બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / world cup 2023 zomato share price at record level company market cap rise rs 7100 in 7 days

ઉછાળો / વર્લ્ડ કપમાં આ જાણીતી કંપનીને ખૂબ ભાલો.! ,એક સપ્તાહમાં 7100 કરોડ રૂપિયાની કરી જંગી આવક, હાલ સુધીમાં 146% આપ્યું રિર્ટન

Kishor

Last Updated: 06:01 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડને લઈને ઝોમેટોનો શેર બમણી ગતિએ આગળ વધી રહ્યો છે. જ્યારથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થયો છે ત્યારથી ઝોમેટોના શેરમાં 8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

  • વર્લ્ડ કપ દરમિયાન ઝોમેટોના શેરમાં 8 ટકાનો વધારો
  • ઝોમેટોના શેરમાં જબરદસ્ત વધારો
  • વર્લ્ડ કપ દરમિયાન ફૂડ ડિલિવરીની માંગમાં વધારો

વર્લ્ડ કપની સિઝન ચાલી રહી છે. આ સિઝન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને ખૂબ ફળી છે. વર્લ્ડ કપ દરમિયાન આ કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ક્રિકેટ વર્લ્ડ કપના પ્રારંભની સાથે જ ઝોમેટોના શેર વધ્યા બાદ આજ સુધીમાં 8 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 52 વિકના હાઈ પર પહોંચી ગયો છે. હજુ પણ ઝોમેટોના શેર દોડે તેવો જાણકારો દાવો કરી રહ્યા છે. આગામી દિવસોમાં કંપનીના શેરમાં વધુ 8 ટકાનો વધારો થઈ શકે છે.  ખાસ કારણ એ છે કે વર્લ્ડ કપ દરમિયાન ફૂડ ડિલિવરીની માંગ વધતી હોય છે. તેમાં પણ વર્લ્ડ કંપની મેચોમાં ભારતમાં હોવાથી આ દિવસોમાં શેરમાં વધુ ગતિ જોવા મળી રહી છે.

Zomato માં સૌથી મોટો બદલાવ! શેરમાર્કેટમાં ધોવાણની વચ્ચે નામની સાથે જુઓ શું  શું બદલવાની તૈયારી | The biggest change in Zomato, See what's ready to  change with the name amid the washout
Zomato શેર હજુ પણ વધે તેવો દાવો

આજની વાત કરવામાં આવે તો Zomatoના શેરમાં 2 ટકા ઉપરાંતનો વધારો નોંધાયો હતો. માહિતી અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેર 3.15 મિનિટમાં 2.50 ટકાના વધારા સાથે રૂ. 108.75 પર ટ્રેડ કરી રહ્યા છે. મહત્વનું છે કે કંપનીના શેર રૂ. 106.90 પર નજીવા વધારા સાથે ખુલ્યા બાદ એક દિવસ અગાઉ કંપનીના શેર રૂ. 106.10 પર બંધ થયા હતા. હાલના ઉછાળા સાથે ઝોમોટોના શેર 52 સપ્તાહની ઊંચી સપાટીને આંબી ગયો છે. હવે આ શેર રેકોર્ડ સર્જે તેવા જાણકારો અણસાર વર્તાવી રહ્યા છે. હાલ કંપનીના શેરોએ રોકાણકારોને 146 ટકા વળતર આપી દેતા રોકાણકારો રાજીના રેડ થયા છે.

Swiggy બાદ હવે Zomato એ પણ આ વધારાની ફીસ વસૂલ કરવાનો લીધો નિર્ણય, જાણૉ એક  ઓર્ડર પર કેટલો લાગશે ચાર્જ / Zomato platform fee: The company made a profit  in the April-June

કંપનીનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડને પાર થઈ શકે છે
વર્લ્ડ કપને પગલે 5 થી 11 ઓક્ટોબર વચ્ચેના 5 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો વધારો થયો છે અને કંપનીના વેલ્યુએશનમાં રૂ. 7,142 કરોડનો જંગી વધારો નોંધાયો છે. જ્યારે 4 ઓક્ટોબરના રોજ બજારના ક્લોઝિંગ સમયે 100 રૂપિયાના સ્તરે શેર હતા અને આ વખતે કંપનીનું માર્કેટ કેપ 86,689.79 કરોડ રૂપિયા હતું. આજે કંપનીનું માર્કેટ કેપ રૂ. 93,831.48 કરોડને આંબી ગયું છે. તો નિષ્ણાતોનું માનીએ તો આગામી થોડા દિવસોમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડને પાર થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ