બ્રેકિંગ ન્યુઝ
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી, વિવિધ એજન્સીઓએ ભારત દેશની પ્રગતિની પ્રશંસા કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વૃદ્ધિ ચાલુ રહેશે. હવે એ વાત તો જાણીતી જ છે કે ભારતમાંથી અઢળક લોકો વિદેશમાં સેટલ થવાના સપના જુએ છે અને સ્ટડી કે વર્ક વિઝા લઈને વિદેશ ચાલ્યા જાય છે,
ADVERTISEMENT
ઘણા વર્ષો સુધી વિદેશમાં રહેતા મોટાભાગના ભારતીયો રિટાયરમેન્ટ પછી દેશ છોડીને ભારતમાં પાછા સ્થાયી થવાનું પસંદ કરે છે. હવે યંગસ્ટર્સને આ જોઇને એ પ્રશ્ન થતો હશે કે આવું કેમ? કેમ કોઈ વિદેશમાં સ્થાયી થયા પછી પણ એમની એમનું પાછલું જીવન દેશમાં વિતાવવા માંગશે? તો ચાલો તેની પાછળના કારણો વિશે ચર્ચા કરીએ..

ADVERTISEMENT
NRIના રિટાયરમેન્ટ પછી ભારત પાછું આવવા પાછળના કારણો
> રહેવાની ઓછી કિંમત
> હેલ્થકેરનો ખર્ચ
> કલ્ચર એડજસ્ટમેન્ટ
> રોકાણની તકો
હવે એ વાત તો જાણીતી જ છે કે વિદેશમાંથી ડોલરમાં કમાણી કરીને આવનાર લોકોને ભારતમાં દરેક વસ્તુ સસ્તી લાગવાની છે અને ભારત એફોર્ડેબલ લિવિંગ માટે જાણીતો દેશ છે. ખાસ કરીને વિદેશ કરતાં ભારતમાં હેલ્થકેરનો ખર્ચ ઘણો ઓછો છે.
ADVERTISEMENT

હાલ ભલે વિકાસશીલ દેશ છે પરંતુ વિકસિત દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. હાલ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો સુધારો થયો છે અને અહીંની મેટ્રો સિટી વિદેશના શહેરોમાં જેટલી જેટલી સુવિધાઓ મળે છે તેને ટક્કર આપી રહી છે. ભારતના મોટા શહેરોમાં ગ્લોબલ કનેક્ટિવિટી મળી રહે છે એટલા માટે વધુ પડતાં NRI રિટાયરમેન્ટ પછી ભારતમાં સ્થાયી થવા માંગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: UK જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર, આ ક્ષેત્રે કામ કરતા લોકો પરિવારને નહીં લઈ જઈ શકે
આ સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે વિદેશમાં કમાણી કર્યા પછી ઘણા NRI ભારતમાં પ્રોપર્ટીમાં રોકાણ કરે છે કારણ કે અહીં પ્રોપર્ટીના ભાવ ઘણી ઝડપે વધી રહ્યા છે. એટલે રિટાયરમેન્ટ પછી અહીં આરામથી તેઓ જીવન વિતાવી શકે છે. સાથે જ ભારતની સંસ્કૃતિથી જોડાયેલા લોકોને વિદેશમાં આવું કલ્ચર જોવા નથી મળતું એટલા માટે તેઓ ભારતમાં પાછા ફરવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.