બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:52 AM, 12 March 2024
યુકે એટલે કે યુનાઈટેડ કિંગ્ડમના ગૃહ મંત્રાલય દ્વારા વિદેશથી આવતા નાગરિકો માટે નવા નિયમો લાગુ કરી દેવાયા છે. આ નિયમો ખાસ કરીને કેર સેક્ટર એટલે હેલ્થ સેક્ટરમાં લાગુ કરાયા છે. જે મુજબ કેર અથવા હેલ્થ સેક્ટરમાં કામ કરતા વિદેશી નાગરિકો હવે પોતાના પરિવારજનોને યુકે નહીં લાવી શકે. યુકે ગવર્નમેન્ટ આ નિયમ લાવવા પાછળ વધી રહેલા વિદેશીઓની સંખ્યાને ગણાવે છે. સરકારી આંકડા પ્રમાણે કેર વિઝા પર ગત વર્ષે આવેલા 1 લાખ વર્કર્સની સામે તેમના ડિપેન્ડન્ટ 1,20,000 છે.
ADVERTISEMENT
હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી એ આ મામલે સરકારનો બચાવ કરતા કહ્યું છે કે યુકેમાં ડિપેન્ડન્ટ વિઝાનો દુરુપયોગ થતો અટકાવવા માટે અને વિદેશીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે વિદેશી કેર વર્કર્સનું યુકેમાં મહત્વનું યોગદાન છે, પરંતુ તેના આધારે આવતા વિદેશીઓની સંખ્યા અપ્રમાણસર વધી રહી છે.
ADVERTISEMENT
We are delivering on our plan for the biggest-ever cut in migration.
— James Cleverly🇬🇧 (@JamesCleverly) March 11, 2024
Overseas care workers brought an estimated 120,000 dependants to the UK in the year ending Sep 23.
Today we've put a stop to this👇 pic.twitter.com/myjR9crG4H
ADVERTISEMENT
આ મામલે સરકારનું કહેવું છે આ કાયદો હેલ્થ કેર ક્ષેત્રે કામ કરતા વિદેશી વર્કર્સના શોષણને રોકવા માટે જરૂરી છે. ઘણા એવા કિસ્સા છે, જેમાં હેલ્થકેર વર્કર્સને અસ્તિત્વમાં જ ન હોય તેવી નોકરી કે પછી લઘુત્તમ વેતન કરતા ઓછું વતેન આપીને વિઝા આપવામાં આવ્યા છે. આ પગલાંની સાથે સાથે સ્કીલ્ડ વર્કર્સની સેલરી વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ પ્રતિબંધ લાગુ થયા બાદ યુકે ગૃહ વિભાગના અંદાજ પ્રમાણે ગત વર્ષે 3 લાખ જેટલા નાગરિકો યુકે આવવાના હતા, જેમાંથી મોટા ભાગના લોકો હવે યુકે નહીં આવી શકે. આ ઉપરાંત ગ્રેજ્યુએશન માટે જે પણ વિદ્યાર્થીઓ યુકે આવે છે, તેમની વિઝા એપ્લીકેશનની પણ સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુકેમાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક સમયમાં સ્ટુડન્ટ વિઝાના નિયમોમાં પણ ઘણા ફેરફાર થયા છે, જેમાં ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવતા વિદ્યાર્થીઓને પણ ડિપેન્ડન્ટ્સને યુકે લાવવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ફેરફાર બાદ વિદેશી વિદ્યાર્થીઓની વિઝા એપ્લીકેશનની ચકાસણી કરાઈ રહી છે. સાથે જ યુકે સરકાર સ્કીલ્ડ વર્કર વિઝા પર આવતા વિદેશી નાગરિકો માટેના લઘુત્તમ પગારમાં પણ વધારો કરી રહી છે, જેની અસર ફેમિલી વિઝા માટેની ફાઈનાન્શિયલ જરૂરિયાતો પર પણ પડશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.