બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / year ender 2022 yash kgf 2 to ss rajamoulis film rrr these top 10 south indian movie
ADVERTISEMENT
વર્ષ 2022 બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. આ વર્ષે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કુલ 4 હિટ ફિલ્મો આપી છે. આ 4માં હિટ ફિલ્મોના નામમાં કાશ્મીર ફાઇલ્સ, ભૂલ ભૂલૈયા 2 અને બ્રહ્માસ્ત્ર. જો કે, આ વર્ષે દક્ષિણ ભારતીય ફિલ્મોએ હિન્દી દર્શકોનું ઘણું મનોરંજન કર્યું. દક્ષિણ સિનેમાની આ પાન ઈન્ડિયા ફિલ્મોએ હિન્દી બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવી હતી. અહીં દક્ષિણ સિનેમાની ટોચની 10 ભારતની ફિલ્મોની સૂચિ છે જેણે હિન્દી પ્રેક્ષકો તરફથી પણ પ્રશંસા મેળવી છે.

ADVERTISEMENT
KGF 2
આ લિસ્ટમાં સૌથી ઉપર કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2નું નામ છે. જેણે એકલા હિન્દી બોક્સ ઓફિસ પરથી 434 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ADVERTISEMENT
આરઆરઆર (RRR)
આ યાદીમાં બીજા નંબર પર સુપરસ્ટાર ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRRનું નામ છે. આ ફિલ્મે રિલીઝ થયા બાદ એકલા હિન્દી બોક્સ ઓફિસ પરથી 274 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ADVERTISEMENT
કંતારા (Kantara)
કન્નડ સિનેમાની બીજી સૌથી મોટી રિલીઝ થયેલી ફિલ્મ કંતારાએ પણ બોલિવૂડને હચમચાવી નાખ્યું. એકલા ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પરથી 79 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
.jpg)
ADVERTISEMENT
પોન્નીયિન સેલવાન (Ponniyin Selvan)
મણિરત્નમની બહુપ્રતિક્ષિત ફિલ્મ પોન્નીયિન સેલવાનને થિયેટરમાં બમ્પર કમાણી કરી હતી. તે સાઉથ સિનેમાની વર્ષ 2022 ની ત્રીજી સૌથી મોટી ભારતની ફિલ્મ હતી. આ તમિલ ફિલ્મને દેશભરના દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ADVERTISEMENT
વિક્રમ(Vikram)
કમલ હાસન સ્ટારર ડાયરેક્ટર લોકેશ કનાગરાજની ફિલ્મ વિક્રમે પણ વર્ષ 2022માં ઘણો ધમાલ મચાવ્યો હતો. આ ફિલ્મની જોરદાર ચર્ચા થઈ હતી અને ચાહકોને આ ફિલ્મની ખુબ પ્રશંસા કરી હતી.

કાર્તિકેય 2 (Karthikeya 2)
તે જ સમયે, તેલુગુ ફિલ્મ ઉદ્યોગની કાર્તિકેય 2 એ પણ હિન્દી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે એકલા હિન્દી બોક્સ ઓફિસ પરથી 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

સીતા રામમ (Sita Ramam)
મલયાલમ સુપરસ્ટાર દુલકર સલમાનની ફિલ્મ સીતા રામમે પણ આ વર્ષે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. સાઉથ સિનેમાની આ પાન ઈન્ડિયા ફિલ્મ દર્શકોની માંગ બાદ હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી.

વલીમૈ (Valimai)
તમિલ સુપરસ્ટાર અજિથ કુમારની ફિલ્મ વલીમૈએ પણ ભારે ધૂમ મચાવી હતી. આ ફિલ્મે દર્શકોનું જોરદાર મનોરંજન કર્યું હતું. આ ફિલ્મની ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ પ્રશંસા થઈ હતી.

વિક્રાંત રોણા (Vikrant Rona)
કિચ્ચા સુદીપ સ્ટારર વિક્રાંત રોનાએ પણ ગયા વર્ષે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ બાદમાં દર્શકો દ્વારા OTT પર જોવામાં આવી હતી અને તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

યશોદા (Yashoda)
સામંથા રૂથ પ્રભુની એક્શન ડ્રામા યશોદા પણ થિયેટરોમાં મોટી હિટ સાબિત થઈ. આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થઈ હતી. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.