બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

VTV / ગુજરાત / 25 percent hike in ST bus fares in state road transport

મોંઘવારીનો માર / ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી: ભાડામાં તોતિંગ વધારો ઝીંકાતા 10 લાખ મુસાફરોને સીધી અસર, જાણો કયા રૂટની કેટલી ટિકિટ

Dinesh

Last Updated: 10:45 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે

  • મધ્યમ વર્ગને મુસાફરીમાં મોંઘવારી
  • એસ ટી બસના ભાડામાં 25 ટકાનો વધારો
  • અમદાવાદ-રાજકોટનું જૂનુ ભાડું રૂ. 137 જ્યારે નવું 171 રૂપિયા

રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી બની છે અને સરકારી બસમાં મુસાફરી કરવી હશે તો મોંઘવારીના કડવા ઘૂંટને અમૃત સમજી ઉતારવો પડશે. ગઈ કાલે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટે કરેલી જાહેરાત મુજબ લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં કોચની બસોમાં વધારો કર્યો છે.

મુસાફરીમાં મોંઘવારીનો ડામ
લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસા ભાડુ હતું જેની જગ્યાએ હવે 80 પૈસા કરવામાં આવ્યા છે. જ્યારે એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટર 68 પૈસા જૂનો ભાડુ હતું જે વધારી હવે 85 પૈસા કરવામાં આવ્યા છે અને નોન AC સ્લીપર કોચમાં પ્રતિકિલોમીટર 62 પૈસાની જગ્યાએ હવે 77 પૈસા કરાયા છે. સાથો સાથ ગુજરાત વાહન વ્યવહાર વિભાગે એવો પણ દાવો કર્યો છે કે, 2014 બાદ પ્રથમવાર આ વધારો કરવામા આવ્યો છે અને જે અન્ય રાજ્યની સરખામણીમાં ઓછો છે. 

કેટલો બોઝ વધ્યો
સરકારી એક્સપ્રેસ બસના જૂના-નવામાં ભાડામાં કેટલો તફાવત રહે છે તે તપાસીએ. જેમાં ઉદાહરણ તરીકે રાજકોટની વાત કરીએ તો તે અમદાવાદથી લગભગ 215 કિમી અંતરે આવેલું છે જેના જૂના ભાડામાં મુસાફરને 147 રૂપિયા ભાડું આપવુ પડતું હતુ જ્યારે હવે તેને લગભગ 183 રૂપિયા ચુકવવા પડશે. લોકલ બસ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો એટલે કે લગભગ 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. તેમજ ભાડા વધારાને કારણે દૈનિક લગભગ 24 લાખ લોકોને અસર થશે

  • એક્સપ્રેસ બસના ભાડાનો તફાવત જાણીએ

રૂટ જૂનુ ભાડું - રૂપિયા નવું ભાડું - રૂપિયા (અંદાજે)
અમદાવાદ - વડોદરા 98 124
અમદાવાદ - સુરત 156 193
અમદાવાદ - રાજકોટ 137 171
અમદાવાદ - અંબાજી 120 150
અમદાવાદ - પાનપુર 106 133
અમદાવાદ - દાહોદ 150 186
અમદાવાદ - સુરેન્દ્રનગર 97 121
અમદાવાદ - ભૂજ 200 250
અમદાવાદ - વલસાજ 215 269

'2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી'
રાજ્ય માર્ગ વાહન વ્યવહારની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, એસ.ટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.જેમાં ભાડા વધારાની મુખ્ય બાબતો જણાવી છે કે, વર્ષ –2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ