧ લીવર, ૨૪  ફેફસા , ૯ સ્વાદુપિંડ , ૬ હાથ અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશીએ જણાવ્યું હતું કે,હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની મંજુરી મળ્યા બાદ આજે ૧૬ મું ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યુ છે. જેમાં પણ સતત ૧૦ કલાકની ભારે જહેમતના અંતે આજે સફળતાપૂર્વક  બે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કરાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ