બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 In the IND vs AUS final, see where did Team India miss? Gavaskar-Sehwag stated the reason

World Cup 2023 / IND vs AUS ફાઇનલમાં જુઓ ટીમ ઇન્ડિયાને ક્યાં ચૂક થઇ ગઇ? ગાવસ્કર-સેહવાગે જણાવ્યું કારણ

Megha

Last Updated: 09:14 AM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનથી પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર નાખુશ દેખાયા હતા. એમને કહ્યું કે, ''મિચેલ માર્શે 2 ઓવરમાં માત્ર 5 રન તો હેડે 2 ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા.'

  • ટીમ ઈન્ડિયાના હાથમાંથી ફાઈનલ મેચ ક્યાં સરકી ગઈ, જાણો 
  • રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી હતી
  • 11 થી 40 ઓવરની વચ્ચે માત્ર બે ચોગ્ગા ફટકાર્યા હતા

ટીમ ઈન્ડિયાના ચાહકો જેનાથી ડરતા હતા તે જ થયું. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ને 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલીયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી પર કબજો કર્યો હતો. ટ્રેવિસ હેડની 137 રનની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ ભારતનો 241 રનનો ટાર્ગેટ માત્ર 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. એવામાં આવો જાણીએ ટીમ ઈન્ડિયાના હાથમાંથી આ મેચ ક્યાં સરકી ગઈ.

રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી હતી
પાછલી તમામ મેચોની જેમ, કેપ્ટન રોહિત શર્માએ ફાઇનલમાં પણ ટીમ ઇન્ડિયાને ઝડપી શરૂઆત અપાવી હતી. રોહિતે 31 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ઝડપી 47 રન બનાવ્યા હતા. રોહિતનો સાથ આપતા કોહલીએ પણ ગિયર બદલ્યા અને મિચેલ સ્ટાર્કને એક ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા. પરંતુ રોહિત શર્માના આઉટ થતાં જ ટીમ ઈન્ડિયાની બેટિંગને ગ્રહણ લાગી ગયું હતું.

મેચ ક્યાં સરકી ગઈ?
રોહિત શર્મા પેવેલિયન જતાની સાથે જ ટીમ ઈન્ડિયા બાઉન્ડ્રી માટે તલપાપડ થઈ ગઈ હતી. બેટ્સમેનોએ 11 થી 40 ઓવરની વચ્ચે માત્ર બે ચોગ્ગા ફટકાર્યા હતા. જેમાં 27મી ઓવરમાં રાહુલના બેટમાંથી એક ચોગ્ગો આવ્યો હતો અને અન્ય 39મી ઓવરમાં સૂર્યકુમારના બેટમાંથી આવ્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો રન રેટ 5થી ઓછો હતો.

ભારત 270 રનનો ટાર્ગેટ આપી શક્યું હોત
ટીમ ઈન્ડિયાના આ પ્રદર્શનથી પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કર નાખુશ દેખાયા હતા. સુનીલ ગાવસ્કરે કહ્યું, 'કોહલી અને રાહુલે તેમની ભાગીદારી દરમિયાન પાર્ટ-ટાઇમ બોલરોને નિશાન બનાવ્યા ન હતા.' તેમનું માનવું છે કે જો બંનેએ બાઉન્ડ્રી ન ફટકારી હોત તો તેઓ વધુમાં વધુ સિંગલ લઈ શક્યા હોત. ત્યારે ભારત 270 રનનો ટાર્ગેટ આપી શક્યું હોત.'

ગાવસ્કરે કહ્યું, 'મિચેલ માર્શે 2 ઓવરમાં માત્ર 5 રન આપ્યા હતા. ટ્રેવિસ હેડે 2 ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. મને લાગે છે કે આ એવી ઓવરો હતી જ્યાં બેટ્સમેન પાર્ટ ટાઇમ બોલરોને નિશાન બનાવી શકે. અને કોઈપણ જોખમ લીધા વિના, અમે સરળતાથી 20-30 રન ઉમેરી શક્યા હોત. આ રીતે સ્કોર 241ને બદલે 265 અથવા 270 રન થઈ શક્યો હોત.'

સેહવાગે જણાવ્યું કે ભૂલ ક્યાં થઈ હતી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે પણ કંઈક આવું જ કહ્યું હતું. સેહવાગે કહ્યું, 'કોહલી અને રાહુલ 250 રનના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ખૂબ જ આરામદાયક બની ગયા હતા. જ્યારે તેમની ભાગીદારી દરમિયાન થોડા વધુ સિંગલ્સ લઈને લક્ષ્ય વધારી શકાયું હોત. બીજા પાવરપ્લેમાં બેટ્સમેનોએ કોઈ તક લીધી ન હતી, જેમાં 5 ફિલ્ડર્સ વર્તુળની અંદર હતા. અહીં બાઉન્ડ્રી ફટકાર્યા વિના પણ 4-5 રન સરળતાથી ચોરી શકાતા હતા. પરિણામે કેએલ રાહુલે 107 બોલ પર 66 રન જ બનાવ્યા હતા. 

આ રીતે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં નિષ્ફળ ગઈ
ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કાંગારૂઓનું પેસ આક્રમણ શરૂઆતથી જ ટીમ ઈન્ડિયા પર વર્ચસ્વ જમાવવાનું શરુ કરી દીધું હતું. પહેલા મિચેલ સ્ટાર્કે શુભમન ગિલને 4 રને ક્રિઝ પરથી હટાવ્યા હતા. ત્યારબાદ મેક્સવેલે કેપ્ટન રોહિતને ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શ્રેયસ અય્યર 4 રનના સ્કોર પર પેટ કમિન્સનો શિકાર બન્યો હતો.

આ પછી કોહલી અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની ધબકતી ઇનિંગ્સને આગળ ધપાવી હતી. બંને વચ્ચે 109 બોલમાં 67 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ ત્યારબાદ પેટ કમિન્સે 54 રનના સ્કોર પર કોહલીને બોલ્ડ કર્યો હતો. થોડા સમય બાદ સ્ટાર્કે રાહુલને પણ 66 રન પર ક્રિઝ પરથી હટાવી દીધો હતો. સૂર્ય કુમારે 18 રન બનાવ્યા હતા. શમી (6), બુમરાહ (1), કુલદીપ (10) અને સિરાજ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ