બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / British council announces scholarships for stem graduates women

ખર્ચ ઘટશે / વિદેશ ભણવા ઈચ્છતી મહિલાઓનો ઘટશે ખર્ચ, આ દેશમાં મળી રહી છે ખાસ સ્કોલરશિપ

Bhavin Rawal

Last Updated: 11:02 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે બ્રિટિશ કાઉન્સિલે યુકેની યુનિવર્સિટીઝ સાથે મળીને Women in STEM પ્રોગ્રામ અંતર્ગત બ્રિટિશ કાઉન્સિલ સ્કોલરશિપની જાહેરાત કરી છે. આ સ્કોલરશિપ ખાસ મહિલાઓ માટે છે.

Womens Day: જો તમે વિદેશ ભણવા જવા ઈચ્છો છો, અને તમે મહિલા છો, તો યુકેથી તમારા માટે સારા સમાચાર આવ્યા છે. વિદેશ ભણવા જવા માટે સૌથી મોટો ઈસ્યુ ફંડનો હોય છે. કારણ કે કરન્સી ચેન્જ થવાને કારણે ફંડ પણ વધારે જોઈએ છીએ. આવી સ્થિતિમાં જો કોઈ મદદ મળી જાય તો કામ સરળ બનતું હોય છે. હવે બ્રિટિશ કાઉન્સિલે યુકેની યુનિવર્સિટીઝ સાથે મળીને Women in STEM પ્રોગ્રામ અંતર્ગત બ્રિટિશ કાઉન્સિલ સ્કોલરશિપની જાહેરાત કરી છે. આ સ્કોલરશિપ ખાસ મહિલાઓ માટે છે.

ક્યાં સુધી કરી શકાશે અરજી?

જો કે, આ સ્કોલરશિપની સારી વાત એ છે કે એવી મહિલાઓ જેમને બાળકો છે, જેમની આવક પર પરિવારના સભ્યો આધારિત છે, તેમને પણ આ સ્કોલરશિપ મળી શકે છે. આ સ્કોલરશિપ માટે અરજી કરવાની અંતિમ તારીખ યુનિવર્સિટી પ્રમાણે જુદી જુદી છે. પરંતુ મોટા ભાગે માર્ચથી એપ્રિલ 2024 સુધી આ અરજી કરી દેવાની હોય છે.

આ યુનિવર્સિટીઝમાં મળશે અભ્યાસની તક

જે ભારતીય મહિલાઓ અથવા અન્ય દેશની મહિલાઓ STEM સ્કોલર્સ છે. તેમના માટે આ 25 સ્કોલરશિપ જાહેર કરવામાં આવી છે.  STEM પ્રોગ્રામ અંતર્ગત યુકેના ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર એજ્યુકેશનલ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ કલ્ચરલ રિલેશનશિપ્સ માટેની સંશ્થા બ્રિટિશ કાઉન્સિલે યુકેની યુનિવર્સિટીઝ સાથે મળીને આ 25 સ્કોલરશિપની જોગવાઈ કરાવી છે. જે મહિલાઓ STEM ગ્રેજ્યુએટ્સ છે અને યુકેમાં માસ્ટર્સ કરવા ઈચ્છે છે, તેમના માટે આ સ્કોલરશિપ ડિઝાઈન કરવામાં આવી છે. આ સ્કોલરશિપનો લાભ યુકેની ટોચની ગણાતી પાંચ યુનિવર્સિટીઝ Queen Mary University of London, Anglia Ruskin University, Greenwich University, The University of Southampton અને Coventry Universityમાં મળવાનો છે. સાથે જ આ સ્કોલરશિપ અંતર્ગત ટ્યુશન ફી, સ્ટાઈપેન્ડ, ટ્રાવેલ કોસ્ટ, વિઝા કોસ્ટ, આરોગ્યને લગતા ખર્ચા અને અંગ્રેજી ભાષાની મદદ સામેલ છે.

સ્કોલરશિપમાં કયા કોર્સ કરી શકાશે?

જે વિદ્યાર્થિનીઓ ડેટા સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, ફાર્માસ્યુટિકલ સાયન્સ, ઈલેક્ટ્રોનિક એન્ડ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, સિવિલ એન્જિનિયરિંગ મેનેજમેન્ટ, ઈન્ટેલિજન્ટ હેલ્થકેર, એક્ચ્યુરિયલ સાયન્સ સહિતના કોર્સમાં આ સ્કોલરશિપનો લાભ મળવાનો છે.

વધુ વાંચો: ઓસ્ટ્રેલિયા જવાની ઈચ્છા છે? તો સૌથી પહેલા સ્કીલ અસેસમેન્ટ વિશે જાણી લો

આટલી મહિલાઓ લઈ ચૂકી છે લાભ

ઉલ્લેખનીય છે કે આ સ્કોલરશિપ 2020થી આપવામાં આવે છે અને અત્યાર સુધી 300થી વધુ મહિલાઓ તેનો લાભ લઈ ચૂકી છે. 2023-24માં નક્કી કરેલા કોર્સમાં 92 મહિલાઓએ આ સ્કોલરશિપ મેળવી હતી. અને અત્યાર સુધી 52 ભારતીય મહિલાઓ આ સ્કોલરશિપ અંતર્ગત યુકેમાં પોસ્ટગ્રેજ્યુએશન કરી ચૂકી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2023ના આંકડા પ્રમાણે ભારતમાં STEM વર્કફોર્સમાં 27 ટકા મહિલાઓ છે. જેની સામે દર વર્ષે ભારતમાં STEM ક્ષેત્રે 43 ટકા મહિલાઓ ગ્રેજ્યુએટ થાય છે.  ત્યારે ભારતીય મહિલાઓ માટે આ સ્કોલરશિપ એક મોટી તક સમાન છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Student visa Study Abroad UK visa news Womens day special scholarships મહિલા દિવસ સ્ટુડન્ટ વિઝા Study Abroad
Bhavin Rawal

Bhavin Rawal

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ