બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / 6 ways to beat high cholesterol heart attack risk at teenagers high cholesterol remedy

હાર્ટને રાખો હેલ્ધી / નાની ઉંમરે હાર્ટ એટેકનો વધી ગયો છે ખતરો: બચવું હોય તો આજથી જ ફૉલો કરો આ 6 ટિપ્સ

Manisha Jogi

Last Updated: 04:53 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ તમામ મામલાઓ ગંભીર ખતરાના સંકેત આપી રહ્યા છે. જે માટે હાઈ કોલસ્ટ્રેલ જવાબદાર છે. વધતુ વજન, ફાસ્ટફૂડ અને કસરત ના કરવાને કારણે બાળકોમાં હાઈ કોલસ્ટ્રોલના કેસ સામે આવી રહ્યા છે.

  • બાળકોમાં હાઈ કોલસ્ટ્રોલના કેસ
  • 17 વર્ષીય કિશોરનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ
  • 15 વર્ષીય દેવાંશને સ્કૂલમાં હાર્ટ અટેક આવ્યો

મધ્યપ્રદેશના છતરપુરમાં 10 જુલાઈના રોજ 17 વર્ષીય સાર્થક ટિકરિયાનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું છે. મધ્યપ્રદેશના ભિંડમાં 10 વર્ષીય બાળકને ઊંઘમાં હાર્ટ એટેક આવ્યો અને ગ્વાલિયર લઈ જતા સમયે રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું. રાજકોટના 15 વર્ષીય દેવાંશને સ્કૂલમાં હાર્ટ અટેક આવ્યો અને તેનું મૃત્યુ થઈ ગયું. આ તમામ મામલાઓ ગંભીર ખતરાના સંકેત આપી રહ્યા છે. જે માટે હાઈ કોલસ્ટ્રેલ જવાબદાર છે. વધતુ વજન, ફાસ્ટફૂડ અને કસરત ના કરવાને કારણે બાળકોમાં હાઈ કોલસ્ટ્રોલના કેસ સામે આવી રહ્યા છે. 

કોલસ્ટ્રોલ દૂર કરવા અપનાવો આ 6 ટિપ્સ
આરોગ્યપ્રદ આહારનું સેવન કરવું- જે ભોજનમાં ટ્રાન્સ ફેટ ઓછી હોય તેવા ભોજનનું સેવન કરવું. તળેલું ભોજન, લાલ માંસ, ચરબીયુક્ત ડેરી પ્રોડક્ટ અને હાઈ કોલસ્ટ્રોલ યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન ઓછું કરવું. ફળ, શાકભાજી, મિલેટ્સ, મરઘા, માછલી, હેલ્ધી ફેટથી ભરપૂર આહારનું સેવન કરવું. ઘુલનશીલ ફાઈબરયુક્ત ખાદ્ય પદાર્થ, જવ, ફળનું સેવન કરવું જેથી LDL કોલસ્ટ્રેલ ઓછું થાય છે. 

કસરત કરતા રહો- નિયમિત કસરત કરવાથી HDL (સારુ) કોલસ્ટ્રોલ વધે છે. કાર્ડિયો, એરોબિક, ઝડપથી ચાલવું, જોગિંગ, સાયકલ ચલાવવી, સ્વિમિંગ અથવા અન્ય એક્ટિવિટી કરવી જેથી હાર્ટ એક્ટીવ રહે. સપ્તાહમાં 150 મિનિટ સુધી એરોબિક કરવું. 

સંતુલિત વજન- વધુ વજનના કારણે હાર્ટને નુકસાન થાય છે. પેટની ચરબી ઓછી કરવાથી કોલસ્ટ્રોલના સ્તર પર સારી અસર પડે છે. 

તમાકુ અને દારૂનું સીમિત માત્રામાં સેવન કરો- ધૂમ્રપાનને કારણે રક્ત વાહિકાઓને નુકસાન થઈ શકે છે અને HDL કોલસ્ટ્રોલ ઓછું થાય છે. જેના કારણે શરીરમાંથી LDL કોલસ્ટ્રોલ નીકળી શકતું નથી. વધુ માત્રામાં દારૂનું સેવન કરવાથી કોલસ્ટ્રોલનું સ્તર વધી શકે છે તથા અન્ય સમસ્યા થઈ શકે છે. ધૂમ્રપાન ના કરવું અને દારૂનું સીમિત માત્રામાં સેવન કરવું. 

સ્ટ્રેસ ઓછો લેવો- સ્ટ્રેસના કારણે કોલસ્ટ્રોલ પર અસર થઈ શકે છે. તણાવ ઓછો કરવા માટે ઊંડા શ્વાસ લો, ધ્યાન અને યોગ કરો. પ્રિયજનો સાથે સમય પસાર અને જરૂર પડે ત્યારે નિષ્ણાંતની પણ મદદ લઈ શકો છો. 

નિયમિતરૂપે કોલસ્ટ્રોલ પર ધ્યાન આપતા રહો- નિયમિતરૂપે કોલસ્ટ્રોલની તપાસ કરાવવી જરૂરી છે. પરિવારમાં કોઈ વ્યક્તિને હાઈ કોલસ્ટ્રોલ અથવા જોખમી બિમારી હોય તો કોલસ્ટ્રોલની તપાસ કરાવવી જ જોઈએ. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને કોલસ્ટ્રોલ ઓછો કરી શકાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ