બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 104 talukas received rain till 10 am in Gujarat

મેઘ મુશળધાર / આજે ગુજરાત જળબંબાકાર: સૌથી વધુ મહેમદાવાદમાં સવા બે ઈંચ વરસાદ, રાજ્યના 104 તાલુકા થયા તરબોળ, જુઓ ક્યાં કેટલો વરસાદ

Malay

Last Updated: 01:07 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain in gujarat: ગુજરાતમાં સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 104 તાલકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે મહેમદાવાદમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે.

 

  • સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 104 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ મહેમદાવાદમાં સવા 2 ઈંચ વરસાદ થયો
  • ભારે વરસાદના કારણે અનેક સ્થળે ભરાયા પાણી

 સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ભારે પવન ફૂંકાતા રાજ્યમાં ઠેકઠેકાણે વૃક્ષો પડવાના, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. આજે ગુજરાતના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

ગુજરાતના 104 તાલુકામાં નોંધાયો વરસાદ
સવારના 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહેમદાવાદમાં સવા 2 ઈંચ જેટલો નોંધાયો છે. તો લુણાવાડામાં 2 ઈંચ, નડિયાદમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. 

સૌથી વધુ મહેમદાવાદમાં સવા 2 ઈંચ વરસાદ
બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મોડાસામાં પોણા 2 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં 1.5 ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, કપડવંજમાં 1 ઈંચ, માણસામાં 1 ઈંચ, સરસ્વતીમાં 1 ઈંચ, અમદાવાદમાં એક ઈંચ, પેટલાદમાં 1 ઈંચ, મહેસાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. 

વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો હતો પલટો
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો હતો. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ