બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 23 villages alert due to overflow of Jooj and Kelia dams due to heavy rains in Navsari
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં હાલ વરસાદના વિરામ છતાં શહેરમાં પૂરાના પાણી ઓસર્યા નથી. નદીઓમાં પૂર કારણે નવસારી શહેરના મોટાભાગના વિસ્તારો હજી પણ પાણીમાં ગરકાવ છે. જો કે, આજ સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. બીજી તરફ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવતાં નવસારી વાસીઓની ચિંતા હજી ટળી નથી. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસો સુધી સતત ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની જીવા દોરી સમાન જૂજ અને કેમિયા ડેમ ઓવરફ્લો થયા હતાં. જેને લઈને તંત્ર દ્વારા 23થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
વાંસદા, ગણદેવી, ખેરગામના 23 ગામોને એલર્ટ કરાયા
નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ સુધી સતત વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકાર બની જવા પામ્યો છે. બીજી તરફ નવસારી જિલ્લાનો ભારે વરસાદના કારણે જિલ્લાનો જૂજ અને કેલિયા ડેમ ઓવરફલૉ થયો છે. જેના વપગલે વહીવટીતંત્રએ કેચમેન્ટ વિસ્તારો સહિત વાંસદા, ગણદેવી, ખેરગામના 23 ગામોને એલર્ટ કરવામાં મહત્વનું છે કે, જૂજ અને કેલિયા ડેમ 100% ભરાતા જૂજ ડેમમાંથી 84.65 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે કેલિયા ડેમમાંથી 743 ક્યુસેક પાણી કાવેરી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ હાલ જૂજ ડેમની સપાટી 167.55 મીટર છે. જ્યારે કેલીયા ડેમની સપાટી 113.50 મીટર સુધી પહોંચી જવા પામી છે
ADVERTISEMENT
પૂર્ણા નદીના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે
બીજી બાજુ રાહતની વાત એ છે કે, નવસારી શહેરમાંથી ધીમે-ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે. જો કે, ઉપરવાસમાં જો વરસાદ વધે તો ફરી મુશ્કેલી સર્જાઈ શકે છે. મહત્વનું છે કે, હજુ કેટલાક વિસ્તારમાં તંત્રએ રેસ્ક્યુ કાર્ય હાથ ધરવામાં નથી આવ્યું જેને લઈને સ્થાનીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારની સોસાયટીઓમાં હજી સુધી વરસાદી પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.