બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup Final 2023 IND vs AUS ahmedabad narendra modi stadium weather rain

World Cup Final 2023 / IND vs AUS: વર્લ્ડકપ ફાઈનલના દિવસે કંઇક આવો હશે મોસમનો મિજાજ, સામે આવ્યો વેધર રિપોર્ટ

Arohi

Last Updated: 10:25 AM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup Final 2023 IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપ 2023ના ફાઈનલમાં આમને સામને હશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બન્ને ટીમે વર્લ્ડ કપ ફાઈનલમાં આમને-સામને હશે.

  • ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં આમને-સામને 
  • 20 વર્ષ બાદ બન્ને ટીમો ફાઈનલમાં રમશે
  • જાણો આ દિવસનું વેધર અપડેટ 

ભારતીય ટીમે વર્લ્ડ કપના પહેલા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ત્યાં જ બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રીકાને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ફાઈનલમાં આમને-સામને હશે. 

જણાવી દઈએ કે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 20 વર્ષ બાદ બન્ને ટીમો વર્લ્ડ કપ ફાઈનલમાં આમને સામને હશે. મેચ પહેલા આવો જાણીએ 19 નવેમ્બરે કેવું રહેશે અમદાવાદનું વાતાવરણ. 

કેવી છે 19 નવેમ્બરનું વેધર 
19 નવેમ્બરે અમદાવાદનું વેધર સાફ રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યાં જ મેચમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેનો મતલબ ફેંસને પુરા 100 ઓવરની મેચ રમવા જોવા મળશે. તાપમાન ઘટવા કારણે સાંજના સમયે મેદાન પર ઝાકળની સંભાવના છે. 

આમ તો આ મેચમાં વરસાદની સંભાવના નથી પરંતુ કોઈ કારણે જો મેચ રોકાઈ જાય તો આઈસીસએ તેને લઈને રિઝર્વ ડે રાખ્યો છે. એટલે કે બીજા દિવસે 20 નવેમ્બરે બન્ને ટીમો તે મેદાન પર ફરી મેચ રમશે. જોકે આશા રાખવામાં આવી રહી છે કે ક્રિકેટ ફેંસને વર્ષ 2023ના વિશ્વ કપ ચેમ્પિયન 19 નવેમ્બરની રાત્રે મળી જશે. 

20 વર્ષ બાદ આમને સામને હશે બન્ને ટીમો 
વર્ષ 2003માં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વિશ્વ કપ ફાઈનલમાં ટક્કર થઈ હતી. ત્યારે કંગારૂ ટીમના કેપ્ટન રિકી પોંટિંગની ધમાકેદાર અણનમ 140 રનની ઈનિંગના કારણે 2 વિકેટ પર 359 રનનો વિશાળ સ્કોર ઉભો થયો હતો. ભારતીય ટીમ 234 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પ્રકારે ભારત ફાઈનલ મેચ જીતવાથી ચુકી ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ