બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / Indian students are increasing in US universities for higher education

NRI ન્યૂઝ / વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓમાં હવે અમેરિકા બન્યું પહેલી પસંદ, કેનેડા, ઓસ્ટ્રેલિયાનો મોહ ઘટ્યો

Priyakant

Last Updated: 01:10 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News : અમેરિકામાં એજ્યુકેશનો ખર્ચ વધારે આવે છે, પરંતુ અન્ય દેશોમાં નિયમો કડક થવાથી તેમજ અમેરિકામાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા તરફ દોટ મૂકી રહ્યા છે

NRI News : અમેરિકા ફરી એકવાર ભારતીયોનું હોટ ફેવરિટ બની રહ્યું છે. આજના યુવાનોને હાયર એજ્યુકેશન માટે વિદેશ જવું હોય છે. અત્યાર સુધી મોટા ભાગે યુવાનો ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા જેવા દેશો પર પસંદગી ઉતારતા હતા. પરંતુ આ દેશોમાં ઈમિગ્રન્ટ્સની સંખ્યા વધી જતા રહેઠાણ, નોકરીની અછત જેવા સંકટ સર્જાયા છે. જેને કારણે આ દેશો વિદેશીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે કાયદા કડક બનાવી રહ્યા છે. બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓ હવે અન્ય યુરોપિયન કંટ્રીઝ અને અમેરિકા જેવા દેશો પર નજર દોડાવી રહ્યા છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે ભારતીયોની સંખ્યા અમેરિકામાં વધી રહી છે. આ વાત ખુદ આંકડા સાબિત કરી રહ્યા છે.

અમેરિકન યુનિવર્સિટીઝમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા જબરજસ્ત વધી છે. આમ તો અમેરિકામાં એજ્યુકેશનો ખર્ચ વધારે આવે છે, પરંતુ અન્ય દેશોમાં નિયમો કડક થવાથી તેમજ અમેરિકામાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધારે હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા તરફ દોટ મૂકી રહ્યા છે. આ જ વાતને એક કેસ સ્ટડી તરીકે સમજીએ તો એ નામનો વિદ્યાર્થી હાલ અમેરિકામાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેણે ઘણા વર્ષો સુધી બચત કરી હતી, અને બાદમાં 60 હજાર ડૉલરની સ્ટુડન્ટ લોન લીધી હતી.     અમેરિકાની ફેમસ જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા માટે તેણે સખત મહેનત કરવી પડી રહી છે. પરંતુ તેનું કહેવું છે કે એકવાર જો તેને આ યુનિવર્સિટીમાં એડમિશન મળી રહ્યું તો તેને એટલા પગારની નોકરી અમેરિકામાં જ મળી જશે, જેટલા તે વર્ષો સુધી ભારતમાં નોકરી કરીને નહીં કમાઈ શકે. 

આંકડા પ્રમાણે જોઈએ તો ભારતમાંથી દર વર્ષે 15 લાખ લોકો હાયર એજ્યુકેશન માટે વિદેશની ફ્લાઈટ પકડે છે. 2012ન આંકડાને સામે રાખીને જોઈએ તો છેલ્લા વર્ષોમાં વિદેશ જનાારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 8 ગણાનો વધારો થયો છે. જો કે હવે વિદ્યાર્થીઓ સૌથી વધુ અમેરિકા જઈ રહ્યા છે. કેનેડાના નિયમો અને ભારત સાથે કથલેલા સંબંધોને લઈને કેનેડા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ છે. અહીં છેલ્લા ચાર વર્ષમાં ચાઈનીઝ વિદ્યાર્થીઓ 1200થી ઘટીને 400 થયા છે, જ્યારે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 3 હજારથી વધીને 4,400 થઈ છે.  અમેરિકન યુનિવર્સિટીઝ ભારતીયોને આકર્ષકવા માટે ભારતના શહેરોમાં એજ્યુકેશન ફેરનું પણ આયોજન કરે છે. એટલે સુધી કે હવે નાના શહેરોમાં પણ આવા કાર્યક્રમ કરીને સ્ટુડન્ટનો સંપર્ક કરવામાં આવે છે. પરંતુ અમેરિકા જવું દેખાય છે, એટલું પણ સરળ નથી. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ પણ થાય છે.

જો કે, જે સંખ્યામાં યુવાનો અમેરિકા જઈ રહ્યા છે, ભારત માટે તેટલું મોટું નુક્સાન છે. કારણ કે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા યુવાનો ત્યાં ભણીને મોટા ભાગે ત્યાં જ નોકરી કરીને અમેરિકાને જ લાભ આપશે. જો કે, બીજી તરફ અમેરિકન યુનિવર્સિટીઝ માટે આ બેસ્ટ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. ભારતનું અર્થતંત્ર મોટું બની રહ્યું છે, પરંતુ વધતી વસ્તીની સરખામણીએ તેટલી જોબ ઓપર્ચ્યુનિટી વધી નથી રહી. ભારતમાં ખેતી અને કંસ્ટ્ર્ક્શન ક્ષેત્રે નોકરીઓ વધી રહી છે, પરંતુ તેની સામે વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે, તે ક્ષેત્રોમાં નોકરી નથી મળી રહી. 

વધુ વાંચો: હવે દુબઈના વિઝા મળશે માત્ર 5 દિવસમાં, યુએઈ સરકારે લાગુ કરી નવી સિસ્ટમ

બીજી તરફ ભારતમાં હાયર એજ્યુકેશન સિસ્ટમની પણ અછત સર્જાઈ રહી છે. જે પ્રમાણમાં વસ્તી વધી છે, તેને કારણે હાયર એજ્યુકેશનમાં એડમિશન લેવું વધુ કપરું બન્યું છે. હાવર્ડ જેવી જાણીતી યુનિવર્સિટીઝમાં વિદ્યાર્થીઓનો એક્સેપ્ટન્સ રેટ 3 ટકા છે, જ્યારે ભારતની કેટલીક યુનિવર્સિટીમાં કુલના માત્ર 0.2 ટકા વિદ્યાર્થીઓ જ એડમિશન મેળવી શકે છે. આ બધા કારણોસર પણ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા જેવા દેશમાં ભણવા જવાનું પસંદ કરે છે.

કેનેડા, ઑસ્ટ્રેલિયા અને યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટીઓમાં પણ વિદ્યાર્થીઓનો રસ વધી રહ્યો છે, પરંતુ યુ.એસ. જેટલો નહીં. અમેરિકાની યુનિવર્સિટીઓ ભારતમાંથી લગભગ 269,000 વિદ્યાર્થીઓને એડમિશન આપે છે. 2022-23ના શૈક્ષણિક વર્ષમાં  અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 35 ટકા જેટલી વધી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ