બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / 3000 વર્ષની કબરમાં એવું ગોઠવ્યું કે ખોદવાં જાય તે મરી જાય, ખોદતાં 20 લોકો-કૂતરો મર્યાં

રહસ્ય ખુલ્યું / 3000 વર્ષની કબરમાં એવું ગોઠવ્યું કે ખોદવાં જાય તે મરી જાય, ખોદતાં 20 લોકો-કૂતરો મર્યાં

Last Updated: 04:12 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈજિપ્તમાં પીરામીડોનું રહસ્ય આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી જોકે વખતોવખત વૈજ્ઞાનિકો અવનવા દાવાઓ કરીને ચકિત કરી મૂકતાં હોય છે હવે આવો એક મોટો દાવો થયો છે.

ઈજિપ્તમાં આવેલા દુનિયાની અજાયબી એવા પીરામીડોનું રહસ્ય તો આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી. વખતોવખત તેને લઈને અવનવી વાતો બહાર આવે છે.

ફેરાના મકબરાનું રહસ્ય ખુલ્યું

ફેરો નામે ઓળખાતાં રાજાઓની ખીણમાં એક એવો મકબરો આવેલો છે જે ખૂબ રહસ્યોથી ભરેલો છે. આ મકબરો (કબર) રાજા તુતનખામાનેની છે, જેને તુત તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રાજા તુતના મૃત્યુના 3 હજાર વર્ષ પછી સુધી કોઈને પણ તેના વિશે ખબર નહોતી. 100 વર્ષ પહેલા અચાનક તે જડી આવી હતી અને પછી વૈજ્ઞાનિકો દ્વારા તેનું ખોદકામ શરુ કર્યું હતું. રાજાની સાથે એટલો બધો ખજાનો દફનાવવામાં આવ્યો હતો કે તેને કાઢવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો.

ખોદકામ કરનાર મોટાભાગના વૈજ્ઞાનિકોના મોત

રહસ્યની વાત તો એ છે કે આ કબરનું ખોદાકામ કરનાર મોટાભાગના વૈજ્ઞાનિકોના રહસ્યમયી રીતે મોત થયાં હતા. તેમની કેટલીક બીમારીઓની જાણકારી પણ મળી ન હતી. 1922માં આ કબરનું ખોદકામ શરૂ કરનાર લોર્ડ કાર્નાવનના મોત પછી આ રહસ્ય ઘેરાયું હતું. કર્નાવનના લોહીમાંથી ઝેર મળી આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કબરમાં પ્રવેશ્યાના છ અઠવાડિયા પછી કર્નાવનનું મોત નીપજ્યું હતું. કર્નાવન સાથે ભોંયરામાં પ્રવેશેલા કાર્ટરનું પણ ગંભીર બીમારીને કારણે મોત થયું હતું. 1934માં 54 વર્ષની વયે કેન્સરથી તેમનું અવસાન થયું હતું. જ્યારે આ ભોંયરું ખોલવામાં આવ્યું, ત્યારે ત્યાં કુલ 26 લોકો હતા, જેમાંથી 20 લોકો ખૂબ જ ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા હતા. આમાં હાર્ટ એટેક, સ્ટ્રોક, ન્યુમોનિયા, ઝેર અને મલેરિયાના કારણે લોકોના મોત થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ઝેરી મચ્છર કરડવાથી કર્નાવનનું મોત નીપજ્યું હતું.

ફેરાઓની ખીણમાં રેડિએશનનો દાવો

વૈજ્ઞાનિકોના મોતનું તો અત્યાર સુધી રહસ્ય જ હતું પરંતુ હવે એક વૈજ્ઞાનિકે તેના પર પ્રકાશ ફેંક્યો છે. રોસ ફેલો નામના વૈજ્ઞાનિકે જર્નલ ઓફ સાયન્ટિફિક એક્સપ્લોરેશનમાં દાવો કર્યો છે કે તેણે ફેરાઓના શ્રાપનું રહસ્ય શોધી કાઢ્યું છે. આ વિસ્તારમાં યુરેનિયમ અને ઝેરી કચરામાંથી રેડિએશન નીકળે છે, જેના કારણે લોકોને કેન્સર જેવા ગંભીર રોગો થાય છે અને તેઓ મૃત્યુ પામે છે. તેમણે દાવો કર્યો હતો કે તૂતનખામની કબર નજીક રેડિએશનનું પ્રમાણ ખૂબ વધારે છે અને આવી સ્થિતિમાં કેન્સર થવાની સંભાવના ઘણી વધારે છે. તેના સંપર્કમાં આવેલા મોટાભાગના લોકોને હાડકા, લોહી અથવા બીજા અંગોનું કેન્સર થયું હતું. માત્ર આ કબરમાં જ નહીં પરંતુ ઈજિપ્તના આખા વિસ્તારમાં રેડિએશન નીકળે છે, ભોયરામાં આવેલી કબરોમાં પણ રેડિયોએક્ટિવ ગેસ મળી આવ્યો હતો. ઈજિપ્તમાં મમીમાંથી કિરણોત્સર્ગ બહાર આવે છે.

રેડિએશન વિશે જાણતાં હતા

આવામાં થિયરી પણ સામે આવે છે કે શું તે સમયના લોકોને પણ આવા રેડિએશન વિશે ખબર હતી. તેથી જ તેઓ તાબૂતના દફન બાદ તેની આસપાસ જાડી અને મજબૂત દિવાલો બનાવતા હતા. ફેલોએ લખ્યું, "પહેલા લોકો વિચારતા હતા કે જે પણ આ દિવાલને તોડશે તે મરી જશે અને કોઈ ડોક્ટરને ખબર નહીં પડે કે આ રોગ શું છે. સાથે જ આ સ્થળો સાથે જોડાયેલી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ જોવા મળે છે. લોકો કહે છે કે અહીં ઘણી આત્માઓ રહે છે અને તે લોકોને શાપ આપે છે જેના કારણે લોકો મૃત્યુ પામે છે.

વૈજ્ઞાનિકનો કૂતરો પણ મોતને ભેટ્યો

જ્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યાં વૈજ્ઞાનિક લોર્ડ કાર્નાવનનો કૂતરો પણ હાજર હતો અને અચાનક તેની લથડી અને તે ધ્રૂજવા લાગ્યો. આ પછી ત્યાં જ તેનું મોત થયું હતું.

કબરમાં શું શું મળ્યું

આ કબરમાંથી સોનાના પગરખાં, સોનાના ચહેરા, શિલ્પો, રત્નો અને પુષ્કળ ખજાનો મળી આવ્યો છે. આ ખજાનાને બહાર કાઢવામાં 10 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો.

તૂતનખામન 10 વર્ષની ઉંમરમાં રાજ બન્યો, 18માં અવસાન

તૂતનખામન નામનો ફેરો ઈ.સ. પૂર્વે 1323ની આસપાસ રાજ કરતાં હોવાનો ઉલ્લેખ મળે છે. તે સમયે તેની ઉંમર 10 વર્ષની હતી અને 18 વર્ષની વયે તેનું અવસાન થયું હતું અને ભારે ભરકમ ખજાના સાથે તેને દફનાવી દેવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ