બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 12 lakh car in Kutch, new 'chilo' in case with 18 lakh special number

વળાંક / કચ્છમાં 12 લાખની ગાડી, 18 લાખનો સ્પેશિયલ નંબર વાળા કેસમાં નવો 'ચીલો', બોલી લગાવનારે માર્યો 'યુ ટર્ન', જુઓ હવે શું થશે?

Vishal Khamar

Last Updated: 05:17 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં કારના સ્પેશિયલ નંબર માટે 18.45 લાખની બોલી લગાવી હતી. ત્યારે આ મામલે રામજી ચમરીયા કહે છે કે મેં કોઈ લાખો રૂપિયાની બોલી લગાવી નથી. ત્યારે આરટીઓ અધિકારી કહે છે કે રામજી ચમરીયા નામના વ્યક્તિએ લગાવી બોલી લગાવી હતી.

  • કારની નંબર પ્લેટ માટે લાખોની બોલી
  • નંબર પ્લેટ માટે 18.45 લાખની બોલી
  • કોણે લગાવી લાખો રૂપિયાની બોલી?

કચ્છ આરટીઓ દ્વારા સ્પેશ્યલ નંબર માટે 18.45 લાખની બોલી લગાવવા મામલે નવો વળાંક આવ્યો છે. જેમાં રામજી ચમરીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે મેં કોઈ લાખો રૂપિયાની બોલી લગાવી નથી. મારા નામે કોઈ અન્ય વ્યક્તિએ બોલી લગાવી છે.  મારી 12 લાખની ગાડી પણ મેં લોન પર લીધી છે. ત્યારે તેઓએ કહ્યું હતું કે યોગ્ય તપાસ થાય તેવી વિનંતી છે. 

બોલી લગાવનારા રૂપિયા નહીં ભરે તો બીડની મિનિમમ રકમ જપ્ત થશેઃઆરટીઓ અધિકારી
આ મામલે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે બોલી લગાવનારા રૂપિયા નહી ભરે તો બીડની મિનિમમ રકમ જપ્ત થશે. હરાજી બાદ 5 દિવસમાં રકમ જમા કરાવવાની હોય છે. હરાજીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોય છે. કચ્છ RTO એ 5 દિવસ પહેલા સ્પેશિયલ નંબર પ્લેટ માટે બોલી લગાવવાની હોય છે.  ત્યારે 12 લાખની ગાડીના સ્પેશિયલ નંબર માટે 18.45 લાખની બોલી લગાવાઈ હતી. તેમજ રામજી ચમરીયા નામના વ્યક્તિએ બોલી લગાવી હતી.

ગુજરાતમાં હાલ સૌથી વધુ કોઈ મુદ્દાની ચર્ચા હોય તો તે માત્ર એક જ છે. એક ખેડૂતે 14 લાખની કાર ખરીદી. અને કારના નંબર માટે તેમણે ગાડીની કિંમતથી પણ વધુ 18 લાખ રૂપિયા આપ્યા છે. ત્યારે કોણ છે આ ખેડૂત.
કહેવાય છે કે 'શોખ બડી ચીજ હૈ.' શોખ પૂરો કરવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોવાના તમે અનેક કિસ્સાઓ વાંચ્યા કે સાંભળ્યા હશે. એવી જ રીતે વાહનનો મનપસંદ નંબર મેળવવા માટે પણ શોખીનો ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જતા હોય છે. 

રામજીભાઈ એક ખેડૂત છે. પરંતુ ગાડીનો શોખ પુરો કરવા માટે ઉછી-ઉધારા કરીને તેમજ લોન કરીને 14 લાખની મનપસંદ કાર લીધી. આટલે સુધી તો બધું બરોબર હતું. પરંતુ ગાડીના મનપસંદ 9 નંબર મેળવવા માટે 18 લાખ રૂપિયાની બોલી લગાવી. અને આ 18 લાખની બોલીના સમાચાર વહેતા થતાં જ રામજીભાઈ ધબકારા વધી ગયા છે.. કારણ કે, 14 લાખની કાર માટે ઉછી-ઉધારા અને લોન લીધી. તો પછી ગાડીના નંબર માટે 18 લાખ રૂપિયા ક્યાંથી આવશે.? 

આરટીઓ અધિકારીના મતે તો રામજીભાઈએ જ બોલી લગાવી છે. પરંતુ જ્યારે આ મુદ્દે અમારી ટીમે રામજીભાઈનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે,  હાલમાં મેં એક નવી ગાડી વેન્યુ લીધી છે. એ માટે 2 લાખ ઉપર થોડી રકમ ભરી છે. બાકીના 12 લાખ રૂપિયાની લોન કરાવી છે. તેવામાં 18 લાખમાં નંબર લેવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. મને પણ કેટલાય લોકોના ફોન આવે છે. મને ખબર નથી પડતી કે મારે હવે કરવું શું? કેવી રીતે મારું નામ બંધ કરાવવું? 3-4 દિવસથી હું તો હેરાન થઈ ગયો છું. 

જોકે હવે કોઈ આ મુદ્દે રામજીભાઈ ફોન કરે છે તો મરી જવાની ધમકી આપે છે.. પરંતુ સવાલ અહીં એ પણ થાય છે કે, કોઈપણ વ્યક્તિ તેમને શું લેવા ફસાવવા માગે?  અને 40 હજાર રૂપિયાની નુકસાની શા માટે ઉઠાવે? અહીં દરેક બાજૂથી રામજીભાઈ તરફ શંકાની સોઈ જાય છે.. પરંતુ હકીકત શું છે તે હજૂ સુધી જાણી શકાયું નથી.

કચ્છમાં RTOની નવી વાહન સિરિઝમાં ચોક્કસ નંબરનો આંકડો લેવા એક વાહનમાલિકે લખો રૂપિયા ચુકવ્યા છે. વાત જાણે એમ છે કે, વાહનની સાથે સાથે હાલમાં લક્કી નંબરનો પણ ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં કચ્છમાં RTOની નવી વાહન સિરિઝમાં 9 નંબરનો આંકડો લેવા માટે એક વાહનમાલિકે 18.45 લાખની બોલી લગાવી છે. હોન્ડા વેન્યુ કાર માટે આ પસંદગીનો નંબર 18.45 લાખમાં લેતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. 
 
ગુજરાતમાં નવા વાહનની ખરીદી બાદ અનેક લોકો વાહનના રજીસ્ટ્રેશન સમયે ખાસ નંબરની માંગણી કરતાં હોય છે. તેવામાં હવે કચ્છની ભુજ RTO કચેરીમાં પણ નવી સિરીઝ GJ 12 FD ખૂલી હતી. જેથી ફેન્સી નંબર લેવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, આ સિરીઝમાં ‘9’ હોટફેવરિટ રહ્યો હતો. આ  ‘9’  નંબર માટે એક વ્યક્તિએ રૂ. 18.45 લાખ સુધી બોલી લગાવી હતી.

આરટીઓ અધિકારી

 GJ 12 FD સીરીઝમાં 9 નંબર મેળવવા માટે બોલી
ભૂજ RTOમાં ગઈકાલે એટલે કે સોમવારે GJ.12.FD સીરીઝમાં 9 નંબર મેળવવા માટે બોલી શરૂ થઈ હતી. ઓનલાઇન થતી આ પ્રક્રિયામાં બીડ ભર્યાં બાદ રામજી ચામારિયા નામના વ્યક્તિએ 9 નંબરનો આંક લેવા માટે રૂ. 18.45 લાખ સુધીની બોલી લગાવી હતી. જોકે અહી સૌથી મહત્વની વાત તો એ છે કે, રામજીભાઈએ લગાવેલી બોલીના આંકડાનો સરવાળો પણ 9 આવે છે.

અનેક આંકડાઓમાં પૈસાનો વરસાદ  
RTO અધિકારીએ જણાવ્યું હતું કે, નવી સિરીઝ ખુલતા ઓનલાઇન હરાજીમાં 9 નંબર માટે 18.45 લાખની બોલી લગાવવામાં આવી છે. આ સાથે  999 નંબર માટે રૂ.1.89 લાખની અને 9999 માટે રૂ.1 લાખ હરાજીમાં બોલાયા હતા. મહત્વનું છે કે, આ પ્રક્રિયા ઓનલાઇન થતી હોય છે અને 4 વાગે પ્રક્રિયા પૂર્ણ થતા તેમાં પરિણામ જાહેર કરાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ