બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / 38 lakh reward in Maharashtra for killing 3 Naxalite commanders

કાર્યવાહી / મહારાષ્ટ્રમાં સુરક્ષાદળોને મોટી સફળતા: 38 લાખના ઇનામી 3 નક્સલી ઠાર, કમાન્ડરનું પણ કોકડું વાળી દીધું

Priyakant

Last Updated: 11:44 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadchiroli Naxal Encounter News: નક્સલીઓના પેરીમીલી અને અહેરી દલમના સભ્યો માને રાજારામ અને પેરીમીલી સશસ્ત્ર ચોકી વચ્ચેના જંગલ વિસ્તારમાં કેમ્પ કરી રહ્યાની બાતમી મળી અને.......

  • મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ અગ્રણી નક્સલવાદીઓને ઠાર
  • ગઢચિરોલી જિલ્લાના કેદમારા જંગલમાં થઈ હતી અથડામણ
  • અથડામણમાં દલમ કમાન્ડર સહિત ત્રણ માઓવાદીઓ ઠાર 
  • માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 38 લાખ રૂપિયાનું હતું ઈનામ 

મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટરમાં ત્રણ અગ્રણી નક્સલવાદીઓને ઠાર કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રવિવારે ગઢચિરોલી જિલ્લાના કેદમારા જંગલમાં પોલીસ સાથેની અથડામણમાં દલમ કમાન્ડર સહિત ત્રણ માઓવાદીઓ ઠાર કરી પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. નોંધનીય છે કે, માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 38 લાખ રૂપિયાનું ઈનામ હતું.

ગઢચિરોલીના પોલીસ અધિક્ષક (SP) નીલોત્પલે જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે, નક્સલીઓના પેરીમીલી અને અહેરી દલમના સભ્યો માને રાજારામ અને પેરીમીલી સશસ્ત્ર ચોકી વચ્ચેના જંગલ વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે. માહિતી બાદ પોલીસના C-60 ફોર્સના બે યુનિટને પ્રહિતાથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.

સર્ચ ઓપરેશન અને પછી ગોળીબાર 
આ તરફ પોલીસના C-60 ફોર્સ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન માઓવાદીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળેથી ત્રણ નક્સલીઓના મૃતદેહો, હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે.

પેરિમિલી દલમના કમાન્ડર બિટલુ મડાવી પણ ઠાર 
પ્રાથમિક તપાસ મુજબ મૃતકોમાંથી એકની ઓળખ પેરિમિલી દલમના કમાન્ડર બિટલુ મડાવી તરીકે થઈ છે. જ્યારે અન્ય બે લોકોની ઓળખ પેરીમીલી દલમના વાસુ અને અહેરી દલમના શ્રીકાંત તરીકે થઈ છે. મડાવી વિદ્યાર્થી સાઈનાથ નરોટેની હત્યા તેમજ આગચંપીનાં બે બનાવોમાં મુખ્ય આરોપી હતો.

છત્તીસગઢમાં થયો હતો મોટો નક્સલી હુમલો 
નોંધનીય છે કે, ગત મહિનાના અંતિમ સપ્તાહમાં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો. જેમાં 10 જવાનોએ બલિદાન આપ્યું હતું. ત્યારે નક્સલવાદીઓએ રસ્તા પર 50 કિલો આરડીએક્સ છુપાવી દીધું હતું. સુરક્ષાકર્મીઓનું વાહન ત્યાંથી પસાર થતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ