કોઈ પણ અન્ય મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તમે 500 રૂપિયામાં શરૂઆતી રોકાણ કરી શકો છો. જ્યારે વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી.
રોકાણ માટે બેસ્ટ છે આ ઓપ્શન્સ
80 C હેઠળ ટેક્સમાં છૂટનો ફાયદો પણ મળશે
જાણો વધુ માહિતી વિશે
મોટાભાગના લોકોને એ જાણ નથી હોતી કે તે મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી 80C બેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકે છે. ઈક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ELSS) મ્યુચ્યુઅલ ફંડ (Mutual funds)ની એવી જ એક ખાસ કેટેગરી છે. જેમાં રોકાણ કરવા પર તમને 80 C હેઠળ ટેક્સમાં છૂટનો ફાયદો મળે છે. પરંતુ 80 C હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધીના ટેક્સમાં છૂટ માટે ઉપલબ્ધ વિવિધ વિકલ્પો જેવા કે લાઈફ ઈન્શ્યોરન્સ, પીપીએફ, એનએસસી, સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, બેન્ક/ પોસ્ટ ઓફિસ એફડી, એનપીએસ, યુલિપ વગેરેની વચ્ચે ઈએલએલએસ એકલો જ વિકલ્પ છે. જેમાં લગભગ સંપૂર્ણ રોકાણ/ એક્સપોઝર ઈક્વિટીમાં હોય છે.
બાકીના બે વિકલ્પ અનપીએસ અને યુલિપમાં ઈક્વિટીમાં મર્યાદિત એક્સપોઝર છે. માટે જો તમે ઈચ્છો છો કે ટેક્સમાં છૂટની સાથે સાથે લાંબા ટર્મમાં ઈક્વિટીમાં રોકાણથી સારૂ રિટર્ન પણ મળે તો ઈએલએસએસ એક સારો વિકલ્પ થઈ શકે છે. એવા લોકો જેમણે અત્યાર સુધી ઈક્વિટીમાં રોકાણ નથી કર્યું. તેમના માટે તો આ ઈક્વિટીમાં રોકાણ શરૂ કરવાનો સારો વિકલ્પ છે. પરંતુ ઈએલએસએસમાં રોકાણ પહેલા અમુક વાતોને જાણી લેવી જરૂરી છે.
ELSS શું છે?
ELSS એક ડાઈવર્સિફાઈડ મેલ્ટીકેપ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. જેમાં ફંડ મેનેજર તમારી રકમને અલગ અલગ સાઈઝની કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. કોઈ પણ અન્ય મ્યુચ્યુઅલ ફંડની રીતે તમે 500 રૂપિયાથી તેમાં શરૂઆતી રોકાણ કરી શકો છો. જ્યારે વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી. પરંતુ ધ્યાન રહે કે એક નાણાકીય વર્ષમાં 80C હેઠળ ટેક્સમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ જ મળશે.
લોક-ઈન પીરિયડ
અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હેઠળ તેને જ્યારે ઈચ્છો રેડીમ એટલે કે બંધ ન કરી શકો. ઈએલએસએસનું જરૂરી લોક-ઈન પીરિયડ 3 વર્ષ છે. મતલબ કે તમે ત્રણ વર્ષથી પહેલા આ સ્કીમમાંથી ન નિકળી શકો. પરંતુ રોકાણ માટે તે દરેક વિકલ્પો જેના પર 80C હેઠળ ઈનકમ ટેક્સમાં છૂટ મળે છે. તેની તુલનામાં ઈએલએસએસનું લોક ઈન પીરિયડ સૌથી ઓછું છે. ઉદાહરણ તરીકે પીપીએફનું લોક ઈન પીરિયડ 15 વર્ષ જ્યારે એનએસસી, સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, બેન્ક/ પોસ્ટ ઓફિસ એફડી, યુલિપનું 5 વર્ષ છે. જ્યારે એનપીએસ તો ખાસકરીને રિટાયરમેન્ટ માટે છે. લોક ઈન પીરિયડ બાદ પણ તમે તેમાં રોકાણ ચાલું રાખી શકો છો.
કેટલો ટેક્સ લાગે છે?
ELSS એક ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે કારણ કે આ સ્કીમમાં ઓછામાં ઓછા 65 ટકા રોકાણ ઈક્વિટીમાં થાય છે. અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હેઠળ આ સ્કીમમાં પણ રોકાણના બે પ્લાન ગ્રોથ અને ડિવિડન્ડમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ છે. ગ્રોથ પ્લાનમાં રિટર્ન સ્કીમની વચ્ચે નથી મળતું. એટલે કે રિટર્ન રિડમ્શન પહેલા નથી.પરંતુ જરૂરી લોક ઈન પીરિયડ બાદ 1 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક રિટર્ન પર 10 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સની જોગવાઈ છે.
જો તમે ડિવિડન્ડ પ્લાન લો છો તો તમારા રોકાણના સમયગાળા દરમિયાન જે રિટર્ન ડિવિડન્ડના રૂપમાં મળે છે તે તમારા વાર્ષિક ઈનકમમાં જોડાઈ જશે અને તમારા ટેક્સ સ્લેબના હિસાબથી તેના પર રકમ પર ટેક્સ ચુકવવાનો હોય છે.