બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 10.73 lakh chil sped up after losing huge amount in online ludo, lost 50 thousand playing ludo again with stolen money, 'regular' case of Ahmedabad

ધરપકડ / ઓનલાઈન લુડોમાં મોટી રકમ હારી જતાં 10.73 લાખ ચીલ ઝડપ કરી, ચોરેલા પૈસાએ ફરી લુડો ખેલતા 50 હજાર હાર્યો, અમદાવાદનો 'રીઢો' કિસ્સો

Vishal Khamar

Last Updated: 10:12 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં સમયમાં ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં રહેતો એક યુવક ઓનલાઈન ગેમમાં પૈસા હારી ગયો હતો. જે બાદ તે પૈસા ચૂકવવા માટે યુવક દ્વારા ગત રોજ બેગની ચીલ ઝડપ કરી હતી. જેને પોલીસે પકડી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો છે.

  • નારણપુરામાં  સોનું ભરેલ બેગની ચીલ ઝડપનો મામલો
  • ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ
  • આરોપી વિરૂદ્ધ 7 થી વધુ ગુના નોંધાયા હોવાનું તપાસમાં સામે આવ્યું

નારણપુરામાં મીરાઅંબિકા સ્કૂલ પાસે મહિલાના સોનાની લગડી અને રોકડ ભરેલી બેગની ચીલ ઝડપ મામલે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને લુડો ગેમ રમવાની કુટેવ હતી. ચિલ ઝડપ બાદ લુડો ગેમમાં 50 હજાર હારી ગયો. આરોપી વિરુદ્ધ 7થી વધુ ગુના નોંધાયા હોવાનું તપાસમાં ખુલ્યું.

બેેકમાં દાગીના મુકવા જઈ રહેલ મહિલા પાસેથી દાગીનાં પડાવી લીધા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાહીલ સલીમભાઈ મનસુરી ધરપકડ કરી છે.  રાહીલની ક્રાઈમ બ્રાન્ચે ખમાસા ચાર રસ્તા પાસેથી ધરપકડ કરી છે. રાહીલે ગઈકાલે સવારે 10.73 લાખના સોનાના દાગીના અને રોકડની ચીલ ઝડપ કરી હતી. એટલે કે બેંકના લોકરમાં દાગીના મુકવા જઈ રહેલા મહિલા પાસેથી પડાવી લીધા હતા. જેની તપાસ કરતા પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેના આધારે આરોપીનો પીછો કરતા ખમાસા ચાર રસ્તા પાસેથી તેને ઝડપી લેવામાં આવ્યો અને 10.58 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો.

આરોપી ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી ગયો

ઝડપાયેલ આરોપી રાહીલ મનસુરીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન લુડો રમતો હતો. જે માટે ઘણી મોટી રકમ હારી ગયો છે અને તે માટે આ ચીલ ઝડપ કરી હતી. સાથે જ ચીલ ઝડપ કર્યા બાદ પણ 50000 રૂપિયા તેમાંથી હારી ગયો છે. સાથે જ આરોપીની તપાસ કરતા અગાઉ વાહનચોરી અને ચેન સ્નેચિંગ જેવા સાત ગુનાઓ તેની વિરુદ્ધ નોંધાયેલા છે. જેથી પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે. 

આરોપી ગુનાહિત ઈતિહાસ

આરોપીને પૂછપરછ માં હકીકત સામે આવી કે, ઓનલાઇન લુડો રમતા રમતા ઘણા રૂપિયા હારી ચૂક્યો છે. જોકે તેની આ ટેવ પૂરી કરવા અગાઉ પણ તે ગુના આચરી ચૂક્યો છે. અને જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. ત્યારે આરોપીને પૂછપરછમાં અન્ય કોઈ ગુનાની કબુલાત કે હકીકત સામે આવે છે કે કેમ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ