બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / 5 months pregnant aashka goradia did prenatal yoga share video

International Yoga Day 2023 / આને કહેવાય ફિટનેસ: પ્રેગ્નેન્સીને 5 મહિના છતાં ટીવી એક્ટ્રેસ આશકા ગોરાડિયાએ કર્યા ગજબ યોગા, ફેન્સ પણ VIDEO જોઇ ચકિત

Bijal Vyas

Last Updated: 03:17 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી અભિનેત્રી આશકા ગોરાડિયા 5 મહિનાની ગર્ભવતી છે. અભિનેત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પ્રિનેટલ યોગ કરતા તેનો વીડિયો શેર કર્યો છે.

  • આશકા ગોરાડિયા  5 મહિનાની ગર્ભવતી છે
  • અભિનેત્રીના પતિએ કર્યા વખાણ 
  • પ્રિનેટલ યોગને પ્રોત્સાહન આપે છે આશકા

International Yoga Day 2023: થોડા મહિના પહેલા આશકા ગોરાડિયાએ તેના પતિ બ્રેન્ટ ગોબલ સાથે તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. અભિનેત્રીની ડ્યૂ ડેટ નવેમ્બરમાં છે. હાલમાં એક્ટ્રેસ પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. ત્યારે યોગ પ્રેમી આશકા ગોરાડિયા તેના ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન પણ સ્વસ્થ રહેવા માટે તેના વર્કઆઉટ સત્રો ચાલુ રાખે છે. આજે જ્યારે આખી દુનિયામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આશકાએ ઈન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સી દરમિયાન યોગ કરતો એક વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે અભિનેત્રીએ તેની 18 સપ્તાહની પ્રેગ્નન્સી વિશે પણ વાત કરી છે.

આશકા ગોરાડિયાએ કર્યો પ્રિનેટલ યોગા
આશકા ગોરાડિયા 5 મહિનાની ગર્ભવતી છે અને આ દરમિયાન પણ તે જોરદાર રીતે યોગ કરી રહી છે. તેના લેટેસ્ટ વીડિયોમાં તે પ્રિનેટલ યોગ કરતી જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન તેના પતિ અને ગોવાના ટ્રેન્ડ યોગા પ્રશિક્ષક બ્રેન્ટ ગોબલ તેને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. વીડિયોમાં, આશકા ગોરાડિયા બેક બેન્ડ્સ, ફોરવર્ડ બેન્ડ્સ, પુશ અપ્સ કરતી જોઈ શકાય છે. બ્રેન્ટ ગોબલ તેની સતત મદદ કરતો જોઈ શકાય છે. જ્યારે આશકાએ વીડિયો પોસ્ટ કરવાની સાથે તેના પતિના સમર્થન માટે એક પ્રશંસનીય પોસ્ટ પણ લખી છે.

આશકાના પતિએ પોસ્ટમાં લખ્યા વખાણ 
પોસ્ટમાં આશકાએ લખ્યું છે કે તે તેનો માર્ગદર્શક છે અને તેની હાજરી તેને ઘણી શાંતિઆપે છે. તેણીએ આગળ લખ્યું, "સૌમ્ય સ્ટ્રેચ, શાંત શ્વાસ અને પ્રસૂતિ પહેલા યોગની માઇન્ડફુલ હિલચાલ દ્વારા, હું મારા શરીરમાં થઈ રહેલા ફેરફારો અને મારી અંદર વધી રહેલા ચમત્કાર સાથે જોડું છું. મારા પતિએ આ પ્રવાસમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. આશકાએ આભાર વ્યક્ત કરતી વખતે લખ્યું, "હું ખૂબ જ નસીબદાર છું કે મારા પતિ બ્રેન્ટ મને પ્રેમ કરવા માટે આ મુશ્કેલ સમયમાં મારી સાથે છે. બીજી તરફ, ચાહકો આશકાની આ પોસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

પ્રિનેટલ યોગને પ્રોત્સાહન આપે છે આશકા
ઉલ્લેખનીય છે કે આશકા ગોરાડિયા પ્રિનેટલ યોગ (પ્રેનેટલ યોગ)નો પ્રચાર કરી રહી છે અને અન્ય મહિલાઓને પણ તે કરવા માટે પ્રેરિત કરી રહી છે. અગાઉ, અભિનેત્રીએ તેણીના પતિ બ્રેન્ટ ગોબલની મદદથી સૂર્યનમસ્કાર કરતી હોવાનો એક વીડિયો શેર કર્યો હતો. તે ખરેખર ખૂબ જ અદભૂત હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ