બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Why Vande India has frequent accidents? Railway Minister stated the reason in Lok Sabha

જવાબ / વંદે ભારતનો વારંવાર અકસ્માત કેમ થાય છે? રેલ મંત્રીએ લોકસભામાં જણાવ્યું કારણ, વિપક્ષની કરી બોલતી બંધ

Malay

Last Updated: 04:55 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 6 મહિનામાં વંદે ભારત ટ્રેન 68 વખત અકસ્માતનો ભોગ બની છે. સાંસદ એ રાજાએ સંસદમાં વંદે ભારત ટ્રેનમાં વપરાતા મજબૂત પ્લાસ્ટિક (reinforced plastic)ની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યા. જેના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આખરે કેમ વારંવાર દુર્ઘટનામાં વંદે ભારતની નોઝ કોન (nose cone) તૂટી જાય છે.

  • વંદે ભારત ટ્રેન 68 વખત અકસ્માતનો ભોગ બની
  • સાંસદે વંદે ભારત ટ્રેનના પ્લાસ્ટિકની ક્વોલિટી પર ઉઠાવ્યા સવાલ
  • રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં કારણ જણાવ્યું

ભારતીય રેલવેની પ્રીમિયર ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ  (Vande Bharat Express) દેશના છ રૂટો પર દોડે છે. તેની સ્પીડની સાથે-સાથે આ ટ્રેન દુર્ઘટનાઓને કારણે પણ ચર્ચામાં રહે છે. સંસદમાં પણ વંદે ભારત ટ્રેન અકસ્માતનો મુદ્દો પહોંચી ગયો. સાંસદ સભ્ય એ રાજા (A Raja)એ વંદે ભારત ટ્રેન દુર્ઘટનાઓને લઈને સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે શું ટ્રેનમાં ઉપયોગ કરાયેલા રિઇનફોર્સ્ડ પ્લાસ્ટિક (reinforced plastic)ની ગુણવત્તા નબળી છે, જેના કારણે ટ્રેનનો આગળનો ભાગ વારંવાર તૂટી રહ્યો છે. એ રાજાએ પૂછ્યું કે ટ્રેનના આગળના ભાગને કાર્બન સ્ટીલથી કેમ બનાવવામાં આવી રહ્યું નથી?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ
સાંસદ સભ્ય એ રાજાના સવાલના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે છેલ્લા છ મહિનામાં વંદે ભારતની સાથે 68 ઘટનાઓ બની છે. જેમાંથી એક વખત ટ્રેનની બેરિંગ ફેઈલ થવાને કારણે એક્સલ લોક થઈ ગઈ હતી અને બાકીના અકસ્માતો પશુઓના ટકરાવાના કારણે થયા હતા. રેલવે મંત્રીએ કહ્યું કે, ટ્રેનમાં ઉપયોગમાં લેવાતા રિઇનફોર્સ્ડ પ્લાસ્ટિકની ગુણવત્તાને લઈને કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું કે, ટ્રેનનો બાહ્ય ભાગ હાઈ ક્વોલિટી સ્ટીલથી બનાવવામાં આવ્યો છે. જ્યારે ટ્રેનની સામેનો ભાગ, જેને નોઝ કોન તરીકે જોવામાં આવે છે,  તેના પર લગાવવામાં આવેલું કપલર કવર મજબૂત પ્લાસ્ટિક (reinforced plastic)થી બનેલું છે. આ પ્લાસ્ટિક ટ્રેનને બહારી ટક્કરની અસર સામે ટકી રહેવાની ક્ષમતા આપે છે. તેમણે કહ્યું કે આ પ્લાસ્ટિક ટ્રેનને એરોડાયનેમિક લુક આપે છે. રેલવે મંત્રીએ ટ્રેનમાં લગાવવામાં આવેલા કોઈપણ સામાનની ક્વોલિટીના મુદ્દાને બાયપાસ કર્યો. તેમણે કહ્યું કે હાલમાં વંદે ભારત ટ્રેન 500થી 559 કિમીના અંતરે દોડી રહી છે. વંદે ભારત 2.0ની સાથે આ અંતરનો વિસ્તાર કરવામાં આવશે, તેમણે કહ્યું કે, ટેક્નોલોજીને વધુ વિકસિત કરવામાં આવી રહી છે અને ટૂંક સમયામાં આ ટ્રેનની સ્પીડમાં વધારો થશે. 

વંદે ભારત 2.0 વધુ અદ્યતન હશે
રેલવે મંત્રીએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનમાં વધુ ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે. જેની મદદથી આગામી દિવસોમાં ટ્રેનને વધુ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. ટ્રેનની સ્પીડ વધારવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં એવા ફીચર્સ ઉમેરવામાં આવશે, જેના પછી ટ્રેનની સ્પીડ માત્ર 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાક થઈ જશે. ટ્રેનની મેક્સિમમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. વંદે ભારતનું વજન વધારવા માટે પણ કામ કરવામાં આવશે. ટ્રેનમાં 32" સ્ક્રીન હશે, જે હાલમાં 24" છે. એક્ઝિક્યુટિવ ક્લાસમાં 180-ડિગ્રી ફરતી સીટો લગાવવાની તૈયારી છે. ટ્રેનને વધુ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ