બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / 2 Red 3 Orange alert in the district Meteorological Department has predicted rain in district wise

વાતાવરણ / 2 રેડ તો 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: હવામાન વિભાગે જિલ્લા પ્રમાણે કરી આગાહી, જુઓ તમારા વિસ્તારમાં ક્યારે થશે મેઘમહેર

Kishor

Last Updated: 04:16 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સચરાચર મેઘમહેર થઈ રહી છે. જેના ભાગરૂપે આજે રાજ્યના 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ કામરેજમાં પોણા 5 ઈંચ વરસાદ નોધાયો હતો.

  • આજે રાજ્યના 62 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ કામરેજમાં પોણા 5 ઈંચ વરસાદ
  • રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ રહી છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આજે રાજ્યના 62 તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. જેમાં સૌથી વધુ કામરેજમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. તે જ રીતે માંડવીમાં ત્રણ ઇંચ ખેરગામમાં ઇંચ અને ધરમપુર અને કપરાડામાં  2 ઇંચ, તથા વિસાવદર, વલસાડ, ચીખલી વાપી, સુરત શહેરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે સાથે બારડોલી, પારડીમાં પોણા 2 ઇંચ અને વાસદાના પણ પોણા બે ઇંચ વરસાદ પડ્યો હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. વધુમા ઉંમરપાડામાં 1.5 ઇંચ અને ડોલવણમાં સવા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જેને લઈને નદી નાળામાં પુર આવ્યું હતું.

આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગામી 1 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધુઆધાર વરસાદ પડે તેવી શકયતા રહેલી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વધુ વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ રહી છે. વલસાડ , નવસારી,સુરતમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભારે વરસાદ તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદ પડે તેવા અણસાર હોવાથી તંત્ર દ્વારા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ