બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / સુરત / 17 nabeeras were arrested by the police for making reels in public on Udhana Magdalla road in Surat.

એક્શન / VIDEO: ગાડીઓના કાફલા સાથે 'કિસી કે બાપ કા પૈસા નહીં હૈ...' ગીત પર રીલ્સ બનાવતા 17 નબીરાઓની ધરપકડ, ચાલુ કારમાં સ્ટંટ પણ કર્યા

Vaidehi

Last Updated: 03:52 PM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Viral Video News: સુરતના ઉધના મગદલ્લા રોડ પર જાહેરમાં તાયફા કરી રીલ્સ બનાવનારા 17 નબીરાઓની પોલીસે કરી ધરપકડ, સ્ટંટ કરવામાં વપરાયેલી 11 કાર પણ કબ્જે લેવામાં આવી

  • જાહેરમાં રીલ્સ બનાવનારા 17 લોકોની ધરપકડ
  • ટ્રાફિકવાળા રોડ પર ચલાવી રહ્યા હતા બેફામ ગાડીઓ
  • જાહેરમાં બેફામ ગાડી ચલાવીને બનાવી રહ્યા હતા રીલ્સ
  • ખટોદરા પોલીસે 17 લોકોની કરી ધરપકડ

Surat Viral Video News: આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના રવાડે ખૂબ જ ચડી ગયા છે. સોશિયલ મીડિયામાં લાઈક્સ અને કમેન્ટ મેળવવા માટે યુવકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. એટલે કે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું આજના યુવાનોને એવું ભૂત ચડ્યું છે કે રીલ્સ કે વીડિયો બનાવવાના ચક્કરમાંને ચક્કરમાં ગુનાહિત કૃત્યો પણ કરી બેસતા હોય છે. યુવકો એવા એવા સ્ટંટના વીડિયો બનાવતા હોય છે કે તેઓ પોતાના જીવની સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકી દે છે. ત્યારે સુરતમાંથી આવો જ એક બનાવ સામે આવ્યો છે. જેમાં જાહેરમાં તાયફા કરીને રીલ્સ બનાવનાર કુલ 17 નબીરાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. સાથે-સાથે સ્ટંટ કરવામાં વપરાયેલી 11 કાર પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવી છે.

બેફામ ડ્રાઈવિંગ કરીને બનાવી રીલ્સ
મળતી માહિતી અનુસાર, શહેરના ઉધના મગદલ્લા રોડ પર અણુ વ્રત દ્વારની નજીક થોડા દિવસ અગાઉ જાહેર રસ્તા પર 30 જેટલા નબીરાઓએ કારમાં જોખમી સ્ટંટ કર્યા હતા. નબીરાઓએ ભરચક ટ્રાફિક વાળા રોડ પર બેફામ ડ્રાઈવિંગ કરીને રીલ્સ બનાવી હતી. તો આ નબીરાઓએ રીલ્સ બનાવવા માટે એક બ્રિજ પર ગાડીઓ ઉભી રાખી દીધી હતા અને ટ્રાફિક જામ પણ કર્યો હતો. એટલે કે રીલ્સ બનાવવાના ચક્કરમાં સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. નબીરાઓએ ટ્રાફિક જામ કરીને કારના બોનેટની ઉપર ચઢીને વીડિયો બનાવ્યા હતા. 

ખટોદરા પોલીસની ટીમ થઈ હતી દોડતી
આ રીલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખટોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે વીડિયોના આધારે નબીરાઓની શોધખોળ હાથ ધરી હતી, જે બાદ ખટોદરા પોલીસે ગઈકાલે 6 અને આજે 11 સહિત કુલ 17 નબીરાઓની કરી ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પોલીસે 11 કાર પણ કબ્જે લીધી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ