બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / 15 years of Taarak Mehta Ka Ooltah Chashmah From Tappu-Babitaji Affair to Raj Thackeray's Threat to Champak Chacha: 15 Controversies in 15 Years

મનોરંજન / ટપ્પુ-બબીતાજી વચ્ચે અફેરથી લઈને ચંપક ચાચાને રાજ ઠાકરેની ધમકી સુધી: 15 વર્ષમાં 15 વિવાદોમાં આવ્યું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા

Megha

Last Updated: 01:50 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આજે પણ લોકો આ સિરિયલના જૂના એપિસોડ રિપીટ પર જોઈ છે. 15 વર્ષની આ સફરમાં આ શો ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યો છે.

  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું 
  • આજે પણ લોકો આ સિરિયલના જૂના એપિસોડ રિપીટ પર જોઈ છે
  • અસિત મોદીનો આ શો ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યો છે
  • ચાલો આ શો સાથે જોડાયેલા 15 વિવાદો પર એક નજર કરીએ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ વિવાદો, તેના કન્ટેન્ટ અને ટીઆરપીને કારણે વધુ ચર્ચામાં રહે છે. જો કે આજકાલ એ વાત ની પણ ચર્ચા થઈ રહી છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ 15 વર્ષમાં જેઠાલાલ અને તેમની ગોકુલધામ સોસાયટીને જોઇને લોકો ખૂબ હસ્યાં છે અને આજે પણ લોકો આ સિરિયલના જૂના એપિસોડ રિપીટ પર જોઈ છે. જો કે 15 વર્ષની આ સફરમાં અસિત મોદીનો આ શો ઘણી વખત વિવાદોમાં આવી ચૂક્યો છે. ચાલો આ શો સાથે જોડાયેલા 15 વિવાદો પર એક નજર કરીએ.

ટપ્પુના શો છોડવા સામે વિરોધ
સિરિયલનું એક મહત્વનું કહેવાતું પાત્ર ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધી વર્ષ 2017માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પહેલા અભિનેતા હતા જેમણે શો છોડ્યો હતો. ભવ્યાને પ્રોડક્શન હાઉસમાંથી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ જેઠાલાલના ટપ્પુએ મન બનાવી લીધું હતું કે તેણે ફિલ્મોમાં કરિયર બનાવવી છે. ટપ્પુના જવાથી ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા.

MNSના નિશાના પર આવ્યા હતા ચંપકચાચા 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક એપિસોડમાં જ્યારે ચંપક ચાચાએ કહ્યું કે મુંબઈની ભાષા હિન્દી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અમિત ભટ્ટને નિશાન બનાવ્યો હતો. જો કે આ સમગ્ર વિવાદ બાદ અમિત ભટ્ટે પત્ર લખીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી હતી. 

'એ મેરે વતન કે લોગો' ગીત વિશે ખોટી માહિતી
એપ્રિલ 2022માં ગોકુલધામ સોસાયટીના એક સીનમાં 'એ મેરે વતન કે લોગો' ગીત વિશે ખોટી માહિતી આપવા બદલ આખી સિરિયલને ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, મેકર્સને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માફી માંગી. એ મેરે વતન કે લોગોં ગીતના રિલીઝના વર્ષનો ઉલ્લેખ 1965 તરીકે કર્યો પણ આ ગીત 26 જાન્યુઆરી 1963ના રોજ રિલીઝ થયું હતું. 

બબીતાજીએ માફી માંગવી પડી
બબીતાજીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તાએ બે વર્ષ પહેલા તેના સોશિયલ મીડિયા વ્લોગમાં જાતિવાદી શબ્દનો ઉપયોગ કરવા બદલ માફી માંગવી પડી હતી. 

રાજ અનડકટ મુનમુન દત્તાના અફેરના સમાચાર
અભિનેત્રી મુનમુન દત્તા જે સિરિયલમાં બબીતાનું પાત્ર ભજવી રહી છે તે ટપ્પુનું પાત્ર ભજવી રહેલ રાજ અનડકટ સાથેના અફેર સમાચાર વાયરલ થયા હતા. જોકે, રાજ અને મુનમુન બંનેએ આ સમાચારને નકારી કાઢ્યા હતા.

બીજા ટપ્પુ તરીકે રાજ અનડકટે શો છોડી દીધો
બબીતા સાથેના અફેરના થોડા મહિના પછી રાજ અનડકટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહ્યું હતું. જો કે ટપ્પુના બહાર નીકળ્યા બાદ પ્રોડક્શન હાઉસ પર રાજને તેની બાકી રકમ ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો પણ આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

જેનિફર મિસ્ત્રીએ ગંભીર આરોપ લગાવ્યા 
તારક મહેતાના ચાહકો માટે અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો મે 2023માં હતો, જેમાં નિર્માતા અસિત મોદી અને તેમની પ્રોડક્શન ટીમ જેનિફર મિસ્ત્રી પર આરોપ લગાવ્યો હતો. ટીવી સિરિયલમાં મિસિજ રોશન સોઢીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ તારક મહેતાના નિર્માતા અસિત મોદી પર તેમની ટીમના કેટલાક લોકો સામે જાતીય સતામણી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે.

'રીટા રિપોર્ટર' એ પણ નિશાન સાધ્યું
પ્રિયા આહુજા જેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રીટા રિપોર્ટર તરીકે કામ કર્યું હતું, તેણે અસિત મોદીના પ્રોડક્શન હાઉસ પર શોના નિર્દેશક માલવ સાથેના લગ્ન પછી સિરિયલમાં તેનો ટ્રેક ઘટાડવાનો આરોપ લગાવ્યો હતો.

અંજલિની ભાભીએ પણ બાકી રકમ ન આપવાનો આરોપ લગાવ્યો 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતાએ 12 વર્ષ બાદ શો છોડવાનો નિર્ણય કર્યો છે. શો છોડ્યાના 2 વર્ષ પછી નેહાએ પ્રોડક્શન હાઉસ પર આરોપ લગાવ્યો કે મેકર્સ દ્વારા તેની બાકી રકમ આપવામાં આવી નથી.

તારક મહેતાની ટીમનો નેહા મહેતાને જવાબ
નેહા મહેતાના આરોપો બાદ પ્રોડક્શન હાઉસ તરફથી જવાબમાં નિવેદન જારી કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં તેણે લખ્યું છે કે અમે અમારા કલાકારોને અમારો પરિવાર માનીએ છીએ. અમે છેલ્લા બે વર્ષથી નેહા મહેતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેણે અમારી સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે અને નેહાએ બાકીની રકમ ક્લિયર કરવા માટે ઔપચારિકતા પૂરી કરવી પડશે. 

'બાવરી' મોનિકા ભદોરિયાએ પોતાની વાત કહી
બાવરીનું પાત્ર ભજવતી અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ કહ્યું કે તેની માતાના અવસાન પછી પણ અસિત મોદીના પ્રોડક્શન હાઉસે તેના પ્રત્યે કોઈ દયા ન બતાવી અને તેને સાત દિવસ પછી સેટ પર રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

નટુ કાકાને કરતાં હતા ટૉર્ચર 
જેનિફર મિસ્ત્રી અને મોનિકા ભદોરિયા બંનેએ દાવો કર્યો હતો કે નટુ કાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ઘનશ્યામ નાયકને પણ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર હેરાન કરવામાં આવ્યા હતા. જોકે નટ્ટુ કાકાના પરિવાર તરફથી આ આરોપો અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

શૈલેષ લોઢાની વિવાદાસ્પદ વિદાય
તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેતા અને કવિ શૈલેષ લોઢાએ 14 વર્ષ પછી એપ્રિલ 2022માં શોને અલવિદા કહ્યું. વાસ્તવમાં શૈલેષ લોઢાને એક નવો કોમેડી પ્રોગ્રામ ઓફર કરવામાં આવ્યો હતો અને તારકનું પ્રોડક્શન હાઉસ તેને આ શો કરવા દેતું ન હતું. 

નિર્માતા અસિત મોદી સામે કેસ દાખલ
ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ એપ્રિલ 2022 માં તેનું છેલ્લું શૂટિંગ કર્યું હતું. લગભગ 1 વર્ષ સુધી તમારી ચુકવણીની રાહ જોયા પછી પ્રોડક્શન હાઉસને કાનૂની નોટિસ મોકલી. 

સાક્ષીને પ્રભાવિત કરવાનો આરોપ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જોડાયેલા લેટેસ્ટ વિવાદ વિશે વાત કરતા હાલમાં જ જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર કેસના સાક્ષીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો છે. જેનિફરે કહ્યું કે એ સાક્ષી તેના માટે ગવાહી આપવાના હતા પણ પ્રોડક્શન હાઉસે તેના પેન્ડિંગ પેમેન્ટ ક્લિયર કરી દીધા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ