બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / 1998માં અચાનક ગુમ, 26 વર્ષ બાદ પડોશીના ઘરમાંથી મળ્યો, છોકરાએ કર્યાં ચોંકાવનારા ખુલાસાં
Last Updated: 04:07 PM, 15 May 2024
અલ્જીરિયામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 26 વર્ષ પહેલા અચાનક ગુમ થયેલો યુવક 26 વર્ષ બાદ મળી આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે યુવક તેના પાડોશીના ઘરે મળી આવ્યો હતો. અલ્જેરિયાના ન્યાય મંત્રાલયે 15 મેના રોજ યુવકની શોધ અંગે માહિતી આપી હતી.
ADVERTISEMENT
An Algerian man who was reported missing in 1998 has been found in his neighbour's home, 26 years laterhttps://t.co/Wv9frLnhMp
— TRT Afrika (@trtafrika) May 14, 2024
ગૃહયુદ્ધ દરમિયાન ગુમ
ADVERTISEMENT
યુવકની ઓળખ ઓમર બી તરીકે થઈ છે અને તે અલ્જેરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ દરમિયાન 1998માં 19 વર્ષની ઉંમરે ગાયબ થઈ ગયો હતો. પરિવારજનોએ તે સમયે તેની ઘણી શોધખોળ કરી હતી, પરંતુ કોઈ અત્તોપત્તો લાગ્યો નહોતો અને તેથી માની લીધું કે યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે અથવા તેનું મોત થયું છે.
પડોશીએ 18 વર્ષ સુધી બંધક બનાવી રાખ્યો
જો કે, ઓમરના ભાઈએ સોશિયલ મીડિયા પર તેને શોધવાનું ચાલુ રાખ્યું અને સતત પ્રયત્નો કર્યા પછી, એક દિવસ અચાનક યુવક 'જેલ્ફા' શહેરમાં લગભગ 200 મીટર દૂર એક નિર્જન વિસ્તારમાં મળી આવ્યો. હવે 45 વર્ષનો ઉમરે જણાવ્યું કે તેને તેના પડોશીઓએ આટલા વર્ષો સુધી બંધક બનાવી રાખ્યો હતો.
સંમોહિત કરીને રખાયો એટલે કેદ રહ્યો
અલ્જેરીયન સરકારે કહ્યું કે 61 વર્ષીય આરોપી પાડોશીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની ધરપકડ કરવામાં આવી છે. ઉમરે મીડિયાને જણાવ્યું કે તેને બંધક બનાવનાર પડોશી પરિવારે તેને હિપ્નોટાઈઝ કર્યો હતો. તેથી, 26 વર્ષથી પડોશના ઘરમાં રહેતા હોવા છતાં, તે મદદ માટે ફોન કરી શક્યો નહીં.
સરકારે જઘન્ય અપરાધ ગણાવ્યો
ન્યાય મંત્રાલયે તેને 'જઘન્ય અપરાધ' ગણાવ્યો છે અને યુવકને ડોક્ટરોની યોગ્ય દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. તેની શારીરિક અને માનસિક સ્થિતિ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT