બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 5 days of scorching heat forecast in Gujarat

હવામાન / ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમીની આગાહી, આ મોટા શહેરમાં ત્રણ દિવસ માટે ઓરેન્જ ઍલર્ટ, 44 ડિગ્રીને પાર જશે પારો

Malay

Last Updated: 03:53 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Extreme heat forecast: રાજ્યમાં 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

 

  • રાજ્યમાં કાળઝાળ ગરમી
  • 5 દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત
  • અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી

ગુજરાતભરમાં હવે ઉનાળાની કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે. અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ક્યારેક કમોસમી વરસાદ પડતો તો આંશિક વાદળછાયા વાતાવરણના કારણે ગરમીની તીવ્રતાની અસર ઓછી રહેતી હતી, પરંતુ હવે આ પ્રકારનું વિષમ હવામાન દૂર થતાં સૂર્યનારાયણ સવારથી જ આકાશમાંથી અગનગોળા ઝીંકી રહ્યા છે. પરિણામે ગરમીના આધારે વિવિધ પ્રકારના એલર્ટ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.

ગરમી માટે તૈયાર રહો હવે બેવડી સિઝનનો અનુભવ થશે,વેસ્ટર્ન ડિસ્ટર્બસ જતા હવે  તાપમાનમાં વધારો થશે | Be prepared for the heat now will experience a double  season, the temperature ...

5 દિવસ કાળઝાળ ગરમી પડશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. તાપમાનમાં હજુ પણ 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તો અમદાવાદમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાથી કાળઝાળ ગરમી યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં 42થી 44 ડિગ્રી સુધી તાપમાન ઉચકાવાની શક્યતા છે. અમદાવાદમાં આજે 43થી 44 ડિગ્રી સુધી ગરમીનો પારો જઈ શકે છે. 

તાપમાનમાં નહીં થાય કોઈ ઘટાડોઃ ડૉ મનોરમા મોહંતી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસમાં તાપમાનમાં ઘટાડો નહીં થાય પણ 1થી 2 ડિગ્રી વધી શકે છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમ પવન આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં છુટાછવાયા વિસ્તારોમાં આજે હિટવેવની આગાહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન 42થી 43 ડિગ્રી રહેશે.

તેમણે જણાવ્યું છે કે, આગામી 4-5 દિવસ રાજ્યના તમામ વિસ્તારમાં ગરમીનો પારો આજ મુજબ રહેશે. આજે અમદાવાદમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેશે. સામાન્ય કરતા 4થી 5 ડિગ્રીનો તફાવત હોય તો હિટવેવની ચેતવણી અપાય છે. જ્યારે ગરમીનું પ્રમાણ 43થી 45 ડિગ્રીની વચ્ચે થાય ત્યારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. 

ઉનાળો આકરો હશે.! 122 વર્ષ બાદ સૌથી વધુ ગરમી ફેબ્રુઆરીમાં પડી, હવામાન  વિભાગની આગાહી ત્રાહિમામ પોકારી એવી | Summer will be hot! Hottest February  in 122 years, defies Met ...

ઠંડા પીણાંનો કરવો જોઈએ ઉપયોગ
ઓરેન્જ એલર્ટથી બચવા માટેના કેટલાક ઉપાયો વિશે વાત કરીએ તો આ દિવસોમાં લોકોએ વધુ પ્રમાણામં પ્રવાહી, છાશ, શેરડીનો રસ જેવા પ્રવાહી પીણાંનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ગરમીના કારણે શરીરમાં થતાં ડિહાઈડ્રેશન સામે રક્ષણ મળશે. લાંબો સમય તડકામાં નહીં રહેવું જોઈએ તેવી ભલામણ પણ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવી છે. તેમજ આ દિવસોમાં હળવા રંગના કપડા પહેરવાની સલાહ પણ અપાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ