બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / સુરત / 32 community leaders geared up to amend the Love Marriage Act

વિરોધના સૂર / લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજના અગ્રણીઓએ કમર કસી, માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

Vishal Khamar

Last Updated: 09:54 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ખાતે સર્વ સમાજની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં 32 સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં દીકરીઓ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. જેમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા માંગ કરવામાં આવી છે.

  • સરદાર પટેલ સેવા દળની આગેવાનીમાં સુરત ખાતે સર્વ સમાજની બેઠક મળી
  • બેઠકમાં ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા 
  • બેઠકમાં મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કરશે

સરદાર પટેલ સેવા દળની આગેવાની સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી હતી. કમિટીની રચના બાદ ૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી રૂબરૂ મળી લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત કરશે. નિકાલ નહિ આવે તો સર્વ સમાજને સાથે રાખીને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી.

લવ મેરેજ એક્ટ માં સુધારા કરવામાં આવે 

સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટ માં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી.  SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. 

પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજીયાત સહી માટે માંગણી

SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ સેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે.  જેમાં જે તે ગામમાં સ્થળે જ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જે તે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજીયાત સહી માટે માંગણી કરવામાં આવી છે. 

વિવિધ સમાજ દ્વારા એકસુરે સહમતી દર્શાવી

લાલજી પટેલ સહિત કરણી સેનાના રાજ શેખવત  સહિતના વિવિધ સમાજ દ્વારા એકસુરે સહમતી દર્શાવી હતી કે માંગ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી ઉચ્ચારી છે. દીકરી લગ્ન કરે તેનો વાંધો નથી. પરંતુ દીકરી માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે. ભૂતકાળ માં પણ કાયદાના સુધારો કરવાના આવ્યો છે. અમે પ્રેમલગ્નના વિરોધી નથી પણ અમે દીકરી ખોટી વ્યક્તિને પસંદ કરે એના વિરોધી કરી રહ્યા હોવાનું જણાવ્યા હતું. મીડિયા સંબંધતા વિગતો આપી હતી કે 4130 જેટલા ખોટા લગ્નો થયા છે. અને જેને લઈ ને આજે દરેક સમાજના લોકોએ ચિંતા કરી છે. કમિટી દ્વારા મુખ્યમંત્રી અને કાયદામંત્રીને  મળીશે. કમિટી નક્કી કરશેએ રીતે આંદોલન કરાશે, 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશે. 26 સાંસદો ને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈને દિલ્હી સુધી માંગ પહોંચાડી શકાય. 

સર્વ સમાજની યોજાયેલ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ,આહીર સમાજ,પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ,આદિવાસી સમાજ સહિત વિવિધ ૩૨ સમાજના અગ્રણીઓ રહ્યા હાજર હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ