બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 IND vs AUS Fina so India-Australia can both be champions, see what the equation says

World Cup 2023 / IND vs AUS Final: ...તો ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા બંને બની શકે છે ચેમ્પિયન, જુઓ શું કહે છે સમીકરણ

Megha

Last Updated: 11:00 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે જો ફાઈનલના દિવસે વરસાદ પડશે તો શું થશે? જો કે ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ જો તે દિવસે પણ વરસાદ થશે તો કોણ બનશે ચેમ્પિયન?

  • 19 નવેમ્બરના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડ કપ ફાઈનલ 
  • જો ફાઈનલ મેચના દિવસે અને રિઝર્વ ડે પર વરસાદ પડશે તો શું થશે? 
  • મેચ ટાઈ થઈ તો કેવી રીતે પરિણામ મળશે?

વર્લ્ડ કપ 2023ની ફાઇનલ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાશે. 20 વર્ષ બાદ બંને ટીમો ફરી એકવાર વર્લ્ડ કપ ફાઇનલમાં આમને-સામને થશે. ટીમ ઈન્ડિયા લગભગ 12 વર્ષ બાદ ફરી એકવાર ફાઈનલ મેચ રમશે. જો ટીમ આ મેચ જીતવામાં સફળ રહે છે તો આ ટીમનો ત્રીજો વર્લ્ડ કપ હશે. 

એવામાં હવે ક્રિકેટ ચાહકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે જો ફાઈનલના દિવસે વરસાદ પડશે તો શું થશે? જો કે ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ જો તે દિવસે પણ વરસાદ થશે તો કોણ બનશે ચેમ્પિયન?

ફાઈનલમાં વરસાદ પડે તો કઈ ટીમ ચેમ્પિયન બનશે?
ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના નોકઆઉટ રાઉન્ડ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં, જો ફાઇનલ મેચ વરસાદને કારણે વિક્ષેપિત થાય છે, તો તે સોમવારે રમાશે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ રમત પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. 

મેચ ટાઈ થાય તો કેવી રીતે પરિણામ મળશે 
એ વાત તો નોંધનીય છે કે ગત વર્લ્ડ કપમાં મેચ ટાઈ થઈ હતી ત્યારબાદ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. પરંતુ સુપર ઓવર પણ ટાઈ થઈ જતાં સૌથી વધુ ચોગ્ગા મારનાર ટીમ ઈંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. ત્યારથી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો સુપર ઓવર ટાઈ થાય છે, તો જ્યાં સુધી વિજેતા ન બને ત્યાં સુધી આગામી સુપર ઓવર રમાશે.

ટીમ ઈન્ડિયા 20 વર્ષ પહેલાનો બદલો લેશે
વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વખત આમને-સામને થશે. આ પહેલા વર્લ્ડ કપ 2003ની ફાઇનલમાં બંને ટીમો સામસામે આવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. તે વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયા લીગ મેચમાં એક પણ મેચ હારી ન હતી અને ફાઈનલમાં હારી ગઈ હતી. ટીમ માટે 20 વર્ષ પહેલાનો બદલો લેવાની આ શાનદાર તક હશે. પરંતુ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય નહીં કરે.

સંકળાયેલા મુદ્દાઓ

ICC ODI Cricket World Cup 2023 IND vs AUS Final India vs Australia match ODI World Cup 2023 World Cup 2023 ક્રિકેટ વર્લ્ડ કપ 2023 વર્લ્ડ કપ 2023 World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ