બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / world health day Brugada Syndrome symptoms death by heart attack

વર્લ્ડ હેલ્થ ડે / તમે બ્રુગાડા સિન્ડ્રોમના શિકાર તો નથીને? હસતાં-ફરતા માણસનું થઈ જાય છે મોત, આ લક્ષણો દેખાય તો એલર્ટ

Manisha Jogi

Last Updated: 05:51 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરતા ફરતા લોકોને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થાય છે, જેના અનેક કારણ હોઈ શકે છે. બ્રુગાડા સિન્ડ્રોમના કારણે લોકોનું અચાનક મૃત્યુ થતું હોવાનું સામે આવ્યું છે.

  • હાર્ટ એટેક આવતા જ મૃત્યુ શા માટે થાય છે?
  • હ્રદયની બિમારીના અનેક કારણ હોઈ શકે છે.
  • બ્રુગાડા સિન્ડ્રોમના કારણે લોકોનું અચાનક મૃત્યુ.

છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકના કેસ વધી રહ્યા છે. અનેક એવા કેસ સામે આવ્યા છે કે, જે લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખે છે, તે લોકોનું હાર્ટ અટેક પછી મૃત્યુ થયું છે. અનેક ફિટ અભિનેતાઓનું મૃત્યુ થવાના કેસ પણ સામે આવ્યા છે. હરતા ફરતા લોકોને હાર્ટ એટેક આવતા તેનું મૃત્યુ થાય છે, જેના અનેક કારણ હોઈ શકે છે. એક કે તેથી વધુ આનુવંશિક અસાધારણતાને કારણે બ્રુગાડા સિન્ડ્રોમ થાય છે, જેના કારણે કાર્ડિયાક કોષોને અસર થાય છે. અસામાન્ય જેનેટીક્સ ધરાવતા દરેકને તે જ રીતે અસર થતી નથી. તમે રોજ કસરત કરો છો, તેનો એ અર્થ બિલકુલ પણ નથી કે, તમારું હાર્ટ એકદમ સ્વસ્થ છે. હ્રદયની બિમારીના અનેક કારણ હોઈ શકે છે, જેના કારણે હાર્ટ એટેક આવતા લોકોનું મૃત્યુ થઈ જાય છે. બ્રુગાડા સિન્ડ્રોમના કારણે લોકોનું અચાનક મૃત્યુ થતું હોવાનું સામે આવ્યું છે. 

બ્રુગાડા સિન્ડ્રોમના લક્ષણો (Brugada Syndrome symptoms)

બ્રુગાડા સિન્ડ્રોમના ખાસ લક્ષણો જોવા મળતા નથી. અનેક લોકોમાં આ બિમારીના લક્ષણો બિલકુલ પણ જોવા મળતા નથી, તે છતાં તેમનું મૃત્યુ થઈ જાય છે. 

  • ચક્કર આવવા
  • બેભાન થઈ જવું
  • શ્વાસ ચડવો, રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવી
  • હ્રદયના ધબકારા અનિયમિત હોવા
  • હ્રદયના ધબકારા તેજ થવા

બ્રુગાડા સિન્ડ્રોમ વિશે જાણવા માટે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ (ECG) કરવામાં આવે છે. ECGમાં એક સિમ્પલ પેટર્ન હોય છે, જેના બ્રુગાડા પેટર્ન કહે છે. આ બિમારી કોને છે, તે ECGથી જાણવા મળે છે. બ્રુગાડા એક ગંભીર બિમારી છે, જેના કારણે હ્રદય પર અસર થાય છે. આ બિમારીના કારણે હરતા ફરતા લોકો મોતને ભેટી જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ