બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / વડોદરા / 24 CCTV cameras installed for safety at 6 spots of Atal Bridge in Vadodara

એક્શન / વડોદરાવાસીઓ સાવધાન! હવેથી શહેરના આ બ્રિજ પરથી પસાર થાઓ તો જરા વ્હીકલની સ્પીડને કંટ્રોલમાં રાખજો

Malay

Last Updated: 03:38 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરાના અટલ બ્રિજના 6 સ્પોટ પર સલામતી માટે લગાવાયા 24 CCTV કેમેરા, સિટી કમાન્ડ સેન્ટરથી કરવામાં આવશે CCTVનું મોનિટરિંગ

  • રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ પર લાગ્યા સીસીટીવી
  • વડોદરાના અટલ બ્રિજ પર લાગ્યા 24 સીસીટીવી કેમેરા
  • બ્રિજ પર 30 કિમીની સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી

Vadodara News: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત જુલાઈ મહિનામાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાંથી વડોદરા મહાનગરપાલિકાએ બોધપાઠ લીધો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ પર CCTV લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત અટલ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. 

સિટી કમાન્ડ સેન્ટરથી કરાશે મોનિટરિંગ
વડોદરાના અટલ બ્રિજ પર સલામતી માટે 6 સ્પોટ પર 24 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.  અટલ બ્રિજ પર 24 CCTV કેમેરા લગાવીને બ્રિજને શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવ્યો છે. આ CCTV કેમેરાનું મોનિટરિંગ સિટી કમાન્ડ સેન્ટર ખાતેથી કરવામાં આવશે. 

30 કિમીની સ્પીડ લિમિટ નક્કી કરાઈ
આ સાથે જ અટલ બ્રિજ પર 30 કિમીની સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે. એટલું જ નહીં વડોદરા શહેરના પંડ્યા બ્રિજ, ફતેહગંજ બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, નવા યાર્ડ બ્રિજ, સોમા તળાવ દંતેશ્વર બ્રિજ સહિતના બ્રિજ પર CCTV કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. 

200 કરોડના ખર્ચે તૈયાર કરાયો હતો અટલ બ્રિજ 
આપને જણાવી દઈએ કે, વડોદરાનો અટલ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ છે. શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને રાજ્ય સરકારની સહાયથી આશરે  200 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબો બ્રિજ બનાવ્યો છે. જેનું લોકાર્પણ ગયા વર્ષે જ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને તૈયાર થવામાં લગભગ 8 મહિનાનો સમય લાગ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ