બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 12.67 lakhs has been received so far for 9-year-old Manya, suffering from the disease of scular dystrophin.
ADVERTISEMENT
મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કે મસલ્સની નબળાઇ આ એક એવી બીમારી છે જેનો ઇલાજ કદાચ શક્ય છે પરંતુ ભયંકર ખર્ચાળ પણ. ત્યારે વધુ એક બાળક મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો ભોગ બનતા ખેડા જિલ્લાના નડિયાદના બ્રહ્મભટ્ટ પરિવારે જનતા પાસે મદદની ગુહાર લગાવી છે.મહત્વનું છે કે, 9 વર્ષનું બાળક, કે જેને મિત્રો સાથે મેદાનમાં રમવા જવુ છે. બા-દાદા સાથે મંદિરે જવુ છે, શાળાએ જવુ છે પરંતુ બીમારી એવી છે કે બાળક છેલ્લા બે વર્ષથી શાળાએ પણ જઇ શકતો નથી.
માન્ય બ્રહ્મભટ્ટની મદદ માટે 2054 દાતાઓ આપી ચુક્યા છે દાન
ADVERTISEMENT
ખેડા જિલ્લાના નડિયાદના માન્ય બ્રહ્મભટ્ટની મદદ માટે અત્યાર સુધી 2054 દાતાઓએ સહાય માટે હાથ લંબાવ્યો છે. આ દાતાઓ થકી માન્યને સારવાર અર્થે 12.67 લાખથી વધુ રૂપિયાની મદદ પુરી પડાઈ છે. ઉલ્લેખનીય છે કે, માન્યની સારવાર માટે 4 કરોડ રૂપિયાની જરૂર છે. માન્યની મદદ માટે VTV ચલાવી રહ્યું છે અભિયાન

ADVERTISEMENT
9 વર્ષના માન્યને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી
આજકાલ એવી બીમારીઓ જોવા મળી રહી છે જેનો ઇલાજ કરવામાં જમા પૂંજી પણ ઓછી પડે.એવી જ ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે. નડિયાદનો 9 વર્ષનો માન્ય આવી જ એક બિમારીની ચપેટમાં આવી ગયો છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જે સ્નાયુના કદમાં ઘટાડો કરે છે જેથી સમય જાય તેમ હાથ પગ અને કરોડરજ્જુ કામ કરતા બંધ થઇ જાય છે. માન્ય 5 વર્ષનો હતો ત્યારથી તેને આ બીમારી હતી. સમય વધતો ગયો તે તેમ બીમારી પણ વધતી ગઇ અને અત્યારે 9 વર્ષના માન્યને કમરથી નીચેનો ભાગ 70 ટકા કામ કરતો બંધ થઇ ગયો છે.
ADVERTISEMENT
ઇલાજ માટે એક ઇન્જેક્શન 4 કરોડનું
એક ઇન્જેક્શનની કિંમત છે 4 કરોડ રૂપિયા. મધ્યમવર્ગમાંથી આવતા ઋષિભાઇ આટલા બધા પૈસા ક્યાંથી લાવે. આખરે તેઓએ VTV સમક્ષ આવીને દિકરા માટે દાનની અપીલ કરી છે. આ અંગે માન્યના પિતા ઋષિભાઇએ જણાવ્યું કે વિદેશમાં આ બીમારીના ઈલાજની દવા ક્લિનિકલ ટ્રાયલ રૂપે શરૂ છે જેની મોટી રકમ કે ચાર કરોડ રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે. અને આ માટે અમે લોકો પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છીએ.આ ઇન્જેક્શન જો મળી જાય તો રોગ ત્યાં અટકી જાય એમ છે. અત્યારે ન્યુરોલોજીસ્ટ અમદાવાદ ખાતેની દવા ચાલુ છે. અમે દિલ્હી એમ્સમાં આ રોગના ઇલાજ માટે તપાસ કરી ચૂક્યા છીએ. તેઓએ જણાવ્યું કે આ ટ્રીટમેન્ટ માટેના પૈસા ભેગા થઇ જાય તો એક અઠવાડિયામાં જ તેની સારવાર ચાલુ થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.