બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / NRI News / વિશ્વ / US Indian Death criminals are doing fraud on the name of crwod funding

NRI ન્યૂઝ / મોતના નામે પણ ભારતીયોના પરિવાર સાથે થાય છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે સ્કેમ

Bhavin Rawal

Last Updated: 04:09 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઉડ ફંડિંગમાં ભેગા થયેલા ડૉલર્સ કે ચોક્કસ રકમ ખરેખર મૃતકના પરિવાર સુધી પહોંચે. કેટલાક લાલચુ લોકો અને સાઈબર ફ્રોડ્સ આવા ફેક ક્રાઉડ ફંડિંગ કરીને પૂરેપૂરા પૈસા ઓળવી જાય છે, અથવા તો, તેમાંથી કમિશન કાઢી લે છે.

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયોના મોતના કિસ્સા વધવા લાગ્યા છે. ક્યારેક ઠંડીને કારણે, ક્યારે હુમલો થવાને લીધે ભારતીયોના મોત થાય છે. વિદેશ કમાવા કે ભણવા ગયેલા ભારતીયોનો પરિવાર અહીં હોય છે, એટલે તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ભારત મોકલવામાં આવે છે. મૃતદેહને ભારત મોકલવા માટે અમેરિકામાં રહેલા ભારતીયો ક્રાઉડ ફંડિંગનો સહારો લે છે, જેથી ખર્ચને પહોંચી વળાય. અને અમેરિકામાં વસતા ભારતીયો તેમાં દાન પણ કરતા હોય છે.   

પરંતુ, હવે આવા જ ક્રાઉડ ફંડિંગના નામે ફ્રોડ થવાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. જરૂરી નથી કે ક્રાઉડ ફંડિંગમાં ભેગા થયેલા ડૉલર્સ કે ચોક્કસ રકમ ખરેખર મૃતકના પરિવાર સુધી પહોંચે. કેટલાક લાલચુ લોકો અને સાઈબર ફ્રોડ્સ આવા ફેક ક્રાઉડ ફંડિંગ કરીને પૂરેપૂરા પૈસા ઓળવી જાય છે, અથવા તો, તેમાંથી કમિશન કાઢી લે છે. અને ખૂબ ઓછી રકમ તકના પરિવારને મોકલે છે. ઘણીવાર તો મૃતકના પરિવાર સુધી એક પણ રૂપિયો પહોંચતો નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટમાં આ પ્રકારના ફ્રોડનો ખુલાસો કરવામાં આવ્યો છે. ટાઈમ્સના રિપોર્ટ મુજબ સામાન્ય રીતે કોઈ મૃતદેહને ભારત મોકલવાનો ખર્ચ 5 હજાર ડૉલર એટલે કે 4 લાખ રૂપિયા જેટલો આવતો હોય છે. પરંતુ જો અર્જન્ટ હોય, તો આ ખર્ચો વધી જાય છે. હવે જે ભારતીય અમેરિકામાં એકલા રહે છે, તેમનો પરિવાર ભારતમાં છે, તેનું મૃત્યુ થાય તો મૃતદેહને ભારત મોકલવા માટે ખર્ચ ઉઠાવનારું કોઈ નથી હોતું. આવી સ્થિતિમાં ક્રાઉડ ફંડિંગ કરવામાં આવે છે. હવે ફ્રોડસ્ટર્સ આવા જ ખોટા ક્રાઉડ ફંડિંગ કરે છે, અને પૈસા ઓળવી જાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ કરેલા ઈન્વેસ્ટિગેશનમાં ક્રાઉડ ફંડિંગ કરનારી વેબસાઈટ પર 500થી વધુ ક્રાઉડ ફંડિંગના પેજ મળ્યા છે, જેમા મૃતદેહને ભારત મોકલવા માટે 50 હજાર ડૉલરથી વધુની રકમ ભેગી થઈ છે. ઉદાહરણ સાથે જોઈએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નવેમ્બર 2023માં આંધ્રપ્રદેશના યુવકનું કેલિફોર્નિયામાં મૃત્યુ થયું હતું. તેમના મિત્રોએ ક્રાઉડ ફંડિંગ દ્વાાર 8000 ડૉલર ભેગા કર્યા હતા, પરંતુ મૃતકના પરિવારને માત્ર 4 લાખ રૂપિયા જ મળ્યા. એમાંય મૃતદેહ ભારત મોકલવાનો ખર્ચ અમેરિકાની સંસ્થાએ ઉપાડ્યો હતો. એટલે કે ચાર લાખ જેટલી રકમ વચ્ચેથી કોઈ ચાંઉ કરી ગયું.

વધુ વાંચોઃ વિદેશ ભણવા ઈચ્છતી મહિલાઓનો ઘટશે ખર્ચ, આ દેશમાં મળી રહી છે ખાસ સ્કોલરશિપ

આ ક્રાઉડ ફંડિંગ લોકોને મદદ કરવા માટે ખૂબ સારો ઉપાય છે, અને તેના દ્વારા જેન્યુઈન કેસમાં મદદ પણ થતી હોય છે. જો કે હમણાંથી છેતરપિંડીના કિસ્સા વધ્યા છે. ક્રાઉડ ફંડિંગ દ્વારા જે રકમ ભેગી થાય છે, તેનું ધ્યાન રાખવા માટે કોઈ સિસ્ટમ નથી. કોઈ પણ વ્યક્તિ પેજ બનાવીને પૈસા ઉપાડી શકે છે. આના માટે માત્ર તમારા સરકારી આઈડીની જરૂર હોય છે. આવા ક્રાઉડ ફંડિંગની છેતરપિંડીના કિસ્સા વધતા, લોકોનો મદદ કરવા પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. 

જો તમે પણ અમેરિકામાં રહો છો, કે કોઈ રીતે ક્રાઉડ ફંડિંગ કરો છો, તો તમારે પણ થોડું એલર્ટ રહેવાની જરૂર છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ