બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / બિઝનેસ / 2000 note not changed yet? So hurry, today is the last deadline, the biggest update RBI can give

તમારા કામનું / હજી 2000ની નોટ નથી બદલાવી? તો જલ્દી કરો, આજે છે લાસ્ટ ડેડલાઇન, RBI આપી શકે છે સૌથી મોટી અપડેટ

Megha

Last Updated: 10:24 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે પણ આ તારીખ પછી લોકો બેંકમાં નોટ જમા અથવા બદલી કરાવી શકતા નથી. માત્ર RBIમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકે છે.

  • 2000ની નોટને બંધ થવાને હવે બસ આજના દિવસનો સમય બચ્યો
  • 1 ઓક્ટોબરે કોઈ વ્યક્તિ પાસે 2000 રૂપિયાની નોટ હશે તો તેનું શું થશે?
  • RBI નોટ બદલવાની સમયમર્યાદા લંબાવી શકે છે.. -રિપોર્ટ 

2000 Rupees Note Exchange Last Date: 2000ની નોટને બંધ થવાને હવે બસ આજના દિવસનો સમય બચ્યો છે. એટલે કે 1 ઓક્ટોબરથી આ નોટ નહીં ચાલે. એટલે જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ હોય તો તેને આજે બદલાવી લેજો નહીંતર કાલથી તે નકામી બની શકે છે.

ભૂલતા નહીં ! 2000ની નોટને લઈને મોટું અપડેટ, બધા માટે ખૂબ કામનું, જાણી લેજો  I now this new update of rs 2000 note has come as soon as you read it

નોટો બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 
તમે તમારી નજીકની કોઈપણ બેંકમાં જઈને આ નોટો બદલી શકો છો. તમને જણાવી દઈએ કે બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. આરબીઆઈએ 19 મેના રોજ સ્પષ્ટ કર્યું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ત્યારથી લઈને અત્યાર સુધીમાં લોકોએ 2000 રૂપિયાની ઘણી નોટો બદલી છે. અત્યાર સુધી 2000 રૂપિયાની કરોડો નોટો બેંકોમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં, આ નોટો બદલવાની તમારી આ છેલ્લી તક છે.

હવે ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે જો કોઈ વ્યક્તિ પાસે 30 સપ્ટેમ્બર પછી અને 1 ઓક્ટોબર 2023થી 2000 રૂપિયાની નોટ હશે તો તેનું શું થશે?

કોરોનાને કારણે ગત વર્ષની સરખામણીએ 300 ગણી ચલણી નોટો થઈ ખરાબ, ખરાબ નોટોનો  આંકડો ચોંકાવનારો | rbi report 1lakh crore notes washed with sanitizer rs  2000 notes worth rs 35360 crore and

30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની પડી હશે તો તેનું શું થશે?
આ અંગે આરબીઆઈએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર પછી પણ 2000 રૂપિયાની બેંક નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કે આ તારીખ પછી, લોકો બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકતા નથી અને ન તો તેઓ બેંકમાંથી બદલી કરાવી શકે છે. લોકો માત્ર RBIમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 30 સપ્ટેમ્બર પછી  રૂ. 2000ની નોટો બદલાવવા જાય છે તો તેને આરબીઆઈને સ્પષ્ટપણે સમજાવવું પડશે કે તે નિર્ધારિત તારીખ સુધીમાં બદલાયેલી રૂ. 2000ની નોટ કેમ જમા કરવી નહીં. 

2,000 Currency Note: 3 વર્ષમાં 2,000 રૂપિયા વાળી 2.44 લાખ કરોડની નોટ  બજારમાંથી ગાયબ | rupees 2000 currency notes circulation declines know what  rbi says in says in its 2021 22

RBI નોટ બદલવાની સમયમર્યાદા લંબાવી શકે છે.. 
એક રિપોર્ટ અનુસાર, RBI રૂ. 2000ની નોટ બદલવાની સમયમર્યાદા 31 ઓક્ટોબર સુધી લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે RBI 24000 કરોડ રૂપિયાની બાકીની 2000ની નોટોને બેંકિંગ સિસ્ટમમાં પાછી બોલાવવાની સમયમર્યાદા લંબાવવા પર વિચાર કરી રહી છે. જો કે આ મામલે હજુ સુધી આરબીઆઈ તરફથી કોઈ નક્કર માહિતી આવી નથી. સમયમર્યાદા લંબાવવા પાછળ ઘણા કારણો છે પણ મુખ્ય કારણ એ છે કે ઘણા ભારતીયો વિદેશમાં રહે છે. આવી સ્થિતિમાં આ NRIને આ નોટો બેંકોમાં જમા કરાવવા માટે વધુ એક મહિનાનો સમય મળી શકે છે. 

રૂ. 2000ની નોટ ઘટાડી રહી છે સરકાર, જાણો કારણ | Number Of 2,000-Rupee Notes  In Circulation Shrinks 7.2cr In Fy19

RBI એ મે મહિનામાં નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી 
નોંધનીય છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી હતી કે તે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેશે. 2016માં નોટબંધી બાદ RBI દ્વારા 2000 રૂપિયાની નોટો જારી કરવામાં આવી હતી, પરંતુ મે 2023માં RBIએ આ 2000 રૂપિયાની નોટો પણ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ પછી લોકોને આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા બદલી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે આરબીઆઈએ તારીખ નક્કી કરતાં કહ્યું હતું કે લોકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટો જમા કરાવી શકે છે અથવા તો બેંકમાં જઈને આ નોટો એક્સચેન્જ કરાવી શકે છે. આ પછી ધીમે ધીમે લોકોએ બેંકમાં 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા શરૂ કરી.

 નોંધનીય છે કે નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. જે સમયે 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે 500 અને 1000 રૂપિયાની નોટોના કાનૂની ટેન્ડરને સમાપ્ત કર્યા બાદ તેણે ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ