બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / 5359 crore in Vadodara, 3370 crore in Kutch, 2800 crore in Morbi.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ / વાઇબ્રન્ટ ગુજરાત : વડોદરામાં 5359 કરોડ, કચ્છમાં 3370 કરોડ, તો મોરબીમાં 2800 કરોડના MoU, આ ઉદ્યોગમાં મોટાપાયે રોકાણ

Vishal Khamar

Last Updated: 02:45 PM, 3 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનાં વરદ હસ્તે ગાંધીધામ ખાતે ભવ્ય શુભારંભ થયો હતો. વડાપ્રધાનના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે. ત્યારે કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે.

  • વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો ગાંધીધામ ખાતે ભવ્ય શુભારંભ
  • વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ 139 MSME એકસો સાથે રૂા. 3370 કરોડનાં એમઓયુ
  • કચ્છમાં ભૂકંપ બાદ ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું

 

  • કચ્છ વાઈબ્રન્ટ 

આજરોજ કચ્છના ગાંધીધામ ખાતે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T - ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને પોલીસીનું સરળીકરણ છે. 

રાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છમાં સરકારના પ્રયાસોના લીધે અનેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી, ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, સિંગલ વિન્ડો સર્ટિફિકેશન, પોર્ટનો વિકાસ વગેરે સરળીકરણના લીધે કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે. વડાપ્રધાનના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે અને દેશમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે. 

વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે વાત કરતાં રાજ્યમંત્રીએ જણાવ્યું કે, આજે ગાંધીધામ ખાતે રાજ્યકક્ષાની વાઈબ્રન્ટ ઈવેન્ટ યોજાય રહી હોય એવી તૈયારીઓ છે. કોઈપણ દેશ એક રાજ્ય સાથે MoU કરે તે અકલ્પનીય ઘટના વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી શક્ય બની છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.૧,૪૦,૦૦૦ કરોડ સુધી પહોંચ્યું છે. 

અનેક વિપદામાંથી બેઠા થયેલા કચ્છના લોકોની ખુમારીને બિરદાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું કે, કચ્છી માડુઓના ખમીર અને સરકારના વિઝન થકી જ કચ્છને ફરીથી ધમધમતું બનાવ્યું છે. વાઈબ્રન્ટ કચ્છના ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર - ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપતા રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉદ્યોગ સાહસિકોને કચ્છમાં મહત્તમ રોકાણ કરવા માટે અનુરોધ કર્યો હતો. 

દીનદયાળ પોર્ટના ચેરમેન એસ.કે.મહેતાએ જણાવ્યું હતું કે, કચ્છમાં આજે અનેક ઉદ્યોગો કાર્યરત છે. મહેતાએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની સફળતાની ઉજવણી કરી રહી છે ત્યારે દીનદયાળ પોર્ટ સરકારશ્રીની સાથે છે. કચ્છ જિલ્લાને સંભાવનાઓનો જિલ્લો ગણાવીને તેઓએ કહ્યું કે, દીનદયાળ પોર્ટ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા પ્રયાસરત છે. 

  • વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા

વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં ૧૬૦ જેટલા વેન્ડરો સહભાગી થયા હતા. 

આગામી જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધમાં વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા એકમો દ્વારા રાજ્ય સરકારના વિવિધ સંસ્થાઓ સાથે રૂ. ૫૩૫૯ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા. આ રોકાણથી વડોદરામાં આગામી દિવસોમાં ૫૦ હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉભી થવાની ધારણા છે. 

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી શરૂ કરવામાં આવેલા વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઉદ્યમીઓને નવું બળ મળ્યું છે અને તેના પરિણામે ઔદ્યોગિક વિકાસ થતાં રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતની કાયાપલટ થઇ છે. 

તેમણે એમ પણ ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આ વખતના વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને વધુ વ્યાપક બનાવી તમામ જિલ્લામાં લઇ જવામાં આવ્યો છે. જેમાં ડાંગથી લઇ દાંતા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોમાં મૂડી રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે. સાથે, જે તે જિલ્લાની એક પ્રોડક્ટને પણ પ્રોજેક્ટ કરવામાં આવી છે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાની પારાસિટામોલ ટેબ્લેટને સમાવવામાં આવી છે.

  • વાઇબ્રન્ટ 'ગુજરાત વાઇબ્રન્ટ મોરબી

મોરબી ખાતે તારીખ ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ હેતુ મોરબીમાં સાર્થક થયો છે. વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જ્યાં આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

રાજ્ય કક્ષાએ યોજાતા વાઇબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટ પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે. મોરબી સિરામિક, ઘડિયાળ સહિતના મોટા ઉદ્યોગોનો જિલ્લો છે ત્યારે મોરબીમાં વિવિધ રોકાણો લાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ હેઠળ વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમના ભાગરૂપે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ. સહિત ૨૮૦૦ કરોડના ૯૧ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ