બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 know where Team India can be weak against Australia, you have to be careful

World Cup 2023 / ફાઇનલ જીતવાનો દાવો મજબૂત પણ ઑસ્ટ્રેલિયા સામે જાણો ક્યાં ક્યાં નબળી પડી શકે છે ટીમ ઈન્ડિયા, રાખવી પડશે સાવચેતી

Megha

Last Updated: 01:45 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11ના તમામ ખેલાડીઓએ અત્યાર સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. પણ કેટલાક એવા કિસ્સાઓ છે જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે નબળી પડી શકે છે.

  • વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે
  • અમુક કિસ્સાઓમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે નબળી પડી શકે છે
  • વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે

ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી જે રીતે પ્રદર્શન કર્યું છે તે ખુબ જ સરાહનીય છે. બેટિંગથી લઈને બોલિંગ સુધી દરેક પાસામાં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11ના તમામ ખેલાડીઓએ અત્યાર સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. જો કે કેટલાક એવા કિસ્સાઓ છે જેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે નબળી પડી શકે છે.

બેટિંગમાં અમુક પાસા નબળા પડી શકે છે 
ટીમ ઈન્ડિયાનો ટોપ-7 સુધીનો બેટિંગ ઓર્ડર બેસ્ટ છે પરંતુ તે પછી કોઈ એવો ખેલાડી નથી જે બેટિંગ કરી શકે. બુમરાહે ચોક્કસપણે કેટલીક મેચોમાં સારી બેટિંગ કરી છે પરંતુ કુલદીપ, શમી અને સિરાજ પાસેથી વધુ અપેક્ષા રાખી શકાય નહીં. 

હવે જોવા જઈએ તો તેનાથી ઉલટું ઓસ્ટ્રેલિયા ટીમના 9મા ક્રમ સુધીના ખેલાડીઓ સારી બેટિંગ કરી શકે છે. મિશેલ સ્ટાર્ક 9મા નંબર પર બેટિંગ કરવા માટે આવે છે અને તેણે ઘણી વખત તેના બેટથી કાંગારૂ ટીમને જીત અપાવી છે. સેમિફાઇનલ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાના 8મા અને 9મા ક્રમના બેટ્સમેનોએ ટીમને દક્ષિણ આફ્રિકા સામે જીત અપાવી હતી.

મોહમ્મદ સિરાજ ફાઈનલમાં બની શકે છે ખતરો 
મોહમ્મદ સિરાજ છેલ્લા બે વર્ષથી ODI ક્રિકેટમાં ભારત માટે મજબૂત બોલિંગ કરી રહ્યો છે. પરંતુ આ વર્લ્ડ કપમાં તેની ધાર થોડી નબળી પડી છે. બુમરાહ અને શમીની સરખામણીમાં તે ઘણો પાછળ છે. જો કે સિરાજ પોતાનું કામ સારી રીતે કરી રહ્યો છે પરંતુ તેના શ્રેષ્ઠ ન હોવાને કારણે તે પોતે કેટલાક દબાણમાં હોય તેવું લાગી રહ્યું છે. કાંગારૂ બેટ્સમેન આનો ફાયદો ઉઠાવી શકે છે.

ટીમ ઇન્ડિયાની નબળી ફિલ્ડીંગ પડી શકે છે ભારે 
મોહમ્મદ શમીએ સેમિફાઇનલમાં કેન વિલિયમસનનો આસાન કેચ છોડી દીધો હતો. ટીમ ઈન્ડિયા માટે આ કેચ ડ્રોપ મોંઘો પડી શકે છે. આ સિવાય આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ ઘણી વખત બાઉન્ડ્રી બચાવવાની તકો ગુમાવતી જોવા મળી છે. ભારતીય ટીમે ફાઇનલ મેચમાં નબળી ફિલ્ડિંગથી બચવું પડશે. જો કે આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ કંઈ ખાસ જોવા મળી નથી, પરંતુ કાંગારૂઓએ મેચ દ્વારા તેમની ફિલ્ડિંગમાં સુધારો કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ