બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / 2 youths who went to meet their girlfriend in Banaskantha were punished by the villagers and shaved

હદ છે..! / તાલિબાની કૃત્ય: બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલા 2 યુવકોને ગામલોકોએ આપી સજા, કર્યું મુંડન, વીડિયો થયો વાયરલ

Vishal Khamar

Last Updated: 04:41 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં પ્રેમિકાને મળવા ગયેલા બંને યુવકો ગ્રામજનોનાં હાથે ઝડપાઈ જતા ગ્રામજનો દ્વારા બંને યુવકોને તાલીબાની સજા આપી હતી. જેમાં બંને યુવકોને સામ સામે બેસાડી મુંડન કરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. VTV ન્યૂઝ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી.

  • બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામનો વિડિયો વાયરલ
  • પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીઓનું કરાયું મુંડન
  • ગ્રામજનોએ બંને યુવકોને સામ સામે બેસાડીને કરાવ્યું મુંડન
  • VTV ન્યૂઝ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી

અવાર નવાર પ્રેમિ-પ્રેમિકાને ચોરની જેમ લપાતો છુપાતો મળવા ગયા બાદ અચાનક જ ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા બાદ ગ્રામજનો દ્વારા તેને મેથીપાક ચખાડવામાં આવે છે. તેમજ ઘણી વખત તો ગ્રામજનો દ્વારા તેને ચપ્પલનો હાર પહેરાવી ગધેડા પર પણ બેસાડવામાં આવે છે. તો અમુક વખત તેને માથે મુંડન કરી ગામમાં પણ ફેરવવામાં આવે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં અવાર નવાર વાયરલ થતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ બંને યુવકે પ્રેમિકાને મવા ગયા હતા અને પકડાઈ ગયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. VTV ન્યૂઝ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી.

બંને યુવકોને સામ સામે બેસાડી મુંડન કરાવ્યું
બનાસકાંઠાનાં સરહદીય વિસ્તારનાં ગામમાં રાત્રીનાં સમયે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમી યુવકો ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોની પૂછપરછ હાથ ધરતા તેઓ પોતાની પ્રેમિકાને મળવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. તેમજ  બંને યુવકોને સામ સામે બેસાડી મુંડન કરાવ્યું હતું. ત્યારે અવાર નવાર પ્રેમીકાને મળવા ગયેલ પ્રેમીઓ પકડાઈ જાય ત્યારે તેઓને સજાનાં ભાગરૂપે મુંડન કરવામાં આવે છે. અથવા તો બીજી કોઈ સજા આપવામાં આવે છે.
 વીડિયો થરાદ, વાવ કે લાખણી પંથકનો હોવાનું લોકોનું અનુમાન
સરહદી વિસ્તાર એવા બનાસકાંઠાનાં એક ગામમાં રહેતી તેની પ્રેમિકાને રાત્રીનાં સમયે મળવા ગયેલ યુવક ગ્રામજનોનાં હાથે ઝડપાઈ ગયો હતો. જે બાદ ગ્રામજનો દ્વારા બંને યુવકોનું સજાનાં ભાગરૂપે મૂંડન કરવામાં આવ્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ આ વીડિયો થરાદ, વાવ કે લાખણી પંથકનો હોવાનો લોકો અનુમાન લગાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરી આનંદ મેળવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ