બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 41 thousand women are missing from Gujarat! Gujarat Police made a big blast by tweeting

સ્પષ્ટતા / 'માહિતી અધૂરી અને ગેરમાર્ગે દોરનારી', શું ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ છે ગુમ! આખરે શું છે સત્ય? ગુજરાત પોલીસનો ખુલાસો

Malay

Last Updated: 09:54 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Explanation of Gujarat Police: છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 41 હજારથી વધુ મહિલાઓના ગુમ થવાને લઈને પ્રકાશિત થયેલા સમાચારો મામલે ગુજરાત પોલીસે મોટો ધડાકો કર્યો છે. ગુજરાત પોલીસે જણાવ્યું છે કે, આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારી છે.

 

  • ગુજરાતમાંથી 41 હજાર મહિલાઓ ગુમ થઈ!
  • ગુજરાત પોલીસે ટ્વિટ કરીને કર્યો મોટો ધડાકો
  • 39,497 મહિલાઓને પરત મળી આવી છેઃ ગુજરાત પોલીસ

ગુજરાતમાં એક સમાચારે ભારે ચર્ચા જગાવી દીધી છે. અમુક સમાચાર માધ્યમોમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઈ ગઈ છે. આ સમાચાર પ્રકાશિત થયા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે વિરોધ પક્ષો ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.  ભાજપની સરકાર સામે કાયદો વ્યવસ્થા મામલે સવાલો ઉઠી રહ્યા છે.  જોકે, હવે ગુજરાત પોલીસે આ મામલે મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ માહિતી અધુરી અને ગેરમાર્ગે દોરનારી છે. 

ગુજરાત પોલીસે કર્યો ખુલાસો
ગુજરાત પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, 'હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ 2016-2020માં ગુજરાતમાંથી 41,621 મહિલાઓ ગુમ થયેલ હતી.'

 

આ સમાચાર અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છેઃ ગુજરાત પોલીસ 
ગુજરાત પોલીસે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, 'પરંતુ આ પૈકી 39,497 મહિલાઓને (94.90%) પરત મળી આવેલ છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે, જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.'

શું છે સમગ્ર મામલો?
કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવતા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCRB)એ ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓના આંકડા જાહેર કર્યાં હતા. જે મુજબ રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 41 હજારથી વધુ મહિલાઓ ગુમ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.  NCRBના આંકડા અનુસાર, 2016માં 7,105 મહિલાઓ,  2017માં 7,712, 2018માં 9,246 અને  2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. 2020માં 8290 મહિલા ગુમ થઈ હોવાનું નોંધાયું છે. પાંચ વર્ષમાં કુલ સંખ્યા 41,621 મહિલા ગુમ થઈ છે. 

એક રિપોર્ટ અનુસાર, આ મામલે પૂર્વ IPS અધિકારી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના સભ્ય સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે, 'કેટલાક કિસ્સાઓમાં મે એવું જોયું છે કે ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓને અન્ય રાજ્યમાં મોકલીને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે. પોલીસ તંત્રની સમસ્યા એ છે કે તે ગુમ થવાના કેસોને ગંભીરતાથી લેતી નથી. 'તો ડો.રાજન પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, કાર્યકાળ દરમિયાન મારા અનુભવમાં આવ્યું છે કે મોટાભાગની ગુમ થયેલી મહિલાઓને ગેરકાયદે માનવ તસ્કરી સાથે સંકળાયેલી ટોળકી દ્વારા ઉપાડી લેવામાં આવે છે, જેઓ તેમને અન્ય રાજ્યમાં લઈ જાય છે અને વેચે છે. ગુમ થયેલી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોએ આંકડા જાહેર કર્યા બાદ  ભાજપની સરકાર સામે કાયદો વ્યવસ્થા મામલે સવાલો ઉઠ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વિટ કરીને  આકરા પ્રહારો કર્યા હતા.  તેમણે લખ્યું હતું કે, 'ગુજરાતની અસ્મિતાની વાતો કરનારી ભાજપ સરકાર જવાબ આપો, આટલી મોટી સંખ્યામાં મહીલાઓ ક્યાં ગાયબ થઈ ગઇ? શું આ છે ભાજપ સરકારનું મહિલા સશક્તિકરણ? ગુજરાતમાં 5 વર્ષની અંદર 40 હજારથી વધુ મહિલા ગુમ, NCRBના આંકડામાં થયો ખુલાસો: ભાજપ મૌન કેમ?' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ