બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 mohammad rizwan offering namaz in live match

World Cup 2023 / VIDEO: ચાલુ મેચની વચ્ચે જ નમાઝ પઢવા લાગ્યો પાકિસ્તાનનો આ ખેલાડી, વીડિયો વાયરલ થતાં લોકોએ પૂછ્યું- ધોનીએ તો સેનાના ગલ્વ્સ પહેર્યા તો પણ કાર્યવાહી થયેલી

Arohi

Last Updated: 01:09 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Mohammad Rizwan: પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પાકિસ્તાન અને નેધરલેન્ડની વચ્ચે હૈદરાબાદમાં થયેલા વર્લ્ડ કપ મેચનો હોવાનું સામે આવ્યું છે.

  • પાકિસ્તાનના વિકેટકીપરનો વીડિયો વાયરલ
  • મોહમ્મદ રિઝવાને ચાલુ મેચમાં અદા કરી નમાઝ 
  • વર્લ્ડ કપ મેચનો છે આ વીડિયો 

પાકિસ્તાને જીતની સાથે વર્લ્ડ કપ 2023ની શરૂઆત કરી છે. નેધરલેન્ડની સામે પોતાની પહેલી મેચને પાકિસ્તાને 81 રનોથી પોતાના નામે કરી છે. મેચમાં નેધરલેન્ડે પાકિસ્તાનને શાનદાર ટક્કર આપી છે. 

પહેલા તો પાકિસ્તાનને 286 પર ઓલઆઉટ કરી દીધું હતું. એક સમય નેધરલેન્ડનો સ્કોર 120 રન પર બે વિકેટ હતો. પરંતુ અનુભવની કમી વાળી આ ટીમની ઈનિંગ બગડી અને પાકિસ્તાનના ખાતામાં મેચ પહોંચી ગઈ. 

રિઝવાનને મેદાન પર અદા કરી નમાઝ? 
પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેન ક્રિકેટની સાથે જ અન્ય કારણોથી પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તે મેદાન પર નમાઝ અદા કરવાના કારણે ચર્ચામાં આવ્યા છે. ઘણી વખત તેમણે મેદાન પર નમાઝ અદા કરી છે. 2021 ટી20 વર્લ્ડ કપમાં ભારતના સામેની મેચમાં તેમણે નમાઝ અદા કરી હતી.

હવે ભારતમાં થઈ રહેલા વર્લ્ડ કપમાં પણ રિઝવાને આમ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તેનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો નેધરલેન્ડની સામેની મેચનો જણાવવામાં આવી રહ્યો છે. 

ડ્રિંક્સ બ્રેક વખતે નમાઝ પઢી
નેધરલેન્ડની ઈનિંગ વખતે મોહમ્મદ રિઝવાને નમાઝ અદા કરી. વીડિયોમાં એવું લાગી રહ્યું છે કે ડ્રિંક્સ બ્રેક છે. પાકિસ્તાની ટીમના અન્ય ખેલાડી એક તરફ ઉભા છે. ત્યાં જ રિઝવાન પોતાના પેડ અને શૂઝ ઉતારીને નમાઝ અદા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ