બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / 6 people died in the shooting incident in California USA

શૂટઆઉટ / અમેરિકામાં ફરી ખેલાયો ખૂની ખેલ: કેલિફોર્નિયામાં ફાયરિંગ થતા 6ના મોત, ઘટનામાં પરિવારને ટાર્ગેટ કર્યાની આશંકા

Malay

Last Updated: 08:27 AM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના કેલિફોર્નિયામાંથી ફરી ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં છ મહિનાના બાળક સહિત 6 લોકોના મોત નીપજ્યાં છે. હાલ પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

  • અમેરિકાના કેલિફોર્નિયામાં ફરી ફાયરિંગ
  • ફાયરિંગની ઘટનામાં 6 લોકોના મૃત્યુ
  • 6 મહિનાના બાળકનું પણ ફાયરિંગમાં મૃત્યુ
  • પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી

અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે બપોરે એક ઘર પર બે શખ્સોએ આડેધડ ફાયરિંગ કરતાં 6 લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં 6 મહિનાના બાળક અને તેની માતાનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓએ આ હુમલાની અને મૃત્યુના આંકડાની પુષ્ટિ કરી છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "ગીર સોમનાથ કોડીનારમાં બે ગેંગ  વચ્ચે જૂની અદાવતને લઇને થયું ફાયરિંગ , ત્રણ રાઉન્ડ ખાનગી ફાયરિંગ થતાં 3  લોકો ઘાયલ ...

એક ઘર પર આડેધડ ફાયરિંગ કર્યું
પોલીસે આને ટાર્ગેટેડ એટેક ગણાવ્યો છે. હુમલામાં સંડોવાયેલી ટોળકી ડ્રગ્સ કે ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસનું કહેવું છે કે સોમવારે કેલિફોર્નિયાના જોકિન વેલીમાં આવેલા તુલારે સૈન શહેરમાં બે શખ્સોએ એક ઘર પર હુમલો કર્યો હતો અને અંધાધૂધ ગોળીઓ ચલાવી હતી.

પોલીસ આવી ત્યાં સુધીમાં ફરાર થઈ ગયા હતા બદમાશો 
પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળતા જ પોલીસની ટીમ 7 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ પહોંચી ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને મૃતદેહ પડ્યા હતા. પોલીસે કહ્યું કે, અમને છ મૃતદેહ મળ્યા છે. બનાવ ખૂબ જ દુઃખદ છે. અમને સ્થળ પરથી 6 મહિનાના બાળક અને તેની માતાનો મૃતદેહ પણ મળ્યો છે. બંનેને માથામાં ગોળી વાગી હતી.

પ્લાનિંગ સાથે પરિવારને કરાયો ટાર્ગેટ
પોલીસે જણાવ્યું કે, હુમલામાં બે લોકો કોઈક રીતે બિલ્ડિંગની અંદર છુપાઈને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો ડ્રગ્સ સાથે સંબંધિત લાગી રહ્યો છે. જે રીતે ગોળીઓ ચલાવવામાં આવી છે અને લોકોને નિશાન બનાવીને માતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ટાર્ગેટ કિલિંગ છે અને પ્લાનિંગ સાથે આખા પરિવારને નિશાન બનાવવામાં આવ્યો છે.

એક અઠવાડિયા પહેલા નાર્કોટિક્સ વિભાગે પાડ્યો હતો દરોડો
પોલીસનું કહેવું છે કે આ કેસમાં ડ્રગ્સનો એંગલ એટલા માટે છે કારણ કે જે ઘર પર હુમલો થયો છે, તે ઘર પર એક અઠવાડિયા પહેલા નાર્કોટિક્સ વિભાગે દરોડો પાડ્યો હતો અને તપાસ કરી હતી. આવી સ્થિતિમાં શક્ય છે કે હુમલાખોર ગેંગ અહીંથી પુરાવાનો નાશ કરવા માંગતી હોય. તેણે આ જ હેતુથી હુમલો કર્યો હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. પોલીસ હાલ તમામ એંગલથી તપાસ કરી રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ