બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Will AAP not be part of 'INDIA' coalition? MP's backlash with allegations of abuse of power

પ્રતિક્રિયા / શું AAP નહીં રહે 'INDIA' ગઠબંધનનો હિસ્સો? સત્તાના દુરૂપયોગના આક્ષેપ સાથે સાંસદનો પલટવાર, કહ્યું 'રાષ્ટ્રહિતમાં જે પણ નિર્ણય લેવાશે...'

Priyakant

Last Updated: 03:31 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

INDIA Alliance News: AAP સાંસદે કહ્યું, સુખપાલ સિંહ ખેહરા દોષિત ન હતા તો કોંગ્રેસ સરકાર દરમિયાન તેમની ધરપકડ કેમ કરવામાં આવી હતી ?

  • પંજાબમાં MLA સુખપાલ સિંહ ખેહરાની ધરપકડ બાદ કોંગ્રેસ-AAP વચ્ચે ખટરાગ 
  • કોંગ્રેસે AAP સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો
  • સુખપાલ સિંહ દોષિત ન હતા તો કોંગ્રેસ સરકાર દરમિયાન ધરપકડ કેમ કરી હતી:  AAP સાંસદ 

INDIA Alliance News : પંજાબમાં ધારાસભ્ય સુખપાલ સિંહ ખેહરાની ધરપકડ બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. કોંગ્રેસે AAP સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે, જેના પર AAP સાંસદ સુશીલ ગુપ્તાએ પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે સુખપાલ સિંહ ખેહરા દોષિત ન હતા તો કોંગ્રેસ સરકાર દરમિયાન તેમની ધરપકડ કેમ કરવામાં આવી. વિપક્ષી ગઠબંધન INDIA નો ભાગ રહેવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે, આ અંગે ટોચનું નેતૃત્વ નિર્ણય કરશે. 

શું કહ્યું AAP સાંસદે ? 
AAP સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યું કે, હું પંજાબ કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે, પંજાબ જ્યારે નશામાં હતું. અકાલી સરકાર દરમિયાન આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પંજાબમાં ફરી કોંગ્રેસની સરકાર આવી પછી સુખપાલ ખેહરાની ધરપકડ કરવામાં આવી અને તેમના સાથીદારની પણ કોંગ્રેસ સરકારે ધરપકડ કરી. જો તેઓ દોષિત ન હતા તો કોંગ્રેસે તેમની ધરપકડ શા માટે કરી ?

સુખપાલ રાજકીય રક્ષણ માટે કોંગ્રેસમાં આવ્યા ? 
આ સાથે AAP સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યું કે, રાજકીય રક્ષણ આપવા માટે સુખપાલ ખેહરાએ પોતાની પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા જેથી તેમને સરકાર તરફથી રક્ષણ મળી શકે અને તેમની ધરપકડ કરવામાં આવી ન હતી, પરંતુ તેમના ભાગીદારની ધરપકડ કરવામાં આવી હતી. તેને 10 વર્ષની સજા થઈ અને તે મુક્ત રહ્યા. સેશન્સ જજે એસઆઈટીની રચના કરી હતી અને તપાસ બાદ આ ધરપકડ કરવામાં આવી હતી. આ જૂની વાત છે. કોંગ્રેસની સરકાર વખતે પણ તેમની ધરપકડ થઈ હતી અને જો કોંગ્રેસ સાચી હોત તો આજે આ મુદ્દો ન ઉઠાવવો જોઈએ.

INDIAનો એક ભાગ રહેવા પર શું કહ્યું ? 
શું AAP INDIA ગઠબંધનનો ભાગ રહેશે ? આના પર સુશીલ ગુપ્તાએ કહ્યું, આ ગઠબંધન કરવાનું ટોચના નેતૃત્વનું કામ છે, પ્રાદેશિક નેતાઓ હંમેશા પોતાની તાકાત બતાવતા રહે છે. હરિયાણામાં કોંગ્રેસ પોતાના દમ પર એક પણ સીટ જીતી શકી નથી, તો પછી તેઓ કેવી રીતે પોતાની વાત કરી રહ્યા છે ? દિલ્હીમાં પણ તેઓ છેલ્લા ત્રણ વખતથી એક પણ સીટ જીતી શક્યા નથી. પંજાબમાં સંપૂર્ણ રીતે હાર. પંજાબ અને હરિયાણામાં તેમની સ્થાનિક ટીમ ભલે ગમે તે કહે પરંતુ રાષ્ટ્રીય હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવશે આમ આદમી પાર્ટીની ટોચની નેતાગીરી બધાની સાથે બેસીને નિર્ણય લેશે. તેમણે વધુમાં કહ્યું કે, તમે પણ પૂરી તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છો, પંજાબ કોંગ્રેસના નેતાઓ શું ઈચ્છે છે તે અલગ છે. મને નથી લાગતું કે ભાજપની જેમ કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુનેગારોને બચાવવા માટે આવું કોઈ પગલું ભરશે. 

રહેઠાણ અંગે CBI તપાસ પર કેજરીવાલે શું કહ્યું ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને CBI તપાસ અંગે સુશીલ ગુપ્તાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી સારું શિક્ષણ અને સારી સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે જાણીતી છે. મફત અને સસ્તી વીજળી અને પાણી આપવાનું કામ આમ આદમી પાર્ટી કરે છે. ભાજપ ધર્મની રાજનીતિ કરે છે. અરવિંદ કેજરીવાલના આ વધતા પગલાઓને રોકવા માટે પહેલા મનીષ સિસોદિયા અને સતેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી અને હવે આ કરવામાં આવી રહી છે. આ પણ બહાર આવશે. આમાંથી કશું નીકળશે નહીં. ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ કંઈ થવાનું નથી, આ બધું હતાશાથી થઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ