વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હવે નજીક આવી રહી છે એવામાં મેચના લગભગ 20 દિવસ પહેલા ICCએ ટેસ્ટ મેચના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
ICCએ ટેસ્ટ મેચના નિયમોમાં મોટો ફેરફાર કર્યો
આ નિયમો અમ્પાયર માટે છે પણ તેની સીધી અસર ટીમ પર પડશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નહીં રહે સોફ્ટ સિગ્નલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હવે નજીક આવી રહી છે. જણાવી દઈએ કે 7 જૂનથી WTC પોઈન્ટ ટેબલમાં નંબર એક અને બે પર આવેલ આ બે ટીમો વચ્ચે ટ્રોફી માટે ટક્કર થશે. આ સાથે જ એ વાત પણ નોંધનીય છે કે ભારતીય અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી ગઈ છે અને IPL પૂરી થતાની સાથે જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ જશે. ત્યાં ઓવલ મેદાનમાં આ શાનદાર મેચ રમાવાની છે.
ICCએ ટેસ્ટ મેચના નિયમોમાં મોટો ફેરફાર કર્યો
આ દરમિયાન મેચના લગભગ 22 દિવસ પહેલા ICCએ ટેસ્ટ મેચના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોને ફાયદો થઈ શકે છે. જો કે આ નિયમો અમ્પાયર માટે છે પણ તેની સીધી અસર ટીમ પર પડે છે.
NEWS - KL Rahul ruled out of WTC final against Australia.
Ishan Kishan named as his replacement in the squad.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નહીં હોય સોફ્ટ સિગ્નલ
એક વાત તમને જણાવી દઈએ કે અત્યાર સુધી એવું થતું કે જ્યારે બે મેદાન પરના અમ્પાયરો નિર્ણય લેવામાં અસમર્થ હોય છે, ત્યારે તેને ત્રીજા અમ્પાયર પાસે મોકલવામાં આવે છે. તેમાં ઘણા બધા નિર્ણયો સામેલ હોય છે, પછી તે ચોગ્ગા કે છગ્ગા મારવા, અથવા રન આઉટ અને કેચ થવો પણ જ્યારે ઓન-ફિલ્ડ અમ્પાયર તેને ત્રીજા અમ્પાયરને મોકલે છે ત્યારે તેને સોફ્ટ સિગ્નલ આપવો પડે છે, જેનો અર્થ છે કે તે શું અનુભવી રહ્યો છે. આ પછી થર્ડ અમ્પાયર તેની તપાસ કરે છે અને અંતિમ નિર્ણય લે છે. પણ અંહી ખાસ વાત એ છે કે ત્રીજા અમ્પાયરનો નિર્ણય મેદાન પરના અમ્પાયર દ્વારા આપવામાં આવેલા સોફ્ટ સિગ્નલની આસપાસ રહે છે અને જો થર્ડ અમ્પાયર સોફ્ટ સિગ્નલને ઉલટાવી દે છે, તો તેના માટે મજબૂત કારણ હોવું જોઈએ.
પણ હવે એક અહેવાલ બહાર પડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે હવે જ્યારે ઓન-ફિલ્ડ અમ્પાયર થર્ડ અમ્પાયરને નિર્ણય મોકલે છે ત્યારે તેને સોફ્ટ સિગ્નલ આપવાની જરૂર રહેશે નહીં. એટલે કે એ વિશે તમામ નિર્ણયો થર્ડ અમ્પાયર લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ICCની સ્પેશિયલ પેનલે આ અંગે ચર્ચા કરી અને ત્યાર બાદ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ICCનો આ નવો નિયમ 1 જૂનથી લાગુ થશે
આ સાથે જ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે એક આ નિયમ આવતા મહિને એટલે કે 1 જૂનથી બદલાશે અને તે 7 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ લાગુ થશે. આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે સૌરવ ગાંગુલીની અધ્યક્ષતાવાળી આઈસીસીની ક્રિકેટ કમિટીએ ભારત અને ઓસ્ટ્રેલિયાને આ અંગે જાણ કરી છે.
આટલું જ નહીં બીજો એક ફેરફાર પણ કરવામાં આવ્યો છે જે મુજબ જો ઓછી લાઇટને કારણે મેચમાં વિક્ષેપ આવે તો તે જ સમયે ફ્લડલાઇટનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. WTC ફાઈનલ માટે ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલમાં સ્પષ્ટ છે કે ફાઈનલ 7 થી 11 જૂન સુધી રમાશે, પરંતુ જો વરસાદના કારણે મેચમાં વિક્ષેપ આવે છે તો મેચ 12 જૂન એટલે કે રિઝર્વ ડેના રોજ યોજવામાં આવી શકે છે.