બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / WPL Auction 2023:There will be rain of money in WPL auction today! See which women players can pocket big money

WPL Auction 2023 / આજે WPL ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ! જુઓ કઇ-કઇ મહિલા પ્લેયર્સના ખિસ્સામાં આવી શકે મોટી રકમ

Megha

Last Updated: 09:29 AM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WPLની પહેલી સિઝન માટે 13 ફેબ્રુઆરી એટલે કે આજે બપોરે 2:30 વાગ્યાથી મુંબઈના Jio કન્વેન્શન સેન્ટરમાં હરાજી શરૂ થશે. આ માટે પાંચ ટીમો ફાઈનલ કરવામાં આવી છે.

  • આટલા વાગ્યે શરૂ થશે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ઓક્શન 
  • આજે મહિલા ક્રિકેટરો પર પણ કરોડોનો વરસાદ થઈ શકે
  • 24 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી

2023ના વર્ષની મહિલા આઈપીએલની તારીખ જાહેર થઈ છે. IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે ટ્વિટ કરીને મહિલા આઈપીએલની તારીખની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મુંબઈમાં 4 થી 26 માર્ચની વચ્ચે વિમેન્સ પ્રીમિયર લીગ રમાશે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની પહેલી સિઝન માટે ઐતિહાસિક હરાજીની રાહનો અંત આવવાનો છે. 

આટલા વાગ્યે શરૂ થશે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે ઓક્શન 
WPLની પહેલી સિઝન માટે સોમવાર 13 ફેબ્રુઆરી એટલે કે આજે બપોરે 2:30 વાગ્યાથી મુંબઈના Jio કન્વેન્શન સેન્ટરમાં હરાજી શરૂ થશે. જણાવી દઈએ કે ભારતમાં આ રીતે પહેલીવાર મહિલા T20 લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ને સામાન્ય રીતે મહિલા આઈપીએલ પણ કહેવામાં આવે છે. નોંધનીય છે કે આ માટે પાંચ ટીમો ફાઈનલ કરવામાં આવી છે જેમાં મુંબઈ ઈન્ડિયન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સની ટીમો હવે મહિલા આઈપીએલમાં પણ જોવા મળશે. આ સિવાય યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ પણ જોવા મળશે. 

આજે મહિલા ક્રિકેટરો પર પણ કરોડોનો વરસાદ થઈ શકે
હરાજી ટેબલ પર કુલ 409 ખેલાડીઓના નામ આવશે. તમને જણાવી દઈએ કે BCCI અનુસાર, વુમન્સ પ્રીમિયર લીગ માટે કુલ 1525 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી માત્ર 409 જ શોર્ટલિસ્ટ થયા હતા જેમાંથી 90 ખેલાડીઓ માટે આજે બોલી લગાવવામાં આવશે. હરાજી માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી 246 ભારતીય અને 163 વિદેશી છે. આજે પાંચ ટીમોના માલિકો - મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, આરસીબી, ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ હરાજી દરમિયાન ખેલાડીઓને ખરીદવા માટે કામ કરશે.  

કઈ ટીમ પાસે કેટલા પૈસા છે?
પાંચ ટીમો 409માંથી 90 ખેલાડીઓ માટે બોલી લગાવશે. આ માટે દરેક ટીમ વધુમાં વધુ 18 ખેલાડીઓ ઉમેરી શકે છે જેમાં દરેક ટીમમાં વધુમાં વધુ 6 વિદેશી ખેલાડીઓ જ સામેલ થઈ શકે છે. જણાવી દઈએ કે દરેક ટીમ પાસે 12 કરોડ રૂપિયાનું 'સેલરી પર્સ' હશે. પર્સમાં દર વર્ષે 1.5 કરોડ રૂપિયાનો વધારો થતો રહેશે. આ સાથે 60 ભારતીયોમાંથી ઓછામાં ઓછા 20 થી 25 ખેલાડીઓ હરાજીમાં સારી રકમમાં વેચાય તેવી અપેક્ષા છે.  જોકે, આ રકમ પુરુષોની IPLની સરખામણીમાં ઘણી ઓછી છે. તેમાં એક ટીમ પાસે 95 કરોડ રૂપિયાનું પર્સ છે. 

24 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી
હરાજી દરમિયાન90 ખેલાડીઓની હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી 24ની સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આજની હરાજીમાં બેઝ પ્રાઇસ પાંચ બ્રેકેટ હશે જેમાં સૌથી ઓછી રૂ. 10 લાખ અને સૌથી વધુ રૂ. 50 લાખ હશે. અન્ય બ્રેકેટ રૂ. 20, 30 અને 40 લાખના હશે. જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના, ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને શફાલી વર્મા જેવી ખેલાડીઓને સૌથી વધુ બેઝ પ્રાઇસ બ્રેકેટમાં સ્થાન મળ્યું છે આ સાથે જ કુલ 13 વિદેશી ખેલાડીઓ પણ 50 લાખની મૂળ કિંમત સાથે સ્લેબમાં સ્થાન મેળવ્યું છે.

કઈ ટીમને કોણે ખરીદી 
પાંચ મોટી કંપનીઓએ મહિલા આઈપીએલની ટીમની ખરીદી કરી છે. અદાણી સ્પોર્ટ્સ લાઈન પ્રાઈવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડમાં, મુકેશ અંબાણીની ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રા.લિ.એ મુંબઈને 912.99 કરોડમાં, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે બેંગ્લોરને 901 કરોડ રૂપિયામાં,  જેએસડબ્લ્યુ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડમાં અને કપરી ગ્લોબલ હોલ્ડિંગ્સે લખનઉની ટીમને 757 કરોડમાં ખરીદી લીધી છે. વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમોની કુલ કિંમત રુપિયા 4669.99 કરોડ છે. 

ચેમ્પિયન ટીમને મળશે 6 કરોડ રૂપિયા
મહિલા આઈપીએલ 2023નો હજુ કાર્યક્રમ જાહેર કરાયો નથી પરંતુ તે 31 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન યોજાય તેવી શક્યતા છે. મહિલા આઇપીએલમાં ખેલાડીઓ માટે ઈનામી રકમ રુપિયા 10 કરોડ નક્કી કરવામાં આવી છે. જ્યારે ચેમ્પિયન ટીમને 6 કરોડ અને રનર્સ અપ ટીમને 3 કરોડ મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને 1 કરોડ રૂપિયા આપવામાં આવશે. 

વાયકોમ-18 કંપનીએ જીત્યા મેચ દેખાડવાના રાઈટ્સ
ઉલ્લેખનીય છે કે રિલાયન્સની આગેવાનીવાળી વાયકોમ-18 કંપનીએ મહિલા આઈપીએલની મેચ દેખાડવાના રાઈટ્સ હાંસલ કર્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ