ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / wpi inflation july 2022 lowers first time lower than 15 percent after consecutive three months

GOOD NEWS / મોંઘવારીના મોર્ચે રાહતના સમાચાર: સરકાર માટે આવી ખુશખબર, જથ્થાબંધ મોંઘવારીમાં થયો ઘટાડો

Published By: Pravin

Last Updated: 01:57 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોંઘવારીના મોર્ચે સરકાર અને રિઝર્વ બેંકના પ્રયાસોની સતત અસર જોવા મળી રહી છે. છુટક મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારીમાં રાહત મળતી જોવા મળી રહી છે.

ADVERTISEMENT

  • મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા
  • મોંઘવારીના મોર્ચો રાહત મળી
  • જથ્થાબંધ મોંઘવારીના આંકડામાં ઘટાડો થયો

સરકારી આંકડા અનુસાર, જૂલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 13.93 ટકા રહ્યો હતો. આ અગાઉ જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 15.18 ટકા રહ્યો હતો. 

લગભગ બે દાયકાથી ઉચ્ચ સ્તર પર હતી મોંઘવારી

જૂલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા સરકારને રાહત આપનારા હતા. આ અગાઉ સતત ત્રણ મહિના જથ્થાબંધ મોંઘવારી દર 15 ટકાથી ઉપર રહ્યો હતો. જૂનથી પહેલા મે મહિનામાં તેનો દર 15.88 ટકા રહ્યો હતો. 

ડિપાર્ટમેંટ ઓફ પ્રમોશન ઓફ ઈંડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડના આંકડા અનુસાર, એપ્રિલ 2022માં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 15.08 ટકા પર પહોંચી ગઈ હતી. ત્યાર બાદ મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. જો કે જૂન મહિના આંકડામાં થોડી રાહત જોવા મળી હતી. વર્ષ 1998 બાદ પહેલી વાર એવું બન્યું હતું, જ્યારે જથ્થાબંધ મોંઘવારી દર 15 ટકાને પાર રહ્યો હતો. આ અગાઉ વર્ષ 19998ના ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 15 ટકાથી ઉપર રહ્યો હતો. હવે તે ફરીથી 15 ટકાથી નીચે આવી ગયો છે. 

સતત બીજા મહિને પણ રાહત

જૂલાઈ સતત બીજો એવો મહિનો રહ્યો છે, જ્યાં જથ્થાબંધ મોંઘવારીમાં કમી જોવા મળી છે. જો કે ,જૂલાઈ સતત 14મો મહિનો રહ્યો હતો, જ્યાં જથ્થાબંધ મોંઘવારી દર 10 ટકાથી વધારે રહ્યો છે. હાલના મહિનાના આંકડા જોઈએ તો, છેલ્લા એક વર્ષમાં જથ્તાબંધ મોંઘવારી સતત વધી રહી છે અને જૂન મહિનામાં આ ટ્રેંડ પર બ્રેક લાગી છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ થોડી ઘટીને 13.43 ટકા પર આવી ગઈ છે. જો કે, ત્યાર બાદ રશિયા-યુક્રેન યુદ્ધ શરુ થતાં ક્રૂડ ઓયલના ભાવમાં ઉછાળો આવ્યો અને જરૂરી ચીજોના ભાવ વધવા લાગ્યા. તેના પરિણામે મોંઘવારી દર પણ ઝડપથી વધ્યો. માર્ચ મહિનામાં જથ્થાબંધમાં એક ટકાના ઉછાળા બાદ 14.55 ટકા પર પહોંચી ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Central Government WPI inflation inflation july 2022 જથ્થાબંધ મોંઘવારી મોંઘવારી મોદી સરકાર WPI inflation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ