બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / NRI News / UAE launched work bandel platform that reduces visa processing time

NRI ન્યૂઝ / હવે દુબઈના વિઝા મળશે માત્ર 5 દિવસમાં, યુએઈ સરકારે લાગુ કરી નવી સિસ્ટમ

Dinesh

Last Updated: 01:06 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ દુબઈ જવાનું આયોજન કરી રહ્યા છો તો હવે તમારો વિઝા પ્રોસેસિંગ સમય ઘટી જવાનો છે. દુબઈમાં કામ કરવા માટે જે જરૂરી કાગળિયા ભેગા કરવાના છે તેનાથી લઈને ર્સિડેન્સી વિઝાનો પ્રોસેસિંગ સમય 30 દિવસથી ઘટાડીને 5 દિવસ કરી દેવાયો છે.

જો તમે પણ દુબઈ જવાનું આયોજન કરી રહ્યા છો તો હવે તમારો વિઝા પ્રોસેસિંગ સમય ઘટી જવાનો છે. દુબઈમાં કામ કરવા માટે જે જરૂરી કાગળિયા ભેગા કરવાના છે તેનાથી લઈને ર્સિડેન્સી વિઝાનો પ્રોસેસિંગ સમય 30 દિવસથી ઘટાડીને 5 દિવસ કરી દેવાયો છે. યુએઈની સરકારે આ માટે વર્ક બંડલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. જેને કારણે હવે વિઝા પ્રોસેસિંગનો સમય ઘટી જવાનો છે.

આ નવા પ્રોગ્રામની શરૂઆત દુબઈમાં થઈ ચૂકી છે, અને ધીરે ધીરે અન્ય શહેરોમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે. દુબઈના વિઝા લેવા માટે જુદા જુદા 5 પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડે છે, જેને બદલે હવે વર્ક બંડલ નામના એક જ પ્લેટફોર્મ પર બધું કામ કરી શકાશે. આ ઉપરાંત વિઝા માટે અત્યાર સુધી જુદા જુદા 16 ડોક્યુમેન્ટ્સ સાથે 15 સ્ટેપ્સ ફોલો કરવા પડતા હતા, જે ઘટાડીને 5 ડોક્યુમેન્ટ સાથે 5 જ સ્ટેપ કરી દેવાયા છે. આ બધી જ પ્રોસેસ નાની થઈ જવાને કારણે વિઝા પ્રોસેસિંગનો સમય 30 દિવસથી ઘટીને 5 દિવસનો કરી દેવાયો છે. 

વર્ક બંડલ પ્લેટફોર્મ પર હવે એમ્પલોયમેન્ટ સર્વિસ, રિન્યૂઅલ સર્વિસ, કેન્સલેશન, મેડિકલ એક્ઝામિનેશન, ફિંગર પ્રિન્ટિંગ જેવી સર્વિસ પણ મેળવી શકાશે. અત્યાર સુધી આ સુવિધા Invest in Dubai વેબસાઈટ પર અને મોબાઈલ પર જ અવેલેબલ હતી, પરંતુ હવે જુદા જુદા જુદા પ્લેટફોર્મ પર વર્ક બંડલની સુવિધાનો લાભ મળશે.     દુબઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના રાજા શેખ મોહમ્મદ બિન રાશિત અલ મક્તુમના કહેવા પ્રમાણે,'વર્ક બંડલના ઉપયોગથી રેસિડેન્સી અને વર્ક વિઝાની પ્રક્રિયા ટૂંકી અને સરળ બની છે.'

વધુમાં તેમણે કહ્યું કે આ નવા પ્લેટફોર્મને કારણે એવા 62 લાખ વર્કિંગ દિવસો બચશે, જે રેસિડેન્સી અને એમ્પલોયપમેન્ટ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની સરકારી રીત રસમોમાં વપરાઈ જતા હતા. સાથે જ આવી 25 લાખ પ્રોસેસમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જેને લીધે લોકો અને સરકારી સમય બધાની બચત થશે. 

વધુ વાંચો: મોતના નામે પણ ભારતીયોના પરિવાર સાથે થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે સ્કેમ

આ વર્ક બંડલ પ્લેટફોર્મ પર યુએઈ સરકારના હ્યુમન રિસોર્સ એન્ડ ઈમિગ્રેશન મંત્રાલય, ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશિપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી, જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડેન્સી, વિદેશ મંત્રાલય બધાની પ્રોસેસ એક જ પ્લેટફોર્મ પર થઈ રહી છે. એટલે કે હવે દુબઈના વર્ક વિઝા કે રેસિડેન્સ પરમિટ માટે આ વર્ક બંડલ વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ