સુરત જિલ્લામાં 61.71 ટકા મતદાન નોંધાયું; કતારગામ બેઠક પર 64.07 મતદાન થયું, ગોપાલ ઈટાલિયાનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ
સુરત જિલ્લામાં 61.71 ટકા મતદાન નોંધાયું
કતારગામ બેઠક પર 64.07 મતદાન થયું
ગોપાલ ઈટાલિયાનું રાજકીય ભવિષ્ય EVMમાં કેદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન શાંતિમય રીતે પૂર્ણ થઈ ગયું છે. જેમાં સુરત જિલ્લામાં 61.71 ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર રાજ્યની ચર્ચાતી બેઠક પૈકી એક કતારગામ બેઠક પર 64.07 મતદાન થયું છે. જેમાં કતારગામ બેઠક પર કુલ મતદાર 322239 છે જેમાંથી આજે 114032 પુરૂષ અને મહિલા 92426 મતદાન કર્યું છે કુલ 92426 મતદારોએ મતદાન કર્યું છે. પુરૂષ મતદારો 64.47 અને મહિલા 64.47 ટકા મતદાન કર્યું છે. જુઓ, સુરતમાં કઈ બેઠક પર કેટલુ મતદાન થયું
કતારગામ બેઠક પર કોની કોની વચ્ચે રાજકીય જંગ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામની બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતર્યા છે જ્યારે ભાજપમાંથી વિનુ મોરડિયા અને કોંગ્રેસમાંથી કલ્પેશ વરિયા રાજકીય જંગમાં ઉતર્યા હતાં. આ બેઠક પર 2017 ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે વચ્ચે અહીં રસાકસી સર્જાઈ હતી અને જેમાં ભાજપ ઉમેદવાર વિનોદ મોરડિયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાસાને હરાવીને જીત હાંસલ કરી હતી.
જાતિગત સમીકરણો
કતારગામ બેઠક પર 2,77,436 મતદારો છે. જેમાં 1,54,779 પુરુષ મતદારો તેમજ 1,22,657 મહિલા મતદારો છે. આ બેઠક પર પટેલ સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ મતક્ષેત્રમાં આવે છે. તેમજ આ બેઠક પર પ્રજાપતિ સમાજનું પ્રભૃત્વ પણ છે તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજના મતદારો પણ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. આ બેઠક પર કોંગ્રેસ અનેક સમીકરણો બેસાડ્યા હતા છતા 2012 અને 2017ની ચૂંટણી હાર મેળવી હતી.
કોણ છે ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઈટાલિયા મૂળ ભાવનગરના ટીંબી ગામના છે. તેમનો જન્મ 1989માં 21 જુલાઈના રોજ બોટાદમાં થયો હતો. તેમણે LLB સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે 2012માં ગૃહખાતામાં પોલીસની નોકરી મેળવી હતી બાદમાં તે નોકરી છોડી મહેસુલ વિભાગમાં ક્લાર્કની નોકરી મેળવી હતી જો કે, બાદમાં તે પણ છોડી દીધી હતી. પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગોપાલ ઈટાલિયા હાર્દિક પટેલના નજીકના માણસ ગણાતા હતા. 2017માં તેમણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું. 2020માં ઈટાલિયાની અસલી રાજકીય કારકીર્દિની શરૂઆત થઈ હતી અને તેઓ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ ઉપાધ્યક્ષ બન્યા ત્યારબાદ તેઓ પક્ષના પ્રદેશ પ્રમુખ બન્યા. આ વખતે તેઓ કતારગામ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.