બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / With waist-deep water gushing, people grabbed ropes and hauled the pregnant woman to the tractor
Vishal Khamar
Last Updated: 06:28 PM, 1 July 2023
ADVERTISEMENT
રાજ્યમાં હાલ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. ત્યારે ઉનામાં ભારે વરસાદને પગલે ખત્રીવાડા ગામ સંપર્ક વિહોણું થયું હતું. ધસમસતા પ્રવાહમાં સગર્ભાનું રેસ્ક્યું કરાયું હતું. પોલીસે ટ્રેક્ટર અને જેસીબીની સહાયથી સગર્ભાને બચાવવા દિલધડક રેસ્ક્યું ઓપરેશન કર્યું હતું. મહિલાને સુરક્ષિત રીતે ટ્રેક્ટરમાં બેસાડી તેને દવાખાને પહોંચાડાઈ હતી.
ADVERTISEMENT
ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા
બોટાદનું સમઢીયાળા ગામ પણ ભારે વરસાદને પગલે સંપર્ક વિહોણું થયું હતું. ત્યારે ઝમરાળાથી સમઢીયાળા જવાનાં રસ્તા પરનો ચેક ડેમ ઓવરફ્લો થયો હતો. ચેમડેમ ઓવરફ્લો થતા લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી હતા. બોટાદ અને બરવાળા પંથકમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા.
જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ
ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમના દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે તેમજ ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. ભારે પાણીના કારણે જામવાળા નજીકના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તો બીજી તરફ ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.
3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા
ગીર સોમનાથના શિંગોડા ડેમમમાં સતત પાણીની આવક વધતા 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલામાં આવ્યા છે. પ્રતિ સેકન્ડ 4 હજાર 344 ક્યુસેક પાણી વહી રહ્યો છે. જેને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.