બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / 2 killed in building collapse in UP's Barabanki

મોટી દુર્ઘટના / UPના બારાબંકીમાં ઇમારત ધરાશાયી થતા 2ના મોત, અનેક દટાયેલા, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Priyakant

Last Updated: 08:44 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: 4 માળનું પાકું મકાન ધરાશાયી થતાં આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા, 14 લોકો ઘાયલ થયા, 10 ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટર ખસેડાયા

  • ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક મોટી દુર્ઘટના
  • 4 માળનું કોંક્રીટનું મકાન ધરાશાયી થતાં 2 લોકોના મોત 
  • 14 લોકો ઘાયલ થયા,  10 ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટર ખસેડાયા 

ઉત્તર પ્રદેશના બારાબંકીથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, બારાબંકીમાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. વિગતો મુજબ 4 માળનું કોંક્રીટનું મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 10 ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા છે.  

બારાબંકીના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાશિમ નામના વ્યક્તિનું 4 માળનું પાકું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આજુબાજુના મહોલ્લામાં રહેતા લોકો પણ મકાનના કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા જેની જિલ્લા હોસ્પિટલના CMS દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.

શું કહ્યું પોલીસે ? 
આ તરફ ઘટનાસ્થળે પહોંચેલા SPદિનેશ સિંહે કહ્યું કે, આ ઘટનામાં 16 લોકો દટાયા છે. આ તરફ 12 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે તો 4 હજુ પણ ફસાયેલા છે. જેને લઈ હાલ SDRFની ટીમ આવી પહોંચી છે. એનડીઆરએફને પણ બોલાવવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

3 વાગ્યે માહિતી મળી અને પછી...... 
SP એસપી દિનેશ સિંહે જણાવ્યું કે, 3 વાગ્યે માહિતી મળી હતી કે હાશિમ નામના વ્યક્તિનું ઘર ધરાશાયી થયું છે જેમાં 16 લોકો દટાયા છે 12ને બચાવી લેવામાં આવ્યા છે, 4 લોકો હજુ પણ ફસાયેલા છે SDRF પહોંચી ગયું છે. NDRF પણ થોડા સમયમાં પહોંચી જશે, પ્રયાસો ચાલુ છે. દરેકને બચાવી લેવામાં આવશે.

આ લોકોએ ગુમાવ્યા જીવ 

  • રોશની બાનો (ઉંમર-22 વર્ષ)
  • હકીમુદ્દીન (ઉંમર-28 વર્ષ)

આ લોકો ઇજાગ્રસ્ત 

  • મહેક
  • શકીલા
  • સલમાન
  • સુલતાન
  • ઝૈનબ
  • કુલસુમ
  • ઝફરુલ
  • સમીર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ