બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / 17.80 lakhs worth of Dubai tour, smugglers raid a family's house in Bhopal

ક્રાઇમ / દુબઈ ફરવાનું 17.80 લાખમાં પડ્યું, બોપલમાં એક પરિવારના ઘરે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, દાગીના અને હીરા કર્યા છૂમંતર

Priyakant

Last Updated: 04:31 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોપલમાં તસ્કરો બંધ ઘરને ટાર્ગેટ કરી સોના-ચાંદીના દાગીના અને હીરા સહિત 17.80 લાખની મતાની ચોરી કરી ફરાર

  • બોપલમાં બંધ ઘરને તસ્કરોએ કર્યું ટાર્ગેટ  
  • પરિવાર દુબઈ ગયો અને ઘરમાં ત્રાટક્યા ચોર 
  • સોના-ચાંદીના દાગીના, હીરા સહિત 17.80 લાખની મતા ચોરાઇ 

શિયાળો આવે ત્યારે તસ્કરો બેફામ થઈ જતા હોય છે. મોડી રાતે જ્યારે અમદાવાદીઓ ઘસઘસાટ ઊંઘતા હોય છે ત્યારે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે છે. શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો બહારગામ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. આવી સ્થિતિમાં તસ્કરો બંધ ઘરને ટાર્ગેટ કરીને હાથ સાફ કરી જતા હોય છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સ્વાગત ગ્રીન વિલેજમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના સહિત 17.80 લાખ રૂપિયાની મતાની ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.   

અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ પરિવાર દુબઇ ફરવા ગયો અને તે સમયે જ તસ્કરોએ તેમના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું છે. શહેરના બોપલ વિસ્તારમાં આવેલ સ્વાગત ગ્રીન વિલેજમાં રહેતાં સોનિયા પટેલે પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. સોનિયાબહેન, પતિ તેમજ બે દીકરા સાથે દુબઇ ફરવા માટે ગયાં હતાં ત્યારે તેમનાં સાસુ-સસરા ઘરે જ હતાં. 

ફાઇલ તસવીર 

બારીની ગ્રીલ તોડીને લાખો રૂપિયાની ચોરી 
મહત્વનું છે કે, તસ્કરો તેમના ઘરબારીની ગ્રીલ તોડીને લાખો રૂપિયાની ચોરીના ઉપરના માળની બારીની ગ્રીલ તોડીને લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે ઘરમાં કામ કરતા ઘરઘાટીને બાથરૂમમાં પાણી ટપકવાનો અવાજ આવતો હતો. જેથી ઘરઘાટી અને સોનિયાબહેનનાં સાસુ-સસરાએ ઉપરના માળે જઈને જોયું તો ચોરી થઇ હતી. બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં હતી. સોનિયાબહેન અને તેમના પતિએ દુબઈથી ઘરે આવીને જોયું તો બેડરૂમની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ હીરા મળી કુલ 17.80 લાખની મતા ગાયબ હતી. 

પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો 
સોનિયાબહેને પોલીસને ચોરી થઇ હોવાની જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તસ્કરોએ બારીની ગ્રીલ તોડી નાખી હતી ત્યાર બાદ તિજોરીમાંથી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. બોપલ પોલીસ આ મામલે તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. 

ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધારો 
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે તસ્કરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાખી છે. સામાન્ય રીતે તસ્કરો મોડી રાતે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે, પંરતુ હવે ટેન્ડ્ર બદલાયો છે. તસ્કરો ધોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મણિનગરમાં થયેલી ચોરી પણ ધોળા દિવસે થઇ હતી ત્યારે શાહીબાગ, સાબરમતી અને નરોડામાં થયેલી ચોરી પણ ધોળા દિવસે થઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ