બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Young engineer steal a bicycle, learned by watching a movie on Youtube

ક્રાઈમ / સાઈકલ ચોરી કરવા માટે ઍન્જિનિયર યુવકે જબરું મગજ દોડાવ્યું, Youtube પર ફિલ્મ જોઈને શીખ્યો

Kiran

Last Updated: 04:52 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે યુવક લક્ઝુરિયસ બંગલાની રેકી કરતો અને મોડી રાત્રે  મોંઘીદાટ સાઈકલ ચોરી કરતો તે બાદ કમાયેલા રૂપિયા અડધા ઘરે આપતો અને બાકીના રૂપિયાથી જલસા કરતો અંતે એલસીબીએ સાઈકલ ચોરની ધરપકડ કરી

  • યુ ટ્યૂબ પર હોલીવૂડની ફિલ્મ જોઈને એન્જિનિયર બન્યો ચોર
  • ઍન્જિનિયર યુવક કરતો મોંઘીદાટ સાઈકલોની ચોરી 
  • એલસીબીએ ઍન્જિનિયર સાઈકલ ચોરની ધરપકડ કરી 

વહેલી સવારે લક્ઝુરિયસ બંગલાની રેકી કરતો અને મોડી રાત્રે સાઈકલ ચોરી કરતો હતોઃ ચોરીમાં કમાયેલા રૂપિયા અડધા ઘરે આપતો અને બાકીના રૂપિયાથી જલસા કરતો હતો 

મોંધીદાટ સાઈકલોની ચોરી કરનાર ઝડપાયો  

સોશિયલ મીડિયા જેટલું સારું છે તેના કરતાં વધુ ખતરનાક પણ છે. હથિયાર બનાવવાથી લઇને ટાંકણી કેવી રીતે બને છે તેની તમામ માહિતી યુ ટ્યૂબ પરથી મળી રહે છે ત્યારે ચોરીના અવનવા પેંતરા પણ તમને યુ ટ્યૂબ ઉપર મળી રહેશે. અમદાવાદનો એન્જિનિયર યુવક જેણે યુ ટ્યૂબ પર વિદેશી વીડિયો જોઇને સાઈકલ ચોરીના રવાડે ચઢ્યો હતો. યુવક વહેલી સવારે લક્ઝુરિયસ બંગલોની બહાર રેકી કરતો હતો અને બાદમાં મોડી રાતે સાઈકલ ચોરીને જતો રહેતો હતો. ગિયરવાળી તેમજ મોંધીદાટ સાઈકલને ટાર્ગેટ કરીને ચોરી કરતો હતો. 

ફિલ્મો જોઈએ 36 મોંઘીદાટ સાઈકલ ચોરી કરી  

શહેરની વાડજ પોલીસે એક એવા સાઈકલ ચોરની ધરપકડ કરી જેની પાસેથી એક બે કે પાંચ નહિ પણ ૩૬ મોંઘીદાટ સાઈકલ પોલીસને મળી આવી છે. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેના પિતાનું કોરોનામાં અવસાન થયું હતું. જેથી જવાબદારીઓ તેના માથે આવી ગઈ હતી. પણ આ જવાબદારીનો બોજ સહન ન કરી શકતા અને નોકરી છૂટી જતાં તે સાઈકલ ચોરીના રવાડે ચઢી ગયો હતો. મોટાભાગની સાઈકલની કિંમત ૨૦ હજારથી વધુ છે અને આરોપી પાંચ સાત હજારમાં આ સાઈકલ વેચી દેતો હતો. સાથે જ તેણે મોટાભાગની સાઈકલ આર્મી કેન્ટોન્મેન્ટમાં વેચી હોવાનું સામે આવ્યું છે.

એન્જિનિયર સાઈકલ ચોરીના રવાડે ચઢ્યો 

શહેરમાં હવે વાહન ચોરીની સાથે સાથે મોંઘીદાટ સાઈકલો ચોરી થતી હોવાની એક પછી એક ઘટનાઓ બની રહી છે. ત્યારે તાજેતરમાં ઝોન ૭ એલસીબીએ આવા જ સાઈકલ ચોરની ધરપકડ કરી હતી. ત્યારે હવે વાડજ પોલીસે આવા સાઈકલ ચોરની ધરપકડ કરી અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે. વાડજ પોલીસે બાતમીના આધારે અનમોલ દુગ્ગલ નામના આરોપીની સાઈકલ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી મૂળ દિલ્હીનો છે અને ઉસ્માનપુરા તથા સાબરમતીમાં ઘર ધરાવે છે. કોરોનાકાળથી તે સાઈકલ ચોરીના રવાડે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી અનમોલ મોંઘીદાટ સાઈકલ ચોરી લેતો હતો બાદમાં તે સાઈકલ વેચવા નીકળતો અને પોતે સાઈકલનું ગોડાઉન ધરાવે છે તેમ કહી લોકોને પાંચથી સાત હજારમાં આ સાઈકલ વેચી દેતો હતો. આરોપી પાસેથી પોલીસે ૩૬ સાઈકલ કબજે કરી નારણપુરા, નવરંગપુરા, યુનિવર્સિટી અને વાડજના અનેક ગુનાના ભેદ ઉકેલ્યા છે.

યુ ટ્યૂબ પર હોલીવૂડની ફિલ્મ જોઈને કરતો ચોરી 

વાડજના પીઆઇ વી. આર. ચાવડાએ જણાવ્યું કે આરોપી અનમોલ આઇટી એન્જિનિયર થયેલો છે. તેની નોકરી કોરોનામાં જતી રહેતાં તે બેકાર બન્યો હતો. ત્યાં તેનાં પિતાનું પણ અવસાન થતાં તેના પર જવાબદારીઓ આવી ગઈ હતી. એક તરફ નોકરી નહીં અને બીજી તરફ પિતાનું અવસાન થતાં તે સાઈકલ ચોરીના રવાડે ચઢ્યો હતો. આટલું જ નહીં મોટાભાગની સાઈકલ તેણે આર્મી કેન્ટોન્મેન્ટમાં વેચી હોવાનો ખુલાસો થયો છે. વધુમાં જણાવા મળ્યું છે કે અનમોલે યુ ટ્યૂબ પર એક અંગ્રેજી મૂવી જોઇ હતી. જેમાં ફિલ્મનો અભિનેતા સાઈકલ ચોરીના રવાડે ચઢ્યો હતો. સાઈકલ ચોરીમાં કોઇ ફરિયાદ કરે નહીં તેવું વિચારીને અનમોલે ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું. સાઈકલ કેવી રીતે ચોરવી તેની ટ્રિક પણ અનમોલે યુ ટ્યૂબ પરથી શીખી હતી. યુ ટ્યૂબ પરથી સાઈકલ ચોરીની રીત જોઇને તેણે ૩૬ સાઈકલો ચોરી હતી. અનમોલ સાઈકલ ચોરીના જે રૂપિયા આવતા હતા તેમાં અડધા રૂપિયા ઘરે આપતો હતો અને અડધા રૂપિયા પોતાના ખર્ચ માટે રાખતો હતો અને જલસા કરતો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ